Gold Silver Rate Today Record High: સોના ચાંદીના ભાવ સતત નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. આ વખતે દિવાળી ધનતેરસ પર સોનું ચાંદી ખરીદવા વધારે પૈસા ખર્ચવા પડશે. આજે સ્થાનિક બજારમાં સોના ચાંદીની કિંમત 500 રૂપિયા વધી છે. આ સાથે સોનું 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 1 ચાંદી ચાંદી 93000 રૂપિયા થવાની તૈયારીમાં છે. ગત દિવાળી બાદ થી સોના ચાંદીની કિંમત 20 ટકા કરતા વધુ વધી ગયી છે. ચાલો જાણીયે આજના સોના ચાંદીના ભાવ
Gold Price All Time High : સોનું 80000 નજીક
સોનામાં આગઝરતી તેજીન માહોલ છે. સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ સ્થાનિક બજારમાં સોનું 500 રૂપિયા મોંઘુ થયુ હતુ. આ સાથે અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 79800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જે સોનાનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. 99.5 શુદ્ધ સોનાની કિંમત 79600 રૂપિયા થઇ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનું 79300 અને 99.5 શુદ્ધ સોનું 79100 રૂપિયા હતું.
ચાંદી 500 રૂપિયા વધી
સોના પાછળ ચાંદીના ભાવ પણ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. આજે સ્થાનિક બજારમાં ચાંદી 500 રૂપિયા વધી હતી. આ સાથે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 92500 રૂપિયા થઇ હતી. તો રૂપુ ચાંદી એટલે કે ચાંદીના દાગીનાની કિંમત 91800 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.

તમને જણાવી દઇયે કે, 30 સપ્ટેમ્બરે સોનાની કિંમત 77800 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયા હતી. આમ માત્ર ઓક્ટોબર મહિનાના 18 દિવસમાં સોનું 2000 રૂપિયા અને ચાંદી 2500 રૂપિયા મોંઘા થયા છે.
દેશના અન્ય શહેરોની વાત કરીયે તો આજે દિલ્હીમાં સોનું 550 રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ 10 ગ્રામ સોનાની કિંમત 79900 રૂપિયા ઓલટાઇમ હાઇ થઇ છે. તો ચાંદીમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આજે 1 કિલો ચાંદીની કિંમત 93500 રૂપિયા થઇ છે.
વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. કોમેક્સ ગોલ્ડ ફ્યૂચર 0.76 ટકા વધી 2728 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયો છે. તો ચાંદી 1.70 ટકા ઉછળીને 32.32 ડોલર પ્રતિ ટ્રોય ઔંસન ટોપે પહોંચી છે.
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
સોનું ચાંદી મોંઘા થવાના કારણ
- ઈઝરાયલ ઈરાન યુદ્ધ
- વૈશ્વિક આર્થિક મંદીની દહેશત
- શેરબજારમાં ઘટાડો
- યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
- ધનતેરસ, દિવાળી અને લગ્ન પ્રસંગોની તહેવાર
- સેફ હેવન ડિમાન્ડ એટલે કે સુરક્ષિત રોકાણની માંગ





