Google Maps Save Fuel Feature : ગૂગલ મેપ્સે આખરે ભારતમાં તેનુ નવું સેવ ફ્યુઅલ (Save Fuel) ફીચર લોન્ચ કર્યું છે. નવી ‘સેવ ફ્યુઅલ’ ફિચર દ્વારા, યુઝર્સ તેમના એન્જિન મુજબ દરેક ડેસ્ટિનેશન માટે ઇંધણનો વપરાશ માપી શકશે. તમને જણાવી દઈએ કે ‘સેવ ફ્યુઅલ’ નામનું આ ફીચર ભારત પહેલા અમેરિકા, કેનેડા અને યુરોપમાં ઉપલબ્ધ હતું. હવે ભારતમાં આ ફિચર આવવાથી તમે તમારો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ઘટાડી શકશો.
ગૂગલ મેપ્સે સપ્ટેમ્બર 2022માં સેવ ફ્યુઅલ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો હતો. તેની મદદથી યુઝર્સ તેમના વાહનના એન્જિનના આધારે અલગ-અલગ રૂટ પર અંદાજિત ઈંધણ વપરાશ જાણી શકે છે.
આ ઉપરાંત આ ફિચર રિયલ ટાઈમ ટ્રાફિક અને રોડની સ્થિતિ અનુસાર શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ પણ આપે છે.
ગૂગલ મેપ્સમાં ‘સેવ ફ્યુઅલ’ ફિચરનો કેવી રીતે ઉપયોગ કરો (How To Use Google Maps Save Fuel Feature)
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ શરૂ કરોહવે તમારા પ્રોફાઇલ ફોટો પર ટેપ કરોઆ પછી સેટિંગ્સમાં જાઓ અને પછી નેવિગેશન સેટિંગ્સ વિકલ્પ પર ટેપ કરો.હવે નીચે સ્ક્રોલ કરો અને રૂટ ઓપ્શન (Route Options) સેક્શનમાં જાઓઇકો-ફ્રેન્ડલી રૂટ્સને સક્ષમ કરવા માટે ઇંધણ-કાર્યક્ષમ માર્ગો પસંદ કરો વિકલ્પ પસંદ કરોઆ પછી એન્જિનનો પ્રકાર પસંદ કરવા માટે એન્જિનના પ્રકાર પર ટેપ કરો.અહીં દર્શાવેલી યાદીમાંથી એન્જિનનો પ્રકાર પસંદ કરો.

સેવ ફ્યુઅલ ફિચર શું છે? (What is Google Maps Save Fuel Feature)
તમારા ઓટો – વાહનના એન્જિનનો પ્રકાર પસંદ કરતી વખતે, સૌ પ્રથમ ખાતરી કરો કે તે ઇન્ટરનલ કોમ્બશન એન્જિન હોવું જોઈએ. જો એમ હોય, તો પછી પેટ્રોલ અથવા ડીઝલમાંથી એક પસંદ કરો. હાઇબ્રિડ અને પ્લગ-ઇન હાઇબ્રિડ વ્હીકલ્સ માટે જે ઇંધણનો ઉપયોગ કરતા હોય તેની માટે હાઇબ્રિડ પસંદ કરો.
આ પણ વાંચો | EVની ખરીદી પર 4 લાખથી વધુ ડિસ્કાઉન્ટ, ડિસેમ્બરમાં ઓછા ખર્ચે બેસ્ટ ઇ-કારખરીદવાની ઉત્તમ તક
જો તમારી પાસે EV અથવા પ્લગ-ઇન હાઇબ્રિડ છે અને તે વીજળી પર આધારિત છે, તો ઇલેક્ટ્રિક વિકલ્પ પસંદ કરો. ગૂગલ કહે છે કે મેપ્સ એન્જિનના પ્રકાર પર આધારિત સૌથી વધુ ઇંધણ-કાર્યક્ષમ માર્ગો સૂચવે છે.





