સપ્તાહના પહેલા જ દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો આગામી દિવસોમાં ભાવ શું રહેશે?

gold silver price today : દશેરા અને દિવાળી (diwali) નજીક આવતા સોના-ચાંદીના ભાવમાં (gold silver price) વધારો શરૂ. જો રૂપિયો મજબૂત થાય તો જ સ્થાનિક સ્તરે સોના (gold price) અને ચાંદી (silver price) વધુ સસ્તા થવાની અપેક્ષા રાખવી.

Written by Ajay Saroya
October 03, 2022 18:35 IST
સપ્તાહના પહેલા જ દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો આગામી દિવસોમાં ભાવ શું રહેશે?

દશેરા અને દિવાળી (diwali) નજીક આવતા સોના-ચાંદીના ભાવમાં (gold silver price) વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા જ દિવસ સોમવારે સ્થાનિક ઝવેરી બજારમાં બંને કિમતી ધાતુઓના ભાવ વધ્યા હતા.

સોના-ચાંદીના ભાવ ત્રણ સપ્તાહની ટોચેઃ-

અમદાવાદ ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત (gold price) 100 રૂપિયા વધીને 51,900 રૂપિયા થઇ હતી, જે 15 સપ્ટેમ્બર 2022 પછીનો ઉંચો ભાવ છે. તો 1 કિગ્રા ચાંદીની કિંમત (silver price)પણ 500 રૂપિયા સુધરીને 58,000 રૂપિયા થઇ હતી, જે પણ 13 સપ્ટેમ્બર પછીનો ઉંચો ભાવ છે.

દેશના અન્ય શહેરોની વાત કરીયે તો મુંબઇના બુલિયન બજારમાં સોમવારે સોનાની કિંમત 50,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 57,317 રૂપિયા પ્રતિ 1 કિગ્રા હતી. તો દિલ્હીમાં 24 કેટેરના સોનાના 10 ગ્રામની કિંમત 51,280, રૂપિયા અને 1 કિગ્રા ચાંદીની કિંમત 57,400 રૂપિયા હતી.

સોમવારે ડોલર ઇન્ડેક્સ (dollar index)ની નરમાઇના પગલે વૈશ્વિક બુલિયન બજાર (bullion price) માં પણ સોના અને ચાંદીના ભાવ સુધર્યા હતા. સોનાનો હાજર ભાવ 0.3 ટકા સુધરીને 1665.29 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ અને ચાંદીની કિંમત 0.7 ટકા વધીને 19.12 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો પ્લેટિનમની કિંમત 0.3 ટકા વધીને 861.50 ડોલર અને પેલેડિયમની કિંમત 0.5 ટકા વધીને 2,167.75 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

સોના-ચાંદી ખરીદવા માટે હાલનો સમય બેસ્ટઃ-

અમદાવાદ માણેકચોક (ahmedabad manek chowk) ચોક્સી મહાજનના પૂર્વપ્રમુખ હર્ષવદન ચોક્સીએ જણાવ્યુ કે, સામાન્ય લોકો અને રોકાણકારો માટે સોના – ચાંદી ખરીદવા હાલ સારો સમય છે. બંને કિંમતી ધાતુઓ તેમની ઉંચી સપાટીથી ઘણી નીચી છે અને છેલ્લા ઘણા સમયથી ભાવ હાલના સ્તરે સ્થિર છે. ભાવ નીચા હોવાથી સોના દાગીના (gold jewellery) અને લગડી (gold bars) – સિક્કામાં રિટેલ અને ઇન્વેસ્ટર્સ બંનેની સારી ઘરાકી છે અને આગામી દિવસોમાં વેચાણ વધવાની અપેક્ષા છે. વૈશ્વિક બજારની અસરો અને માંગ વધતા સ્થાનિક બજારમાં સોનાના ભાવ 52,000 રૂપિયા અને ચાંદી 60,000 રૂપિયા થવાની શક્યતા છે. રૂપિયાના મૂલ્યમાં (dollar vs rupee) ઘસારાને ધ્યાનમાં રાખતા સોનું 50,000 રૂપિયાની નીચે જાય તેવી હાલ કોઇ શક્યતા દેખાતી નથી. આથી રિટેલ અને રોકાણકારો માટે ક્ષમતા અનુસાર સોના-ચાંદીની ખરીદી કરવી સારી રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ