Google Released Gemini 3 Flash : ગૂગલ જેમિની 3 ફ્લેશ નવું વર્ઝન લોન્ચ થયું છે, જે Googleનું અત્યાર સુધીનું સૌથી એઆઈ મોડલ છે. આ મોડલ વધુ સારા તર્ક અને મલ્ટિમોડલ ફીચર્સ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે વિલંબ અને ખર્ચમાં ઘણી હદ સુધી ઘટાડો થયો છે.
આ નવું મોડેલ મોટા અને એડવાન્સ એઆઈ મોડેલ ઊંડા તર્ક સાથે ગતિ અને કાર્યક્ષમતા પ્રદાન કરે છે. તે કોડિંગ ટાસ્ક, એજન્ટ આધારિત વર્કફ્લો અને જટિલ એનાલિટિક્સ જેવા રિયલ ટાઇમ એપ્લિકેશન્સમાં ઉપયોગ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે. ગૂગલ દાવો કરે છે કે આ મોડેલ સ્પર્ધાત્મક પ્રદર્શન બેંચમાર્ક પ્રાપ્ત કરે છે, પ્રક્રિયાઓ તેના જૂના મોડેલો કરતા વધુ ઝડપથી કાર્ય કરે છે, અને તે પણ ટોકન દીઠ ખૂબ ઓછી કિંમતે.
કંપનીએ એક બ્લોગમાં જણાવ્યું હતું કે, “જેમિની 3 સાથે, અમે જટિલ તર્ક, મલ્ટિમોડલ અને વિઝન અંડરસ્ટેન્ડિંગ, તેમજ એજન્ટિક અને વાઇબ કોડિંગમાં હાઇ લેવલ પર્ફોર્મન્સ રજૂ કર્યું છે.” જેમિની 3 ફ્લેશ આ મજબૂત પાયો જાળવી રાખે છે અને ઝડપી સ્પીડ, વધુ સારી કાર્યક્ષમતા અને ફ્લેશ જેવા નીચા ખર્ચ સાથે જેમિની 3 ના પ્રો લેવલ તર્કને જોડે છે. તે સુધારેલી તર્ક ક્ષમતા સાથે રોજિંદા કાર્યોને સરળ બનાવે છે, પરંતુ આજની તારીખમાં એજન્ટિક વર્કફ્લો માટે અમારું સૌથી પ્રભાવશાળી મોડેલ પણ છે. ”
જેમિની 3 ફ્લેશ મલ્ટિમોડલ ઇનપુટ ધરાવે છે, જે તેને ટેક્સ્ટ, ઇમેજ, ઑડિયો અને વીડિયો પ્રોમ્પ્ટ્સ પર ઝડપથી રીઝનિંગ કરી શકે છે. ટેક જાયન્ટે કહ્યું છે કે, આ મોડેલ રિયલ ટાઇમ વીડિયો એનાલિસિસ, વિઝ્યુઅલ પ્રશ્નોના જવાબ અને મોટા પાયે ઓટોમેટિક ડેટા એક્સટ્રેક્શન જેવા ઝડપી અને ઇન્ટરેક્ટિવ અનુભવો પ્રદાન કરવામાં સક્ષમ છે.
જ્યારે પર્ફોર્મન્સની વાત આવે છે, ત્યારે જેમિની 3 ફ્લેશ બતાવે છે કે ઝડપી એઆઈ મોડેલોને ગતિ માટે બુદ્ધિ ઘટાડવાની જરૂર નથી. ગૂગલના જણાવ્યા અનુસાર, આ મોડેલ ફ્રન્ટિયર લેવલ રિઝનિંગ અને નોલેજ પરફોર્મન્સ આપે છે. કોઈ પણ સાધન વિના, તેણે GPQA Diamond પર 90.4 ટકા અને Humanity’s Last Exam માં 33.7 ટકા સ્કોર કર્યો છે. આ પરિણામોના આધારે, આ મોડેલ ઘણા મોટા ફ્રન્ટિયર મોડલ્સની સમકક્ષ છે અને ઘણા બેંચમાર્કમાં જેમિની 2.5 પ્રોને વટાવી જાય છે.
મલ્ટિમોડલ રિઝનિંગની વાત કરીયે તો, Gemini 3 Flash એ MMMU Pro પર 81.2 ટકા સ્કોર સાથે અત્યાધુનિક (સ્ટેટ ઓફ ધ આર્ટ) પ્રદર્શન દર્શાવ્યું છે, જે Gemini 3 Pro જેવું જ છે.
તેની ક્ષમતાઓ ઉપરાંત, આ નવું મોડલ વધુ સારી કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. કાર્યની જટિલતા અનુસાર, આ મોડેલ પોતે જ નક્કી કરે છે કે તેણે કેટલું “વિચારવું” છે. રોજિંદા ઉપયોગ માટે હળવા રહેતી વખતે મુશ્કેલ કાર્યો પર સખત મહેનત કરે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, તે સામાન્ય વર્કલોડમાં Gemini 2.5 Pro કરતા સરેરાશ 30 ટકા ઓછા ટોકન્સનો ઉપયોગ કરે છે. એટલે કે આ મોડલ પર્ફોર્મન્સ અને કોસ્ટની દ્રષ્ટિએ ઘણું સારું છે.
સ્પીડ આ મોડેલની સૌથી મોટી વિશેષતા છે. Flash ના વારસાના આધારે, આ મોડેલ થર્ડ પાર્ટી બેન્ચમાર્ક અનુસાર જેમિની 2.5 પ્રો કરતા ત્રણ ગણું ઝડપી હોવાનું કહેવાય છે. તે વધુ સારું પ્રદર્શન પણ આપે છે.
તેની કિંમત પણ તેની કાર્યક્ષમતા દર્શાવે છે. ઇનપુટ ટોકનની કિંમત 1 મિલિયન પર $ 0.50 છે અને આઉટપુટ ટોકનની કિંમત 1 મિલિયન પર 3 ડોલર છે. તેનાથી Gemini 3 Flash ડેવલપર્સ અને એન્ટરપ્રાઇસ માટે એક હાઇ પર્ફોર્મન્સ અને સસ્તું વિકલ્પ બનાવે છે.
આ મોડેલને હાલમાં ગૂગલ સર્ચમાં Gemini App અને એઆઈ મોડમાં ડિફોલ્ટ એન્જિન તરીકે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. અને વપરાશકર્તાઓને કોઈ વધારાના ચાર્જ વિના નેક્સ્ટ-જનરેશન એઆઈ રિસ્પોન્સ ઓફર કરે છે. આ દરમિયાન, ડેવલપર્સ અને એન્ટરપ્રાઇઝ યુઝર્સ Gemini 3 Flash ને Gemini API મારફતે Google AI Studio, Vertex AI, Gemini CLI, Android Studio જેવા પ્લેટફોર્મ પર એક્સેસ કરી શકે છે.





