Google Photos એ વિશ્વની સૌથી લોકપ્રિય એડિટિંગ અને ફોટો એપમાંની એક છે. યુઝર્સ તેમના ઉપકરણ પર આ એપ્લિકેશન દ્વારા તેમની યાદોને સાચવી શકે છે, અને તેને સર્જનાત્મક રીતે શેર પણ કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ગૂગલે આ એપ્લિકેશનમાં ઘણા નવા ફીચર્સ ઉમેર્યા છે. તેમાં મેપ વ્યૂ ફીચર પણ સામેલ છે, જેના દ્વારા યુઝર્સ જોઈ શકે છે કે, ફોટો કેપ્ચર કરતી વખતે તેનું લોકેશન શું હતું.
અમે તમને જણાવી રહ્યા છીએ કે, Google Photos ના Map View ફીચરનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ તમે Google Photos નો ઉપયોગ કરીને મેપ પર તમારા ફોટા કેવી રીતે જોઈ શકો છો.
ગૂગલ ફોટોના Map View ફિચરનો ઉપયોગ કરવાની રીત
સૌથી પહેલા તમારા ફોનમાં Google Photos ખોલો અને પછી નીચેના બોટમ બાર (સૌથી નીચે) આપેલા સર્ચ સેક્શનમાં જાઓ.
હવે Places હેઠળ Your Map વિકલ્પ પર ટેપ કરો. આ પછી તમારી સામે એક નવી સ્ક્રીન આવશે.
અહીં તમે તમારા ફોટાઓની ટાઈમલાઈન દેખાશે. જ્યાં આ તસવીરો ક્લિક કરવામાં આવી છે, ત્યાં એક હીટમેપ પણ દેખાશે.
સામાન્ય રીતે આ ટાઈમલાઈનમાં રિવર્સ ક્રોનોલોજિકલ ક્રમમાં જીઓટૅગ સાથેના ફોટાઓનું લિસ્ટ હોય છે, એટલે કે નવીનતમ ફોટા ટોચ પર દેખાશે.
વાદળી બબલ પર ક્લિક કરીને, તમે તે સ્થાન પર ક્લિક કરેલા ફોટા જોઈ શકશો. આ ઉપરાંત, તમે તે સ્થાનને ઝૂમ આઉટ અને ઝૂમ પણ કરી શકો છો.
સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ત્રણ ડોટ મેનૂ પર ટેપ કરવાથી નવી સ્ક્રીન આવશે. અહીં તમે Google Mapsની જેમ જ ડિફોલ્ટ, સેટેલાઇટ અને ટેરેન વ્યૂ વચ્ચે સ્વિચ કરી શકો છો.





