Gold Silver Price Today All Time high: સોના ચાંદીના ભાવ ફરી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં તેજી સાથે ઘરઆંગણે એમસીએક્સ ગોલ્ડ સિલ્વર વાયદામાં ઉછાળાથી કિંમતી ધાતુના ભાવ ઉછળ્યા છે. છેલ્લા એક વર્ષમાં સોના ચાંદીના ભાવ 39 ટકા જેટલા વધ્યા છે. એમસીએક્સ પર સોનાનો ભાવ ઉછળીને 1 લાખ રૂપિયાની સપાટીને ક્રોસ કરી ગયા છે. તો ચાંદી વાયદો 1.16 લાખ રૂપિયા ઉપર બોલાઇ રહ્યો છે.
સોનું 1000 રૂપિયા ઉછળ્યું
સોનું 1000 રૂપિયા ઉછળી નવી ઉંચાઇએ પહોંચ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,03,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. જ્યારે ગઇકાલે સોનાનો ભાવ 1,02,500 રૂપિયા હતો. તેવી જ રીતે 99.5 શુદ્ધ સોનું 10 ગ્રામનો ભાવ 1,03,200 રૂપિયા થયો છે. હોલમાર્ક સોનાનો ભાવ 1,01,430 પ્રતિ 10 ગ્રામ થયો છે. એમસીએક્સ પર સોનાનો વાયદો ભાવ 1 લાખ રૂપિયા વટાવી ગયા છે.
વૈશ્વિક બજારમાં સોનું નજીવું ઘટી 3422.87 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું છે. તો વૈશ્વિક હાજર ચાંદી 0.26 ટકા વધીને 39.39 ડોલર પ્રત ટ્રોય ઔંસ થઇ છે, જે છેલ્લા 9 વર્ષો સૌથી ઉંચો ભાવ છે.
ચાંદી 2500 રૂપિયા મોંઘી થઇ
સોના જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 2500 રૂપિયા મોંઘી થઇ છે. 1 કિલો ચાંદી ચોરસાનો 1,17,500 રૂપિયા થયો છે, જે ગઇકાલે 1,15,000 રૂપિયા હતો. તો ચાંદી રૂપુનો ભાવ 1,17,300ર રૂપિયા પ્રતિ 1 કિલો થયો છે.
સોના ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?
સોના ચાંદીના ભાવ છેલ્લા બે વર્ષથી સતત વધી રહ્યા છે. ઈઝરાયલ ઇરાન યુદ્ધ, રશિયા યુક્રેન યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ, આર્થિક મંદીની આશંકા અને વૈશ્વિક મોરચે આર્થિક અનિશ્ચિતતાથી રોકાણકારો સેફ હેવન ગણાતા સોના ચાંદીમાં વધારે રોકાણ કરી રહ્યા છે. પરિણામ સોના ચાંદીના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે.





