GST કાઉન્સિલની બેઠકમાં 8 મુદ્દાઓ પર નિર્ણય, તમાકુ-ગુટખા પર નવો કોઈ ટેક્સ નહીં, નાણામંત્રી સીતારમણે જણાવ્યું કારણ

GST Council Meeting : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની 48મી બેટક યોજાઈ જેમાં નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) હાજર રહ્યા હતા, આ બેઠકમાં તમાકુ અને ગુટખા પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો ન હતો. સાથે આજની બેઠકમાં કોઈપણ વસ્તુ પર ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી નથી.

Written by Kiran Mehta
Updated : December 17, 2022 20:40 IST
GST કાઉન્સિલની બેઠકમાં 8 મુદ્દાઓ પર નિર્ણય, તમાકુ-ગુટખા પર નવો કોઈ ટેક્સ નહીં, નાણામંત્રી સીતારમણે જણાવ્યું કારણ
નાણામંત્રી નિર્મલા સિતારમણ

48th GST Council Meeting : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 17 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તમાકુ અને ગુટખા પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો ન હતો. આજની બેઠકમાં કોઈપણ વસ્તુ પર ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી નથી. મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ અને કસિનો અંગે GST પર કોઈ ચર્ચા થઈ નથી કારણ કે આ મુદ્દા પર GOM રિપોર્ટ થોડા દિવસો પહેલા સબમિટ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જીઓએમનો રિપોર્ટ જીએસટી કાઉન્સિલના સભ્યોને પણ મોકલવામાં આવ્યો નથી.

કઠોળની ભૂકી પરનો ટેક્સ ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છેઃ સંજય મલ્હોત્રા

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ માહિતી આપી હતી કે, કઠોળની ભૂકી પરનો GST ટેક્સ 5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલ ‘વન નેશન, વન ટેક્સ’ પર નિર્ણય લેતી સંસ્થા છે. તેમણે કહ્યું કે, દેશના કેન્દ્રીય નાણામંત્રી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST (GST) કાઉન્સિલની અધ્યક્ષતા કરે છે. GST કાઉન્સિલની બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ