(આંચલ મેગેઝિન) – મહામારી બાદ હવે મંદીની ચિંતાએ ભારતની આયાતની સામે નિકાસનો વૃદ્ધિદર ધીમો પડતા વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટી) વધી રહી છે, જે અર્થતંત્ર માટે મોટી સમસ્યા છે. આથી ભારત સરકાર બિન આવશ્યક ચીજવસ્તુઓની આયાત જકાત વધારવાની વિચારણા કરી રહી છે, જેથી પહોળી થઇ રહેલી વેપાર ખાધને અંકુશમાં રાખી શકાય. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આવી બિન આવશ્યક ચીજોની યાદી તૈયાર કરવાની કવાયત હાથ ધરી દીધી છે. આ યાદીમાં એવી ચીજો વસ્તુઓ પણ સામેલ હશે તેનું ઉત્પાદન કરવા માટે દેશમાં પુરતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા ઉપલબ્ધ છે, પરંતુ સમાન હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર (HSN) કોડ હેઠળ આવતી કેટેગરીની અન્ય ચીજોઓ માટે નહીં.
એક ઉચ્ચ સરકારી અધિકારીએ ધી ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ કે, “અમે બિન-આવશ્યક ઇમ્પોર્ટ ગુડ્સની યાદી તૈયાર કરી રહ્યા છીએ જેના માટે દેશમાં પૂરતી ઉત્પાદન ક્ષમતા છે અને વધારે પડતી આયાતને રોકી શકાય છે.
હાલના માળખા હેઠળ, HSN કોડને છ અથવા આઠ તબક્કાના વર્ગીકરણ સ્તરે પણ વસ્તુઓની વ્યાપક અવેજી તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સ્ટીલ, એલોય, સિરામિક્સ સહિત માટે વિવિધ પ્રકારના મટિરિયલ સાયકલ ઉદ્યોગ માટે છે પરંતુ તે તમામ સાયકલ હબ સમાન HSN કોડ હેઠળ આવે છે.

પરંતુ સરકાર માત્ર સ્ટીલ માટે ઉંચી આયાત જકાતની વિચારણા કરી રહી છે કારણ કે સ્થાનિક સ્તરે તેની પુરતી ઉત્પાદન ક્ષમતા રહેલી છે. આથી HSN કેટેગરીમાંથી સાયકલ હબની અન્ય સામગ્રીને અલગ કરવાની રીતો વિશે વિચારવું પડશે જેથી ઉંચી આયાત જકાત તેમને મુશ્કેલી પડે નહી, એવું અધિકારીએ જણાવ્યુ હતુ.
તેવી જ રીતે, LED (એલઇડી) લાઇટની આયાતને નિયંત્રિત કરવા માટે, સરકાર માત્ર સિંગલ-વાયર એલઇડી લાઇટ માટે ઉંચી જકાત વસૂલવાનું વિચારી શકે છે પરંતુ એલઇડી બલ્બ પરની વધારે જકાત લાદવાનો ઇરાદો ધરાવતી નથી. આથી, સરકારે એલઇડી લાઇટના વિવિધ પ્રકારોને અલગ કરવા પડશે તેની ખાતરી કરવી પડશે કે તે ફક્ત ચોક્કસ વેરાયટી પર જ વસૂલવામાં આવે જેની આયાતને તે ઘટાડવા કે રોકવાની ઇચ્છા ધરાવે છે.
નિકાસ સામેના પડકારો
વેપાર ખાધ ઘટાડવા માટે સરકાર પાસે નિકાસને વેગ આપવાના અથવા આયાત પ્રતિબંધ કરવાના નીતિગત વિકલ્પ છે. પરંતુ વૈશ્વિક વૃદ્ધિદર અંગેની નબળી આગાહીનો અર્થ એ છે કે ભારતની નિકાસને અન્ય દેશોની જેમ જ નુકસાન થશે. બીજો ઉપાય એ છે કે, વધારે મહત્વપૂર્ણ ન હોય અને ભારતમાં ઉત્પાદન થતી હોય તેવી ચીજવસ્તુઓની આયાત જકાત વધારવી. તેનાથી દેશની ટ્રેડ ડેફિસિટ ઓછી થશે.
મેન્યુફેક્ચરિંગ કેટેગરીની જકાતમાં સૌથી છેલ્લો વધારો કેન્દ્રીય બજેટ 2022-23માં કરવામાં આવ્યો હતો. જેમાં છત્રી, હેડફોન, ઈયરફોન, લાઉડસ્પીકર, સ્માર્ટ મીટર અને ઈમિટેશન જ્વેલરી જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પર ઉંચી કસ્ટમ ડ્યુટી લાદવામાં આવી હતી. તેમાંથી મોટાભાગની ચીજો ચીનમાંથી આયાત કરાતી હતી કારણ કે ભારતમાં તેનું ઉત્પાદન કરનાર બહુ ઓછા એકમો હતો.
છેલ્લાં પાંચ વર્ષોમાં, બદામ, સફરજન અને તેના જેવી અન્ય ચીજોના કિસ્સામાં ઘણી વખત આયાત જકાત વધારવામાં આવી છે. મોબાઈલ ફોનના વિવિધ પાર્ટસ અને સોલાર પેનલ્સમાં સૌથી વધારે વખત કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગનું રક્ષણ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતમાં નોન- એગ્રીકલ્ચર પ્રોડક્ટ પરની સરેરાશ સામાન્ય કસ્ટમ ડ્યૂટીમાં ઉંચા સ્તરેથી તબક્કામાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. બિન-કૃષિ ચીજો પરની આયાત જકાત વર્ષ 1991-92માં 150 ટકા હતી જે ત્યારબાદ વર્ષ 1997-98માં ઘટીને 40 ટકા થઇ હતી. તેવી જ રીતે ત્યારબાદ વર્ષ 2004-05માં ઘટીને 20 ટકા અને વર્ષ 2007-08માં ઘટીને 10 ટકા થઇ છે. જો કે ત્યારબાદ વર્ષ 2017-18માં ફરી ઇમ્પોર્ટ ટેરિફમાં તીવ્ર વધારો થયો અને વર્ષ 2019-20માં વધીને તે 17.6 ટકાના સ્તરે પહોંચી છે.

વૈશ્વિક માંગ ઘટવાને કારણે નિકાસ નબળી રહેતા વેપાર ખાધ વધી રહી છે હોવાથી ઉંચી આયાતને ચિંતા તરીકે જોવામાં આવી રહી છે. ઓક્ટોબરમાં 12 ટકાની નકારાત્મક વૃદ્ધિ બાદ નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 0.6 ટકાની સાધારણ વૃદ્ધિ નોંધાવીને નકારાત્મક પરિદ્રશ્યને ઉલટાવી દીધું હોવા છતાં પરિસ્થિતિ હાલ કફોડી છે. આયાત-નિકાસના આંકડા જાહેર થયા બાદ રેટિંગ એજન્સી નોમુરાએ તેના એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, ઓક્ટોબર – નવેમ્બરમાં નિકાસમાં વાર્ષિક ધોરણે 5.8 ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં નિકાસ 8 ટકા વધી હતી, જે બજારની સ્થિતિ હાલ ગંભીર હોવાના સંકેત આપે છે. ઓક્ટોબરમાં 17.6 ટકાની વૃદ્ધિ બાદ ક્રૂડ ઓઇલની નિકાસમાં 1.7 ટકાનો ઘટાડો નોંધાયો છે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો અને પેટ્રોલિયમ પ્રોડક્ટ પર વસૂલવામાં આવતા વિન્ડ ફોલ ટેક્સનું પરિણામ છે, તો તેનાથી વિપરીત નોન-ઓઇલ પ્રોડક્ટની નિકાસ ઓક્ટોબરમાં -16.9 ટકા ઘટ્યા બાદ ઓક્ટોબરમાં 0.8 ટકા વધી છે.
ઓક્ટોબરમાં સુધારેલા 10 ટકા (અગાઉ 5.7 ટકા)ની સામે નવેમ્બરમાં વાર્ષિક ધોરણે 5.4 ટકાના દરે આયાત વૃદ્ધિ અપેક્ષા કરતાં નબળી હતી. ક્રૂડઓઇલની આયાતનો વૃદ્ધિદર ઓક્ટોબરના 48 ટકાથી ઘટીને ઓક્ટોબરમાં 10.5 ટકા થયો છે, જ્યારે કોર – ઇમ્પોર્ટ ગ્રોથ (નોન-ઓઇલ, સોનું, જેમ્સ અને જ્વેલરી)માં તેજી જોવા મળી હતી પરંતુ ઓક્ટોબરમાં 6.6 ટકાની સામે નવેમ્બરમાં 4.6 ટકા રહી હતી, જે નબળી સ્થાનિક માંગ અને આયાતી ઈનપુટ્સની ઓછી માંગનું પરિણામ છે.
ઓક્ટોબર મહિનાના તાજેતરના ઔદ્યોગિક ઉત્પાદન આંકના આંકડા અને જુલાઈથી સપ્ટેમ્બર 2022 ત્રિમાસિકના GDP ડેટા પર નજર કરીયે તો જણાશે કે તેમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ઘટવાના કારણે સ્થાનિક માંગને ઊંચી આયાત દ્વારા સંતોષવામાં આવી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP) ઓક્ટોબરમાં ઘટીને -4 ટકા નોંધાયુ હતુ, જે 26 મહિનાની નીચી સપાટીએ છે. તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર, જે કુલ ઔદ્યોગિક ઉત્પાદન આંકમાં 77.6 ટકા જેટલું યોગદાન આપે છે, તેના ઉત્પાદન વૃદ્ધિદરમાં ઓક્ટોબરમાં 5.6 ટકાનું સંકોચન જોવા મળ્યુ છે જ્યારે વર્ષ પૂર્વે તેમાં 3.3 ટકાની વૃદ્ધિ થઇ હતી.
તેવી જ રીતે મૂડીરોકાણની કામગીરી માપવા માટેનું એક માપદંડ – કેપિટલ ગુડ્સના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો હતો, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નબળા વપરાશની માંગને પ્રતિબિંબિત કરે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધ પછી વૈશ્વિક મંદી અને સપ્લાય ચેઇન પ્રભાવિત થવાની સથે સાથે, મોટાભાગના દેશો ઉંચી વેપાર જકાત પસંદ કરે તેવી શક્યતા છે.