Return On Investment Gold Silver : સોનું ચાંદી ઐતિહાસિક તેજીમાં સતત નવા શિખરે પહોંચી રહ્યા છે. વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવ દરરોજ નવો રેકોર્ડ નબાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 300 રૂપિયા વધ્યું હતું. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો પ્રતિ 10 ગ્રામ 74500 રૂપિયા થયો છે. જે સોનાનો નવો રેકોર્ડ ભાવ છે. તો આજે ચાંદી 500 રૂપિયા વધી હતી અને 1 કિલોનો ભાવ 83000 રૂપિયા થયો છે. જે ચાંદીનો પણ ઐતિહાસિક ભાવ છે.
સોનું ખરીદવું કે ચાંદી? રોકાણકારો મૂંઝવણમાં
સોનું અને ચાંદી બંને સતત ઉંચા ભાવ બનાવી રહ્યા છે. જો તમારી પાસે 80000 રૂપિયા હોય તો તમે સોનું અને ચાંદી સરળતાથી ખરીદી શકો છો. હાલ રોકાણકારો મૂંઝવણમાં છે કે સોનું ખરીદવું કે ચાંદી?

સોનું અને ચાંદી બંને કિંમતી ધાતુ છે. વર્ષોથી સોનું ચાંદી રોકાણ માટેના ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બેન્ડ જેવા ડિજિટલ કરન્સીના જમાનામાં પણ રોકાણકારો હાજર સોનું ચાંદી ખરીદવાનું વધારે પસંદ કરે છે. જો તમારી પાસે 80000 રૂપિયા રોકડ રકમ છે, તો તમને સોનું અને ચાંદી બંને સરળતાથી ખરીદી કરી શકો છો. અત્રે સૌથી મોટી વાત એ છે કે, આટલી રકમમાં તમે 10 ગ્રામ સોનું અને 1 કિલો ચાંદી ખરીદી શકો છો.
મારી પાસે 80000 રૂપિયા છે, સોનું કે ચાંદી શેમાં રોકાણ કરવાથી વધુ રિટર્ન મળશે?
10 ગ્રામ સોના અને 1 કિલો ચાંદી વચ્ચે હાલ 9500 રૂપિયાનો ભાવ તફાવત છે. 80000 રૂપિયા હશે તો તો તમે સરળતાથી બંને કિંમતી ધાતુ ખરીદી શકો છો. જો રિટર્નની વાત કરીયે તો હાલ સોનું કરતા ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે.

હાલ અમદાવાદના ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 74500 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 83000 રૂપિયા છે. જ્યારે 30 માર્ચ, 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 70500 રૂપિયા અને ચાંદીની કિંમત 76000 રૂપિયા હતી. આમ છેલ્લા 12 દિવસમાં સોનું 4000 રૂપિયા અને ચાંદી 8000 રૂપિયા મોંઘી થઇ છે. આમ ટકાવારીની રીત સોનામાં 5.67 ટકા અને ચાંદીમાં 9.21 ટકા રિટર્ન મળ્યું છે.
| વિગત | સોનું વધારો | સોનું રિટર્ન | ચાંદી વધારો | ચાંદી રિટર્ન |
|---|---|---|---|---|
| એપ્રિલ 2024 | 4000 | 5.67 ટકા | 7000 | 9.21 ટકા |
| 2024માં રિટર્ન | 9200 | 14.08 ટકા | 9000 | 12.16 ટકા |
| દિવાળી બાદ રિટર્ન | 11800 | 18.81 ટકા | 10500 | 14.48 ટકા |
સોનું – ચાંદી ના ભાવ દિવાળી બાદથી સતત વધી રહ્યા છે. જો કેલેન્ડર વર્ષ 2024ની વાત કરીયે તો પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 9200 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 9000 રૂપિયા વધી છે. ટકાવારીની રીતે સોનું 14 ટકા અને ચાંદી 12 ટકા મોંઘા થયા છે. 31 ડિસેમ્બર 2023ના રોજ સ્થાનિક બજારમાં સોનું 65300 રૂપિયા અને ચાંદી 74000 રૂપિયા હતા.
તેવી જ રીતે દિવાળી બાદ રોકાણકારોને ચાંદી કરતા સોનામાં વધારે રિટર્ન મળ્યું છે. 10 નવેમ્બર 2023ના રોજ સોનું 62700 રૂપિયા અને ચાંદી 72500 રૂપિયા હતા. આમ દિવાળી બાદથી અત્યાર સુધીમાં સોનું 11800 રૂપિયા અને ચાંદી 10500 રૂપિયા મોંઘા થયા છે. ટકાવારીની રીતે ચાંદીના 14.5 ટકાની સામે સોનામાં 18.9 ટકા આકર્ષક વળતર મળ્યું છે.
આ પણ વાંચો | ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો
આમ આંકડાઓના વિષ્લેષ્ણથી સ્પષ્ટ થાય છે કે, રોકાણ અને રિટર્નના મામલે ચાંદી કરતા સોનું વધારે આકર્ષક છે. ચાંદીની તુલનાએ સોનામાં વધારે રિટર્ન મળે છે.





