Gold Silver Rete Record High: સોનું ચાંદીના ભાવ વધતા દિવાળી ધનતેરસ પર ખરીદવું મુશ્કેલી બની ગયું છે. છેલ્લા ઘણા દિવસથી સોના ચાંદીના ભાવ સતત વધીને દરરોજ નવી ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. હવે ગમે ત્યારે ચાંદી 1 લાખ રૂપિયાનો ભાવ દેખાડી શકે છે. તો સોનું 81000 રૂપિયા થઇ શકે છે. તમને જણાવી દઇયે કે, ઓક્ટોબર 2023 પછી બાદથી સોનાના ભાવ 37 ટકા ઉછળ્યા અને છેલ્લા 2 વર્ષમાં 64 ટકા વધી ગયા છે.
Gold Price Record High : સોનું સર્વોચ્ચ શિખરે, ભાવ 81000 રૂપિયા નજીક
સોનામાં આગઝરતી તેજીનો માહોલ છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોમવારે સોનાનો ભાવ 400 રૂપિયા વધ્યો હતો. 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 80700 રૂપિયા થઇ હતી, જે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 80500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 79085 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

Silver Price All Time High : ચાંદી 1500 રૂપિયા ઉછળી
સોના જેમ ચાંદીના ભાવ પણ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોમવારે ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 97000 રૂપિયા થઇ હતી, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ચાંદી રૂપુ એટલે કે ચાંદીના દાગીનાનો ભાવ 96800 રૂપિયા પ્રતિ 1 કિલો હતો.
દિલ્હીમાં આજે સોનાનો ભાવ 78150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 97220 રૂપિયા પ્રતિ 1 કિલો હતો. મુંબઇમાં સોનું 78150 રૂપિયા અને ચાંદી 97510 રૂપિયા બોલાતી હતી.
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
સોનું 1 વર્ષમાં 37 ટકા મોંઘુ થયું
સોનું ચાંદી દાગીના ઉપરાંત રોકાણ માટે પણ લોકપ્રિય છે. તમને જણાવી દઇયે કે, ઓક્ટોબર 2023 પછી બાદથી સોનાના ભાવ 37 ટકા ઉછળ્યા અને છેલ્લા 2 વર્ષમાં 64 ટકા વધી ગયા છે. ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક મંદીના દહેશત વચ્ચે સોના ચાંદીના ભાવ સતત નવી ઉંચી સપાટીએ પહોચી રહ્યા છે.





