Gold Silver Rate Today: સોનું સતત ઐતિહાસિક ટોચ બનાવી રહ્યું છે. સોના પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. વૈશ્વિક બુલિયન બજારમાં આગ ઝરતી તેજીથી ભારતમાં સોના ચાંદીના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચી રહ્યા છે. ગુજરાતમાં સોનાના ભાવ 91000 રૂપિયાની નજીક પહોંચ્યા છે. તો ચાંદી પણ 1 લાખ રૂપિયા થવાની તૈયારીમાં છે. જાણો અમદાવાદમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવ
સોનું 91000 રૂપિયા નજીક
સોનાના ભાવ સતત વધીને ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 100 રૂપિયા વધ્યું હતું. આ સાથે 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 90800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તો 99.5 શુદદ્ધ 22 કેરેટ સોનાની કિંમત 90500 રૂપિયા થઇ છે.
ચાંદી 1 લાખ રૂપિયા નજીક
સોના પાછળ ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે 1 કિલો ચાંદીની કિંમત 99000 રૂપિયા સ્થિર રહી હતી. માર્ચ મહિનામાં 1 કિલો ચાંદીની કિંમત 5000 રૂપિયા વધી ગઇ છે. 28 ફેબ્રુઆરી 2025ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 94000 રૂપિયા હતી. તમને જણાવી દઇયે કે, ઓક્ટોબર 2024માં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયાને કુદાવી ગઇ હતી.
માર્ચમાં સોનું 2800 રૂપિયા મોંઘુ થયું
વૈશ્વિક બુલિયન બજારમાં સોનામાં આગ ઝરતી તેજી છે. જેના પગલે ભારતમાં પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 3000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ રેકોર્ડ હાઇ થયું છે. ભારતના ઘણા શહેરોમાં સોનાનો ભાવ 91000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. સ્થાનિક બજારની વાત કરીયે તો માર્ચ મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમત 2800 રૂપિયા વધી છે.
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત 1048 વધી 87891 રૂપિયા થઇ છે. તો ચાંદીની કિંમત 1363 રૂપિયા વધીને 99685 રૂપિયા પ્રતિ કિલો થઇ છે.





