Gold Price All Time High, Silver Rates Jumps : જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. સોનાના ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચ્યા છે, તો સોનાની પાછળ ચાંદીના ભાવ પણ ઉછળ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં એક જ દિવસમાં 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. તો ચાંદી પણ 500 રૂપિયા મોંઘી થઇ હતી. ધનતેસર અને દિવાળીના તહેવારો તેમજ લગ્નસરાની સિઝન પહેલા સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકોને મુશ્કેલી પડશે. જાણો તમારા શહેરના સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ અને કેમ ભાવ વધવા પાછળના કારણો
સોનું ઐતિહાસિક ટોચે, 10 ગ્રામનો ભાવ 62,800 રૂપિયા (Gold Price Record High)
સોનાના ભાવ નવા ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે. અમદાવાદા ઝવેરી બજારમાં શુક્રવાર, 20 ઓક્ટોબર 2023ના રોજ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 1000 રૂપિયા ઉછળ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાના 10 ગ્રામના ભાવ 62,800 રૂપિયા થયો હતો. જ્યારે તેના અગાલા દિવસે સોનાના ભાવ 61,800 રૂપિયા હતો. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 62,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.
સોનાનો 62,800 રૂપિયાનો ભાવ ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. આ અગાઉ 13 એપ્રિલ, 2023ના રોજ સ્થાનિક બજારમાં સોનું 62,600 રૂપિયાના ભાવે ઓલટાઇમ હાઇ થયુ હતુ.

સોનાની પાછળ ચાંદીમાં તેજી (Gold Silver Price Today)
સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવ પણ ઉછળ્યા છે. સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ 500 રૂપિયા વધ્યા અને 1 કિગ્રાનો ભાવ 63,000 રૂપિયા હતો, જે છેલ્લા ચાર મહિનાનો સૌથી ઉંચો ભાવ છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ સોના-ચાંદીમાં જબરદસ્ત ઉછાળો (Gold Silver Price Jumps After Israel Hamas War)

ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદથી સોના-ચાંદીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પેલેસ્ટાઇનના આતંકવાદી સગંઠન હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલના ગાઝા પટ્ટી પર રોકેટ મિસાઈલથી એકેટ કર્યો હતો. ત્યારબાદથી સોના-ચાંદીના ભાવમાં સતત વધી રહ્યા છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધની અગાઉના દિવસ એટલે કે 6 ઓક્ટોબર, 2023ના રોજ સ્થાનિક ઝવેરી બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58800 રૂપિયા અને 1 કિલો ચાંદીની કિંમત 69500 રૂપિયા હતી. તો 20 ઓક્ટોબર, 2023ના રોજ સોનાના ભાવ વધીને 62800 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. તો ચાંદી ઉછળીને 63000 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ છે. આમ ઈઝરાયલ-હમાસ યુદ્ધ બાદ 10 ગ્રામ સોનું 4000 રૂપિયા અને ચાંદી 3500 રૂપિયા મોંઘા થયા છે.
આ પણ વાંચો | RBI એ ગોલ્ડ લોનની લિમિટ બમણી કરી; બુલેટ રિપેમેન્ટ સ્કીમ શું છે? બેંકો કેટલા લાખની ગોલ્ડ લોન આપી શકશે? જાણો નિયમ
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ચાર મહિનાના ઉંચા શિખરે (Gold Silver Price 4 Month High)
ઈઝરાયલ-હમાસ યુદ્ધથી વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ચાર મહિનાની ઉંચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યા છે. આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ 1980 ડોલર પ્રતિ ટ્રોસ બોલાયો હતો અને હવે ગમે ત્યારે 2000 ડોલરની સપાટીને વટાવી જશે તેવી અપેક્ષા છે. તો ચાંદી 23.20 ડોલર પ્રતિ ટ્રોય બોલાઇ હતી. પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવથી આગામી દિવસોમાં સેફ હેવન ગણાતા સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ રહેવાની સંભાવના છે.





