Gold Silver Rate Today : સોનામાં ₹ 3000 અને ચાંદીમાં ₹ 6500નો ઝડપી ઉછાળો, જાણો બુલિયન બજારમાં કેમ તેજી આવી

Gold Silver Price Today : સોના ચાંદીના ભાવમાં ફરી ઝડપી ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બુલિયન બજાર સાથે એમસીએક્સ ગોલ્ડ સિલ્વર વાયદામાં પણ તેજી આવી છે. ચાલો જાણીયે સોના ચાંદીના ભાવ વધવા પાછળના કારણ

Written by Ajay Saroya
November 13, 2025 17:07 IST
Gold Silver Rate Today : સોનામાં ₹ 3000 અને ચાંદીમાં ₹ 6500નો ઝડપી ઉછાળો, જાણો બુલિયન બજારમાં કેમ તેજી આવી
Gold Silver Price : સોના ચાંદીના ભાવ વધ્યા છે. (Photo: Canva)

Gold Silver Price Today In Ahmedabad Gujarat : સોના ચાંદીના ભાવમાં ફરી તીવ્ર ઉછાળો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સતત ઘટી રહેલા સોના ચાંદીના ભાવમાં એકાએક વધારાથી રોકાણકારો પણ સ્તબ્ધ છે. આજે સોનામાં 3000 રૂપિયા અને ચાંદીમાં 6500 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લગ્નસરાની સીઝનમાં સોના ચાંદીના ભાવ વધતા સામાન્ય વ્યક્તિને મુશ્કેલી પડી રહી છે. ચાલો જાણીયે સોના ચાંદીના ભાવ વધવા પાછળના કારણ

સોનું ફરી 1,31,000 થયું

અમદાવાદમાં આજે સોનાના ભાવ 3000 રૂપિયા ઉછળ્યા છે અને 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,31,000 રૂપિયા થયો છે. આગલા દિવસે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાનો ભાવ 1,28,000 રૂપિયા હતો. તેવી જ રીતે 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો ભાવ 1,27,700 રૂપિયાથી 3000 રૂપિયા વધીને 1,30,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 1,28,380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદીમાં ₹ 6500 ઉછાળો

ચાંદી પણ ફરી મોંઘી થઇ છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીના ભાવ 6500 રૂપિયા ઉછળ્યા હતા. આથી 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 1,66,000 રૂપિયા થઇ હતી, જે આગલા દિવસ 1,59,500 રૂપિયા હતી. તો રૂપું ચાંદીની કિંમત પણ 1,59,200 રૂપિયાથી 6600 રૂપિયા વધીને 1,65,800 રૂપિયા થઇ છે.

ડોલરમાં નબળાઇથી સોના ચાંદી ફરી ઉછળ્યા

યુએસ ડોલરમાં નબળાઇથી સોના ચાંદીના ભાવ ફરી ઉછળ્યા છે. અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું શટડાઉન આખરે સમાપ્ત થયું છે. અમેરિકાના નીતિ ઘડવૈયાઓએ હંગામી ફન્ડિંગ બિલ પસાર કર્યા બાદ યુએસ ડોલર નબળો પડ્યો છે. આથી વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં તેજી આવી છે. હવે બજારની નજર શટડાઉન બાદ જાહેર થનાર અમેરિકાના આર્થિક આંકડાઓ પર રહેશે.

આ પણ વાંચો | ચાંદીના દાગીના પર મળશે સિલ્વર લોન, RBIના નિયમ જાહેર

વૈશ્વિક બજારમાં સોનું અડધો ટકો વધીને 4214 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું હતું. તો ભારતમાં બુલિયન વાયદા બજારમાં એમસીએક્સ ગોલ્ડ 900 રૂપિયાની તેજીમાં 127,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું હતું. તો એમસીએક્સ ચાંદી વાયદો 1500 રૂપિયા વધી 1,63,500 રૂપિયા ઉપર બોલાતું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ