gold silver price : ધનતેરસ-દિવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. સોના અને ચાંદીમાં આ તેજી ઘણા દિવસો સુધી રહી હતી. આ તેજીના કારણે સોનાની કિંમત 1.30 લાખ રૂપિયાને પાર કરી ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત પણ 1.90 લાખ રૂપિયાએ પહોંચી ગઇ હતી. જોકે આ પછી ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. શું હવે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે?
ચાંદીના ભાવમાં ભારે ઘટાડો
16 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર 2025 વચ્ચે ચાંદીના ભાવમાં લગભગ 35,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે ભારતમાં 100 ગ્રામ ચાંદીની કિંમત 15,500 રૂપિયાની આસપાસ છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 1,55,000 ની આસપાસ છે.
દેશના મોટા શહેરોમાં આજનો (25 ઓક્ટોબર) ચાંદીનો ભાવ
| શહેર | 100 ગ્રામ ચાંદીનો ભાવ | 1 કિલો ચાંદીની કિંમત |
|---|---|---|
| ચેન્નાઈ | ₹17,000 | ₹1,70,000 |
| મુંબઈ | ₹15,500 | ₹1,55,000 |
| દિલ્હી | ₹15,500 | ₹1,55,000 |
| કોલકાતા | ₹15,500 | ₹1,55,000 |
| બેંગ્લોર | ₹15,700 | ₹1,57,000 |
| હૈદરાબાદ | ₹17,000 | ₹1,70,000 |
| કેરળ | ₹17,000 | ₹1,70,000 |
| પૂણે | ₹15,500 | ₹1,55,000 |
| વડોદરા | ₹15,500 | ₹1,55,000 |
| અમદાવાદ | ₹15,500 | ₹1,55,000 |
શું હવે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે?
જો આપણે સોનાની વાત કરીએ તો દિવાળી પછી સોનાના ભાવમાં પણ થોડો-થોડો ઘટાડો થયો છે. જોકે આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ 125 રૂપિયા વધીને 12,562 રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 115 રૂપિયા વધીને 11,515 રૂપિયા પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 94 રૂપિયા તેજી સાથે 9,422 રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ફરીથી ઘટાડો થાય છે કે નહીં.
આ પણ વાંચો – નવી કાવાસાકી Z900 ભારતમાં લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ, પાવર અને ડિઝાઇન સહિત બધી માહિતી
16 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન સોનાની કિંમતમાં વધ-ઘટ
| તારીખ | 24 કેરેટ સોનાની કિંમત (1 ગ્રામ) | 22 કેરેટ સોનાની કિંમત (1 ગ્રામ) |
|---|---|---|
| ઑક્ટોબર 25, 2025 | ₹12,562 (+125) | ₹11,515 (+115) |
| ઑક્ટોબર 24, 2025 | ₹12,437 (-71) | ₹11,400 (-65) |
| ઑક્ટોબર 23, 2025 | ₹12,508 (-81) | ₹11,465 (-75) |
| ઑક્ટોબર 22, 2025 | ₹12,589 (-469) | ₹11,540 (-430) |
| ઑક્ટોબર 21, 2025 | ₹13,058 (-11) | ₹11,970 (-10) |
| ઑક્ટોબર 20, 2025 | ₹13,069 (-17) | ₹11,980 (-15) |
| ઑક્ટોબર 19, 2025 | ₹13,086 (0) | ₹11,995 (0) |
| ઑક્ટોબર 18, 2025 | ₹13,086 (-191) | ₹11,995 (-175) |
| ઑક્ટોબર 17, 2025 | ₹13,277 (+333) | ₹12,170 (+305) |
| ઑક્ટોબર 16, 2025 | ₹12,944 (0) | ₹11,865 (0) |
દેશના મોટા શહેરોમાં આજનો (25 ઓક્ટોબર) સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ સોનાનો ભાવ | 22 કેરેટ સોનાનો ભાવ | 18 કેરેટ સોનાનો ભાવ |
|---|---|---|---|
| ચેન્નાઈ | ₹12,545 | ₹11,500 | ₹9,625 |
| મુંબઈ | ₹12,562 | ₹11,515 | ₹9,422 |
| દિલ્હી | ₹12,577 | ₹11,530 | ₹9,437 |
| કોલકાતા | ₹12,562 | ₹11,515 | ₹9,422 |
| બેંગ્લોર | ₹12,562 | ₹11,515 | ₹9,422 |
| હૈદરાબાદ | ₹12,562 | ₹11,515 | ₹9,422 |
| કેરળ | ₹12,562 | ₹11,515 | ₹9,422 |
| પૂણે | ₹12,562 | ₹11,515 | ₹9,422 |
| વડોદરા | ₹12,567 | ₹11,515 | ₹9,427 |
| અમદાવાદ | ₹12,567 | ₹11,515 | ₹9,427 |





