Google Lens : ગૂગલ લેન્સમાં સર્ચ કરલે ઇમેજ ઑટોમેટિક થશે સેવ, જાણો નવા ફીચર્સ વિષે

Google Lens : અત્યાર સુધી ગુગલ લેન્સ એપ્લિકેશનમાં શટર બટન તમે તમારા ડિવાઇસ પર જે ઇમેજ લો છો તે સ્ટોર કરતું નથી, તેના એનાલિસિસ માટે ગુગલને સેન્ડ કરવામાં આવતું, ત્યારબાદ તે અદૃશ્ય થઇ જતું.

Google Lens : અત્યાર સુધી ગુગલ લેન્સ એપ્લિકેશનમાં શટર બટન તમે તમારા ડિવાઇસ પર જે ઇમેજ લો છો તે સ્ટોર કરતું નથી, તેના એનાલિસિસ માટે ગુગલને સેન્ડ કરવામાં આવતું, ત્યારબાદ તે અદૃશ્ય થઇ જતું.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
google lens new features save image search history technology news in gujarati

google lens new features : ગૂગલ લેન્સ સેવ ઇમેજ સર્ચ હિસ્ટ્રી ટેકનોલોજી ન્યૂઝ (Photo : Google)

Google Lens : ગુગલ લેન્સ (Google Lens) એ ગુગલ દ્વારા વિકસાવવામાં આવેલી ઇમેજ રેકગ્નિશન ટેક્નૉલૉજી છે, જે ઑબ્જેક્ટ્સ સંબંધિત માહિતી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે જે ન્યુરલ નેટવર્ક પર આધારિત વિઝ્યુઅલ એનાલિસીસનો ઉપયોગ કરીને ઇમેજને ઓળખે છે.

Advertisment

જાણો નવા ફીચર્સ વિષે

ગુગલ લેન્સમાં એક નવી અપડેટ આવી રહી છે, તમે જે સર્ચ કે એનાલિસી કરો છો તે ઇમેજને ગુગલ લેન્સ ઓટોમેટિક સેવ કરશે જેથી તમે તેને પછીથી જોઈ શકો. હાલમાં, ગુગલ લેન્સ એપ્લિકેશનમાં શટર બટન તમે તમારા ડિવાઇસ પર જે ઇમેજ લો છો તે સ્ટોર કરતું નથી, તેના એનાલિસિસ માટે ગુગલને સેન્ડ કરવામાં આવે છે, ત્યારબાદ તે અદૃશ્ય થઈ જાય છે. આનો અર્થ એ થયો કે યુઝર્સે કેમેરા એપનો ઉપયોગ કરીને ફોટો ક્લિક કરવાનો હતો અને એપને એનાલિસિસ માટે મોકલવાનો હોય છે.

google lens new features save image search history technology news in gujarati
google lens new features : ગૂગલ લેન્સ સેવ ઇમેજ સર્ચ હિસ્ટ્રી ટેકનોલોજી ન્યૂઝ (Photo : Google)

આ પણ વાંચો: Xiaomi 14 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, માત્ર 31 મિનિટમાં 100% ચાર્જ, જાણો કિંમત અને ફીચર્સ

Advertisment

જો કે, ટેક જાયન્ટ હવે ગૂગલ લેન્સ માટે એક નવી સુવિધા રજૂ કરી રહી છે જે જ્યારે તમે Google એપ્લિકેશનમાં લેન્સ શોર્ટકટનો ઉપયોગ કરીને ઇમેજ વિશેની માહિતી સર્ચ કરો છો ત્યારે આપમેળે ઇમેજને સાચવે છે. જો કે, ગુગલ ફોટોઝ અથવા નવી સર્કલ ટુ સર્ચ સુવિધા જેવી અન્ય એપના ફોટા સાચવવામાં આવશે નહીં.

જે લોકો તેમના વિઝ્યુઅલ સર્ચ હિસ્ટ્રીને એક્સેસ કરવા માગે છે તેઓ myactivity.google.com ની મુલાકાત લઈને ગૂગલ લેન્સ પર તમામ ઈમેજીસ સર્ચ કરી શકે છે. પેજ તમને ઇમેજ ડાઉનલોડ કરવા દે છે જેથી કરીને તમે પછીથી તેનો ઉપયોગ કરી શકો. અહીં એક વાત નોંધવા જેવી છે કે આ સેટિંગ ડિફોલ્ટ રૂપે અક્ષમ છે અને યુઝર્સએ તેને મેન્યુઅલી સક્ષમ કરવું પડશે.

આ પણ વાંચો: Google : ગૂગલે કહ્યું પિક્સેલ 8 માં જેમિની નેનો સપોર્ટ થશે નહીં

આમ કરવા માટે, ઉપરોક્ત વેબપેજ પર જાઓ, 'ડેટા અને પ્રાઇવસી' પર ક્લિક કરો, 'વેબ અને એપ્લિકેશન એકટીવીટી' પર ટેપ કરો અને 'વિઝ્યુઅલ સર્ચ હિસ્ટ્રી શામેલ કરો' ટૉગલને એનેબલ કરો.

નવી કાર્યક્ષમતા હાલમાં Google સાથે રજૂ કરવામાં આવી રહી છે અને કહે છે કે તે આગામી અઠવાડિયામાં દરેક માટે એવેલબલ થશે. ટેક જાયન્ટ કહે છે કે જ્યારે તે તેમના ડિવાઇસ પર અવેલેબલ હશે ત્યારે તે યુઝર્સને પોપ-અપ સાથે નવી સુવિધા વિશે પણ સૂચિત કરશે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ