Gold And Silver All Time High Level : સોના અને ચાંદીના ભાવ દરરોજ નવી ઉંચી સપાટીને સ્પર્શી રહ્યા છે. ભાવ આસામાને પહોંચતા સામાન્ય લોકો માટે સોના ચાંદીની ખરીદી માત્ર સપનું બનીને રહી જશે. સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 73000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. તો ચાંદી પણ 81000 રૂપિયા પ્રતિ કિલો થઇ છે. જાણો સોનું ચાંદીના આજના લેટેસ્ટ ભાવ
સોનું 73500 રૂપિયા અને ચાંદી 81000 રૂપિયા
સોનું અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. 99.9 શુદ્ધ સોનાનો ભાવ 73500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. તેના આગલાના દિવસે સોનું પહેલીવાર 73000 રૂપિયા હતું. તેવી જ રીતે 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 73300 રૂપિયા થયો છે.

અન્ય શહેરોના ભાવ પર નજર કરીયે તો દિલ્હીના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 71210 રૂપિયા અને કલકત્તામાં 71629 રૂપિયા થયો છે.
સોનાની સાથે સાથે ચાંદીની પણ ચમક વધી છે. આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 81000 રૂપિયા પ્રતિ 1 કિગ્રા સ્થિર હતા, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. વૈશ્વિક બજારમાં ગોલ્ડ 2339.72 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસ ક્વોટ થઇ રહ્યું છે, જે ઓલટાઇમ હાઇ નજીકનું લેવલ છે. તો ચાંદી 27.83 ડોલર પ્રતિ ટ્રોસ ઓંસ બોલાઇ રહી છે, જે બે વર્ષનો સૌથી ઉંચો ભાવ છે.
આ પણ વાંચો | મહિલાઓ માટે ટેક્સ સેવિંગ ટીપ્સ – યોગ્ય નાણાંકીય આયોજન કરી મહત્તમ ટેક્સ અને પૈસા બચાવો
જાણો એપ્રિલ મહિનામાં સોનું – ચાંદી કેટલા મોંઘા થયા
સોના ચાંદી ના ભાવ રોકેટ ગતિથી સતત વધી રહ્યા છે. માત્ર એપ્રિલ મહિનામાં જ 10 ગ્રામ સોનાનો ભાવ 3000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 5000 રૂપિયા વધી ગયા છે. 30 માર્ચ, 2024ના રોજ અમદાવાદ ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો ભાવ 70500 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 76000 રૂપિયા હતી.





