Gold Silver Rate All Time High: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. આ વખતે ધનતેરસ દિવાળી પર સોનું ચાંદી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની તૈયારી રાખજો. ઇતિહાસમાં પહેલીવાર સોનાનો ભાવ 79000 અને ચાંદી 92000 રૂપિયા બોલાયા છે. જાણો સોના ચાંદીના આજના લેટેસ્ટ ભાવ
Gold Price All Time High : સોનું રેકોર્ડ હાઇ, 10 ગ્રામનો ભાવ 79000 રૂપિયા
સોનું સતત નવી ઉંચી સપાટીએ પહોંચી રહ્યું છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 79000 રૂપિયા હતો. જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. ગઇકાલે સોનાનો ભાવ 78500 રૂપિયા હતો. 99.5 શુદ્ધ સોનાનો ભાવ 78800 રૂપિયા થયો છે.

Silver Price Today : ચાંદી 92000 રૂપિયા ઓલટાઇમ હાઇ
સોના પાછળ ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. આજે અમદાવાદમાં ચાંદી 500 રૂપિયા મોંઘી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 92000 રૂપિયા હતી. તો ચાંદીના દાગીનાની કિંમત 91800 રૂપિયા હતી. ગઇકાલે ચાંદી ચોરસાની કિંમત 91500 રૂપિયા હતી.
માત્ર 15 દિવસમાં સોનું ચાંદી આટલા મોંઘા થયા
વૈશ્વિક બજારમાં ઉછાળો અને ઘરઆંગણે સીઝનલ ખરીદીથી સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનું 79000 રૂપિયા અને ચાંદી 92000 રૂપિયા થયા હતા. જ્યારે 30 સપ્ટેમ્બરે સોનાની કિંમત 77800 રૂપિયા અને ચાંદી 90000 રૂપિયા હતી. આમ માત્ર ઓક્ટોબર મહિનાના 15 દિવસમાં સોનું 1200 રૂપિયા અને ચાંદી 2000 રૂપિયા મોંઘા થયા છે.
આ પણ વાંચો | દિવાળીમાં સોનું ખરીદતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખો, નહીં થાય નુકસાન
સોનું ચાંદી મોંઘા થવાના કારણ
- ઈઝરાયલ ઈરાન યુદ્ધ
- વૈશ્વિક આર્થિક મંદીની દહેશત
- શેરબજારમાં ઘટાડો
- યુએસ ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ધોવાણ
- ધનતેરસ, દિવાળી અને લગ્ન પ્રસંગોની તહેવાર
- સેફ હેવન ડિમાન્ડ એટલે કે સુરક્ષિત રોકાણની માંગ





