GST Hike On Hotel Restaurants: 1 એપ્રિલથી હોટલમાં રોકાવું અને જમવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે. ન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કહ્યુંકે, એક નાણાકીય વર્ષમાં કોઇ પણ સમયે દૈનિક 7500 રૂપિયા થી વધારે રૂમ ભાડું વસૂલનાર હોટલને આગામી વર્થ માટે સ્પેસિફાઇડ પરિસર માનવામાં આવશે. આવા પરિસરની અંદર જ આપવામાં આવતી રેસ્ટોરન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે 18 ટકા જીએસટી લાગુ પડશે. 1 એપ્રિલ, 2025થી આવા રેસ્ટોરેન્ટ જે હોટેલની અંદર ચાલે છે, તેની ટેક્સેબિલિટી ટ્રાન્ઝેક્શનલ વેલ્યૂ કે સપ્લાયની વેલ્યૂ પર આધારિત હશે.
તે હાલના ડિક્લેયર્ડ ટેરિફ સિસ્ટમનું સ્થાન લેશે. ડિક્લેયર્ડ ટેરિફ સિસ્ટમમાં રહેવા માટે ભાડા પર આવેલી જગ્યા પર આવપામાં આવતી તમામ સુવિધા માટે ચાર્જિસ સામેલ છે, જેમ કે ફર્નિચર, એસી, રિફ્રિજરેટ કે અન્ય સુવિધાઓ. CBIC સ્પેસિફાઇડ પરિસરમાં આપવામાં આવતી રેસ્ટોરેન્ટ્સ સર્વિસ ટોપિક પર જારી કરેલા FAQ માં આ વાત જણાવી છે.
હોટેલમાં રેસ્ટોરેન્ટ સર્વિસ પર કેટલો જીએસટી લાગશે?
CBIC મુજબ, રેસ્ટોરેન્ટ સર્વિસ ધરાવતી આવી હોટેલ જેનું રૂમ ભાડું પાછલા વર્ષમાં 7500 રૂપિયા દૈનિકથી વધારે હતું, તેની અંદર આપવામાં આવતી રેસ્ટોરેન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાતે 18 ટકા જીએસટી લાગુ થશે. અલબત્ત એવી હોટેલ જેનું રૂમ ભાડું પાછલા વર્ષમાં 7500 રૂપિયાથી વધારે નથી, તેની અંદર રેસ્ટોરેન્ટ સર્વિસ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ વગર 5 ટકા જીએસટા લાગુ થશે. અલબત્ત આવી હોટેલ ભલે પોતાની ઇચ્છાથી સ્પેસિફાઇડ પરિસર ક્વોલિફિકેશન અપનાવી શકે છે. આ ઘોષણા ત્યારે જ માન્ય ગણાશે, જ્યાં સુધી તે તેનાથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ નથી કરતા.
આ સાથે જ, જે હોટલની આગામી વર્ષથી રૂમ ભાડું 7500 રૂપિયાથી વધારે વસૂલવાની યોજના છે, તે ચાલુ નાણાકીય વર્ષની 1 જાન્યુઆરીથી લઇ 31 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન જીએસટી અધિકારીઓ સમક્ષ ઓપ્ટ ઇન ડિક્લેરેશન ફાઇલ કરી શકે છે. નવા રજિસ્ટ્રેશનની માંગ કરનાર હોટેલના પરિવારને સ્પેસિફાઇડ પરિસર જાહેર કરતા આ ક્લાસિફિકેશન મેળવ્યાના 15 દિવસની અંદર આ વ્યવસ્થા સ્વીકારવા વિશે જાણકાર આપવી પડશે.





