GST New Rate : જીએસટી ઘટતા સ્માર્ટ ટીવી સસ્તા થયા, ₹ 2500 થી 85000 સુધી મહાબચત, જુઓ નવા ભાવ

TV, Home Appliances Price Down After GST Rate Cut : જીએસટી દર ઘટવાથી ટીવી સહિતના હોમ એપ્લાયન્સિસ સસ્તા થયા છે. 22 સપ્ટેમ્બર, 2025 નવરાત્રીથી નવા જીએસટી દર લાગુ થયા છે. જીએસટી ઘટાડાની સાથે ફેસ્ટિવલ સેલ ઓફર ડીલથી ગ્રાહકોને બમણો લાભ મળશે.

Written by Ajay Saroya
Updated : September 22, 2025 14:53 IST
GST New Rate : જીએસટી ઘટતા સ્માર્ટ ટીવી સસ્તા થયા, ₹ 2500 થી 85000 સુધી મહાબચત, જુઓ નવા ભાવ
Smart TV Price Cut : સ્માર્ટ ટીવીની કિંમત ઘટી છે. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

New GST Rates : સમગ્ર દેશ માટેઆજનો દિવસ બહુ જ ખાસ છે. નવા જીએસટી દર નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે 22 સપ્ટેમ્બર (સોમવાર) થી અમલમાં આવી ગઈ છે. જીએસટીમાં ઘટાડાને કારણે ટેલિવિઝન ઉત્પાદકોએ ટીવીની કિંમતમાં 2,500 રૂપિયાથી 85,000 રૂપિયાના ભાવમાં ઘટાડો કર્યો છે. જેનાથી ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સંપૂર્ણ લાભ મળી શકશે. સાથે જ ટીવી મેન્યુફેક્ચરર્સ પણ આજથી શરૂ થતા તહેવારોની સીઝનમાં સારા વેચાણની અપેક્ષા રાખી રહ્યા છે.

સરકાર દ્વારા જીએસટી દરમાં ઘટાડો

જીએસટી કાઉન્સિલે આ મહિનાની શરૂઆતમાં વપરાશને વેગ આપવા માટે 22 સપ્ટેમ્બરથી જીએસટી દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે ટેલિવિઝન અને એસી, વોશિંગ મશીન જેવા ઘણા હોમ એપ્લાયન્સિસના ભાવમાં ઘટાડો થયો છે.

32 ઇંચથી વધુ સ્ક્રીન સાઇઝ વાળા ટીવી સેટ પરની ટેક્સ 28 ટકા થી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. ટીવી ઉત્પાદકોએ જીએસટીમાં 10 ટકાના ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે સ્ક્રીન સાઇઝ અને ખાસિયતના આધારે 2,500 રૂપિયાથી 85,000 રૂપિયાની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

પ્રથમ છ મહિનામાં વેચાણ સ્થિર

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર)માં ટીવી ઇન્ડસ્ટ્રીએ લગભગ સ્થિર વેચાણ નોંધાવ્યું છે. ઉદ્યોગ નવરાત્રીથી શરૂ થતા તહેવારોની મોસમમાં વેચાણમાં ઉછાળાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત, ઉત્પાદકો અપેક્ષા રાખે છે કે ગ્રાહકો નીચા ભાવથી બચત પર વધારાની સુવિધાઓ સાથે મોટી સ્ક્રીન વાળા ટીવી ખરીદશે.

સોની, LG અને પેનાસોનિક જેવી મોટી ટીવી કંપનીઓ દ્વારા નવા ભાવ જાહેર

સોની ઈન્ડિયા (Sony India)

કંપનીએ 43 ઇંચથી 98 ઇંચની સ્ક્રીન સાઇઝ વાળા બ્રાવિયા ટીવી મોડલ્સ પર MRPમાં 5,000 થી 71,000 રૂપિયા સુધી ઘટાડો કર્યો છે.

  • કંપનીએ 43 ઇંચની બ્રાવિયા 2 ટેલિવિઝનની કિંમત 59,900 રૂપિયાથી ઘટાડીને 54,900 રૂપિયા કરી છે
  • 55 ઇંચની બ્રાવિયા 7 ટીવી સેટની કિંમત 2.30 લાખ રૂપિયાથી ઘટાડીને 2.50 લાખ રૂપિયા કરવામાં આવી છે.

Smart TV Price Cut | TV Price | television price | Smart TV LED |
Smart TV Price Cut : સ્માર્ટ ટીવી સસ્તા થયા છે. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા : LG Electronics India

એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ 43 ઇંચથી 100 ઇંચની સ્ક્રીન સાઇઝના ટીવી સેટની કિંમતમાં 2,500 થી 85,800 રૂપિયા સુધી ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

  • કંપનીએ 43 ઇંચના સ્ક્રીન સાઇઝના મોડેલની કિંમત 30,990 રૂપિયાથી ઘટાડીને 28,490 રૂપિયા કરી છે
  • 55 ઇંચના સ્ક્રીન સાઇઝના ટીવી સેટની કિંમત 3,400 રૂપિયાથી ઘટાડીને 42,990 રૂપિયા કરી છે
  • કંપનીએ 65 ઇંચના સ્ક્રીન વાળા ટીવીની કિંમત 3,400 રૂપિયા ઘટાડીને 68,490 રૂપિયા કરી છે.

પેનાસોનિક : Panasonic

પેનાસોનિક કંપનીએ પણ ટીવી સેટની MRPમાં 3,000 થી 32,000 રૂપિયાની વચ્ચે ઘટાડો કર્યો છે.

  • કંપનીએ 43 ઇંચના ટીવીની કિંમત 3,000 રૂપિયાથી ઘટાડીને 4,700 રૂપિયા કરી દીધી છે અને તેમની એમઆરપી અનુક્રમે 36,990 રૂપિયા, 49,990 રૂપિયા અને 58,990 રૂપિયાથી ઘટાડીને 33,990 રૂપિયા, 45,990 રૂપિયા અને 54,290 રૂપિયા કરી દીધી છે.
  • પેનાસોનિકના 55 ઇંચના મોડેલની કિંમત હવે 65,990 રૂપિયાથી 76,990 રૂપિયાની વચ્ચે છે, જે 7,000 રૂપિયા ઘટી છે.
  • પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના ટોપ-એન્ડ 75 ઇંચના મોડેલની કિંમત 4 લાખ રૂપિયાથી ઘટાડીને 3.68 લાખ રૂપિયા અને 65 ઇંચના ટોપ-એન્ડ મોડેલની કિંમત 3.20 લાખ રૂપિયાથી ઘટાડીને 2.94 લાખ રૂપિયા કરવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ