Gold Silver Rate Today News In Guajrati : સોના ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજારની તેજી અને યુએસ ડોલરની નબળાથી કિંમત ધાતુના ફરીવાર સતત વધી રહ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 1900 રૂપિયા વધ્યો હતો. તો ચાંદી 2500 રૂપિયા મોંઘી થઇ હતી.
સોનું બે દિવસમાં 4000 મોંઘુ થયું
સોનું સતત બીજા દિવસે મોંઘુ થયું છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 1900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યા હતા. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,28,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો પાછલા દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 1,26,300 રૂપિયા હતો. બે દિવસમાં 4000 રૂપિયા મોંઘુ થયું છે.
23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1900 રૂપિયા વધીને 1,27,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પાછલા દિવસે 1,26,000 રૂપિયા હતો. 10 ગ્રામ હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 1,25,630 રૂપિયા બોલાયો હતો.
ચાંદી 2500 રૂપિયા ઉછળી
ચાંદીના ભાવ પણ મક્કમ ગતિથી વધી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ 2500 રૂપિયા વધ્યો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,56,000 રૂપિયા થઇ છે, જે પાછલા દિવસે 1,53,500 રૂપિયા હતી. તો ચાંદી રુપુંનો ભાવ 1,53,300 રૂપિયાથી આજે 1900 રૂપિયા વધીને 1,55,800 રૂપિયા થયો છે. આમ બે દિવસમાં સ્થાનિક બજારમાં ચાંદી 6000 રૂપિયા ઉછળી છે.
આ પણ વાંચો | ડિજિટલ ગોલ્ડના રોકાણકારો સાવધાન, સેબી એ કેમ આપી ચેતવણી
હાજર બજારની સાથે વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા હતા. સાંજે એમસીએક્સ ગોલ્ડ વાયદો 900 રૂપિયાની તેજીમાં 1,24,870 રૂપિયા આસપાસ બોલાતો હતો. તો એમસીએક્સ ચાંદી વાયદો 2000 રૂપિયા વધીને 1,55,680 રૂપિયા ઉપર ટ્રેડિંગ કરી રહ્યો હતો.





