Gold Silver Rate News Today: સોના ચાંદી સસ્તા થયા છે. લગ્નસરા સીઝન દરમિયાન સોનાના ભાવો એક સપ્તાહની નીચી સપાટીએ બોલાઇ રહ્યો છે. તો ચાંદી 1 લાખ રૂપિયાના ઐતિહાસિક ઉંચા ભાવથી 10 હજાર રૂપિયા સસ્તી મળી રહી છે. આમ જોવા જઇયે તો દિવાળી વખતે જોવા મળેલા ઓલટાઇમ હાઇ લેવલથી સોનું અને ચાંદીની કિંમત ઘણી ઘટી ગઇ છે.
સોનું 1200 રૂપિયા ઘટી 1 સપ્તાહના નીચા લેવલ પર
સોનાની કિંમતમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. મંગળવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 1200 રૂપિયા ઘટી હતી. આ સાથે 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત 78300 રૂપિયા થઇ હતી. જે 20 નવેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 78100 રૂપિયા થઇ હતી. તો હોલમાર્ક સોનાનો 10 ગ્રામનો ભાવ 76735 રૂપિયા બોલાયો હતો.
ચાંદી ઐતિહાસિક ટોચથી 10000 રૂપિયા સસ્તી
ચાંદી ઐતિહાસિક ઉંચા ભાવથી 10000 રૂપિયા ઓછી કિંમતે ખરીદવાની તક છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 90000 રૂપિયા અને ચાંદી રૂપુની કિંમત 89800 રૂપિયા બોલાઇ હતી. તમને જણાવી દઇયે કે, ચાંદી વખતે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 1 કિલોની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. જો કે રેકોર્ડ હાઇ ભાવે માંગ ઘટવાથી ચાંદી અને સોનું બંનેની કિંમત ઘટી છે.
વાયદા બજારમાં સોનું ચાંદીની કિંમત વધી
વાયદા બજારમાં બુધવારે સોના ચાંદીના ભાવ વધ્યા હતા. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ વાયદો 460 રૂપિયા વધીને 75677 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો છે. તો ચાંદીનો ડિસેમ્બર વાયદો 345 રૂપિયા વધ્યો હતો અને 88595 રૂપિયા પ્રતિ 1 કિલો બોલાઇ રહી હતી. દિલ્હીમાં સોનાનો ભાવ 77380 રૂપિયા અને મુંબઇમાં 77230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાતો હતો.





