Gold Silver Rate Today In Ahmedabad: સોનું ચાંદી ફરી મોંઘા થયા છે. લગ્ન સીઝન શરૂ થતા જ સોના ચાંદીના દાગીનાની ખરીદી વધી છે. ઉપરાંત વૈશ્વિક બજારની અસરે પણ કિંમતી ધાતુના ભાવ વધી રહ્યા છે. એક જ દિવસમાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા અને ચાંદી 2000 રૂપિયા મોંઘા થયા છે. જાણો આજના સોના ચાંદીના ભાવ
સોનું ફરી 80000 રૂપિયા
સોનું ફરી મોંઘુ થયું છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ 99.9 શુદ્ધ સોનાની કિંમત 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો 99.5 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 79800 રૂપિયા હતો. હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 78400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો. તમને જણાવી દઇયે આઘલા દિવસે સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 79500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદી 2000 રૂપિયા ઉછળી
ચાંદીમાં 2000 રૂપિયાનો ઝડપી ઉછાળો આવ્યો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 93000 રૂપિયા થઇ હતી. તો ચાંદી રૂપુની કિંમત 92800 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. આગલા દિવસે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 91000 રૂપિયા હતો. તમને જણાવી દઇયે કે દિવાળી પહેલા ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. આમ સર્વોચ્ચ સપાટીથી ચાંદીના ભાવ 7000 રૂપિયા ઘટી ગયા છે.
લગ્ન સીઝન શરૂ થતા સોનું ચાંદી મોંઘા થયા
આગામી સપ્તાહથી લગ્ન સીઝન શરૂ થઇ રહી છે. ભારતમાં લગ્ન પ્રસંગ ઉપરાંત ખાસ તહેવારો પર સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. હાલ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે, પરિણામ લોકો પોતાના બજેટ અનુસાર સોનું ચાંદી ખરીદી રહ્યા છે.





