google earthquake alert : ભૂકંપની અગાઉથી જ ચેતવણી આપશે ગૂગલ એલર્ટ સિસ્ટમ, ભારતમાં આ યુઝર્સ માટે લોન્ચ

google earthquake alert : એન્ડ્રોઇડ (Android) અર્થક્વેક એલર્ટ સિસ્ટમ (Systems) વિશ્વના ઘણા દેશોમાં પહેલાથી જ લાગુ છે અને ભૂકંપ પહેલા એલર્ટ આપવામાં યુઝર્સની મદદ કરી રહી છે. પરંતુ હવે ગૂગલે આ સિસ્ટમ ભારતમાં લોન્ચ કરી છે. અને આ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) સાથે ભાગીદારી કરી છે.

Written by Kiran Mehta
September 27, 2023 18:53 IST
google earthquake alert : ભૂકંપની અગાઉથી જ ચેતવણી આપશે ગૂગલ એલર્ટ સિસ્ટમ, ભારતમાં આ યુઝર્સ માટે લોન્ચ
ગૂગલ ભૂકંપ એલર્ટ સિસ્ટમ એન્ડ્રોઈડ - ભારત

google earthquake alert android : ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી એલર્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. ગૂગલે એક નવી સિસ્ટમ લોન્ચ કરી છે, જે એન્ડ્રોઇડ યુઝર્સને ભૂકંપ વિશે એલર્ટ કરશે. ગૂગલની આ સિસ્ટમ ભૂકંપને ઓળખવા માટે યુઝરના ફોનમાં ઉપલબ્ધ એક્સીલેરોમીટરનો ઉપયોગ કરે છે અને આગોતરી ચેતવણી આપે છે.

તમને જણાવી દઈએ કે, એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ વિશ્વના ઘણા દેશોમાં પહેલાથી જ લાગુ છે અને ભૂકંપ પહેલા એલર્ટ આપવામાં યુઝર્સની મદદ કરી રહી છે. પરંતુ હવે ગૂગલે આ સિસ્ટમ ભારતમાં લોન્ચ કરી છે. અને આ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) સાથે ભાગીદારી કરી છે.

ગૂગલની નવી ચેતવણી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

ગૂગલનું કહેવું છે કે, નવી સિસ્ટમ તમારા ફોનને મિની ભૂકંપ ડિટેક્ટરમાં ફેરવી દેશે. અને સિસ્મોગ્રાફ તરીકે એક્સેલરોમીટરનો ઉપયોગ કરે છે. જ્યારે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો હોય અને હલતો ન હોય ત્યારે પણ તે ભૂકંપને શોધી શકે છે. જો એક જ સમયે ઘણા ફોન ધ્રુજવા લાગે છે, તો Google નું સર્વર જાણી શકે છે કે, ભૂકંપ આવી રહ્યો છે. આ સિવાય ભૂકંપ કેટલો જોરદાર છે અને ક્યાં વધારે આવશે તેની માહિતી પણ ગૂગલની એલર્ટ સિસ્ટમ પરથી મળી રહે છે.

આ પછી, ગૂગલનું સર્વર આસપાસના વિસ્તારમાં હાજર અન્ય ફોનને એલર્ટ મોકલે છે. ભૂકંપની તીવ્રતાના આધારે, ચેતવણીઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે.

પહેલું છે – ‘બી અવેર એલર્ટ’, જેનો અર્થ છે કે, તે 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ દરમિયાન MMI 3 અને 4નો અનુભવ કરતા યુઝર્સને મોકલવામાં આવે છે.બીજું છે – ‘ટેક એક્શન એલર્ટ’, આ ચેતવણી એવા યુઝર્સને મોકલવામાં આવી રહી છે, જેઓ 4.5 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે MMI 5+ ધ્રુજારી અનુભવે છે.

તમને જણાવી દઈએ કે, મજબૂત ભૂકંપ ‘ડૂ નોટ ડિસ્ટર્બ’ સેટિંગને બાયપાસ કરીને સ્ક્રીન ચાલુ કરે છે અને જોરથી અવાજ કરે છે. આ ચેતવણીની સાથે, તે યુઝર્સ દ્વારા તેમની સલામતી માટે લેવાતી કાર્યવાહીનું પણ સૂચન કરે છે, જેમ કે ટેબલની નીચે છુપાઈને પોતાને બચાવવા વગેરે.

ગૂગલનું કહેવું છે કે, તે Google સર્ચ અને મેપ્સ પર પૂર અને ચક્રવાત જેવી અન્ય કુદરતી આફતો વિશે જરૂરી માહિતી આપવા માટે NDMA સાથે કામ કરી રહ્યું છે.

Android ભૂકંપ એલર્ટ કેવી રીતે ચાલુ કરવું

ગૂગલની આ એલર્ટ સિસ્ટમ આવતા સપ્તાહથી દેશભરના એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે, જેઓ એન્ડ્રોઇડ 5 અને તેનાથી ઉપરના વર્ઝનવાળા ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે.

ચેતવણીઓ પ્રાપ્ત કરવા માટે, યુઝર્સ પાસે ફોન પર સક્રિય ઇન્ટરનેટ કનેક્શન અને સ્થાન સેટિંગ્સ હોવી આવશ્યક છે. આ ઉપરાંત, તમારે ભૂકંપ એલર્ટ સેટિંગ્સ પણ ચાલુ કરવી પડશે.

ભૂકંપ ચેતવણી સેટિંગ્સ કેવી રીતે ચાલુ કરવી – સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ – સેફ્ટી અને ઈમરજન્સી પર ટેપ કરો અને પછી ભૂકંપ એલર્ટ પર જાઓ. – જો તમને સેફ્ટી એન્ડ ઈમરજન્સી વિકલ્પ દેખાતો નથી, તો લોકેશન પર ટેપ કરો અને પછી એડવાન્સ સેટીંગ્સ પર જાઓ અને ભૂકંપ ચેતવણીઓ પર જાઓ. – હવે તમારી જરૂરિયાત મુજબ ધરતીકંપની ચેતવણીઓ ચાલુ અથવા બંધ કરો.

ગૂગલ કહે છે કે, આ ચેતવણીઓ વાંચવા અને અનુસરવામાં સરળ છે. તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને Android સપોર્ટ કરે છે. આ સિસ્ટમ સ્થાનિક ભૂકંપ સંબંધિત માહિતી પણ પૂરી પાડે છે.

સ્ત્રોત

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ