Google Maps Features : ગૂગલ મેપ્સનું નવું ફીચર્સ ટ્રાફિકમાં ફસાવવાથી બચાવશે, જાણો લાઇવ લેન ગાઇડન્સ ફીચર્સના ફાયદા

Google Maps Live Lane Features : ગૂગલ મેપ્સ તમને ટૂંક સમયમાં જણાવશે કે રોડ પર કાર ચલાવતી વખતે કઈ લેન લેવી જોઈએ, જેથી ટ્રાફિકમાં ફસાવવાથી બચી શકી.

Written by Ajay Saroya
November 06, 2025 14:59 IST
Google Maps Features : ગૂગલ મેપ્સનું નવું ફીચર્સ ટ્રાફિકમાં ફસાવવાથી બચાવશે, જાણો લાઇવ લેન ગાઇડન્સ ફીચર્સના ફાયદા
GooGle Maps Features : ગૂગલ મેપ્સ લાઈવ લેન ગાઇડન્સ નામનું નવું ફીચર્સ આવ્યું છે. (Photo: Freepik)

Google Maps Live Lane Features : ગૂગલ મેપ્સ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે, ખાસ કરીને શહેરી રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે. અત્યાર સુધી, નેવિગેશનનો હેતુ ફક્ત સાચી દિશા બતાવવાનો હતો. પરંતુ ગૂગલ મેપ્સનું આગામી અપડેટ આ મદદને એક પગલું આગળ લઈ જશે. જી હાં, ગૂગલ મેપ્સ તમને ટૂંક સમયમાં જણાવશે કે ડ્રાઇવિંગ કરતી વખતે કઈ લેન લેવી જોઈએ.

આ ફીચર્સ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી સાબિત થશે જેમને રસ્તો યાદ રાખવામાં મુશ્કેલી પડે છે અને જેઓ ઘણી વાર ખોટી લેનમાં જવાને કારણે ટ્રાફિક જામનું કારણ બની જાય છે. ‘લાઇવ લેન ગાઇડન્સ’ તરીકે ઓળખાતું આ ફીચર્સ એક એડવાન્સ ટેકનોલોજી છે જે વાહનના સંકલિત કેમેરા અને સેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રિયલ ટાઇમ અને અત્યંત સચોટ ડ્રાઇવિંગ દિશા પ્રદાન કરશે. તેનો હેતુ ખાસ કરીને ભીડભાડવાળા રસ્તાઓ અને જંકશન પર ડ્રાઇવિંગની ચોકસાઈ વધારવાનો અને ડ્રાઇવરનો તણાવ ઘટાડવાનો છે.

Google Maps લેન ડ્રાઇવિંગમાં મદદ કરશે

ગૂગલની નવી સિસ્ટમ પરંપરાગત જીપીએસ માર્ગદર્શનથી આગળ વધે છે જે મુખ્યત્વે માત્ર મેપ ડેટા પર આધાર રાખે છે. હવે એઆઈ ટેક્નોલોજીની મદદથી, ગૂગલ મેપ્સ વાહનના ફ્રન્ટ-ફેસિંગ કેમેરાથી લાઇવ વીડિયો ફીડનું વિશ્લેષણ કરશે. આ સાથે, ‘લાઇવ લેન ગાઇડન્સ’ રિયલ ટાઇમમાં રસ્તા પર ડ્રાઇવરની વાસ્તવિક સ્થિતિને ઓળખી શકશે. આ સાથે, ગૂગલ મેપ્સ ડ્રાઇવરને સચોટ અને અપ ટુ ધ મોમેન્ટ માહિતી આપી શકશે જેમ કે કઈ લેનમાં રહેવું, ક્યારે વળાંક લેવો અથવા હાઇવે પર મર્જ અથવા બહાર નીકળવું.

આ ફીચર્સ સોફ્ટવેર નેવિગેશન અને ઓટો હાર્ડવેરને એકીકૃત કરવાની દિશામાં એક મોટું પગલું છે. તેનો ઉદ્દેશ્ય ડ્રાઇવરને છેલ્લી ઘડીએ લેન બદલવાના મુશ્કેલી અને જોખમથી બચાવવાનો છે જેથી તેઓ સમયસર યોગ્ય લેનમાં હોય અને ડ્રાઇવિંગ સલામત અને તણાવમુક્ત હોય.

જો કે, હાલ આ ફીચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. અત્યારે ફક્ત મર્યાદિત યુઝર્સ જ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. એટલે કે, તે ફક્ત કેટલાક વાહન મોડલ્સ અને બજારોમાં જ ઉપલબ્ધ થશે.

ગૂગલે પુષ્ટિ કરી છે કે લાઇવ લેન ગાઇડન્સ ફક્ત એવા વાહનોમાં જ કામ કરશે જેમાં ગૂગલની ઇનબિલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ (એન્ડ્રોઇડ ઓટોમોટિવ) અને જરૂરી કેમેરા હાર્ડવેર છે. આ ફીચર્સ સ્માર્ટફોન પર ઉપલબ્ધ ગૂગલ મેપ્સ એપ્લિકેશનમાં આવશે નહીં કારણ કે તે ખાસ કરીને એવી કાર માટે રચાયેલ છે જેમાં ફ્રન્ટ કેમેરા અને સેન્સર સિસ્ટમ એકીકૃત છે.

કઈ કારને લાઇવ લેન ગાઇડન્સ ફીચર્સ મળશે?

ગૂગલના જણાવ્યા અનુસાર, પોલસ્ટાર 4 આગામી મહિનાઓમાં આ અપડેટ પ્રાપ્ત કરનારી પ્રથમ કાર હશે. આ ફીચર્સ સૌ પ્રથમ યુએસ અને સ્વીડનના યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે આગામી સમયમાં એન્ડ્રોઇડ ઓટોમોટિવ ઓએસ અને એડીએએસ (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) હાર્ડવેરથી સજ્જ અન્ય વાહનોમાં પણ લાઇવ લેન ગાઇડન્સ ફીચર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે ધીમે ધીમે આ ફીચર અન્ય પ્રીમિયમ અને ટેક-ઇન્ટિગ્રેટેડ કાર મોડલ્સ સુધી પણ પહોંચશે, જે ડ્રાઇવિંગ અનુભવને વધુ સ્માર્ટ અને સલામત બનાવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ