Harley Davidson Festive Discount: હાર્લી ડેવિડસનની આ 3 બાઈક પર 5 લાખ સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો ડિસ્કાઉન્ટ ઑફરની સંપૂર્ણ વિગતો

Harley Davidson Festive Discount: ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ ઓફરમાં હાર્લી ડેવિડસન કંપની ભારતમાં પસંદગીની ત્રણ બાઇક પર 5 લાખ રૂપિયા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે

Written by Ajay Saroya
October 23, 2023 22:28 IST
Harley Davidson Festive Discount: હાર્લી ડેવિડસનની આ 3 બાઈક પર 5 લાખ સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો ડિસ્કાઉન્ટ ઑફરની સંપૂર્ણ વિગતો
ફેસ્ટિવ ડિસ્કાઉન્ટમાં હાર્લી ડેવિડસન બાઈક પર 5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો છે.

Harley Davidson Festive Discount: ભારતમાં તહેવારોની સિઝન જામી રહી છે ત્યારે વાહન ઉત્પાદકો દ્વારા તેમના વાહનોનું વેચાણ વધારવા જંગી ડિસ્કાઉન્ટ ઓફરોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારતીય કંપનીઓ ઉપરાંત વિદેશી કંપનીઓ પણ સામેલ છે. જેમાં નવું નામ ઉમેરાયું છે અમેરિકાની અગ્રણી ક્રૂઝર બાઇક ઉત્પાદક હાર્લી ડેવિડસન, જે ભારતમાં તેની લાઇનઅપના પસંદગીના મોડલ પર 5 લાખ રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

હાર્લી ડેવિડસનની બાઈક પર 5 લાખ સુધીનું ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ (Harley Davidson Festive Discount Offer up to 5 Lakh Rupee)

હાર્લી-ડેવિડસન તેના પસંદગીના મોડલની ખરીદી પર 5 લાખ સુધીની જંગી બચત ઓફર કરી રહી છે, જેમાં ત્રણ મોડલનો સમાવેશ થાય છે. પહેલું મોડલ ડેવિડસન પાન અમેરિકા 1250 સ્પેશિયલ, બીજું સ્પોર્ટસ્ટર એસ અને ત્રીજું મોડલ નાઈટસ્ટર છે. હવે વિલંબ કર્યા વગર આ ત્રણ પર ઉપલબ્ધ આ જંગી ડિસ્કાઉન્ટની સંપૂર્ણ વિગતની જાણકારી મેળવીયે

હાર્લી ડેવિડસન પાન અમેરિકા 1250 સ્પેશિયલ ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ (Harley Davidson Pan America 1250 Special Festive Discount)

Harley-Davidson Pan America 1250 Special પર 4.90 લાખ રૂપિયાની મહત્તમ ડિસ્કાઉન્ટ ઓફર ઉપલબ્ધ છે. ડિસ્કાઉન્ટ બાદ આ બાઇકની કિંમત 16.09 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થઈ જશે, જે આ અગાઉ 20.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હતી.

હાર્લી ડેવિડસન સ્પોર્ટસ્ટર એસ ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ (Harley-Davidson Sportsster S Festive Discount)

જો તમે Harley-Davidson Sportsster S ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ મહિને આ બાઇક ખરીદવા પર 4.45 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ ઓફર બાદ આ બાઇકની નવી કિંમત 12.06 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હશે, જે ડિસ્કાઉન્ટ પહેલા 16.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હતી.

હાર્લી ડેવિડસન નાઇટસ્ટર ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ (Harley Davidson Nightster Festive Discount)

હાર્લી ડેવિડસન નાઈટસ્ટર પર ઉપલબ્ધ ઑફર્સ વિશે વાત કરીએ તો, તમને આ મહિને આ બાઇક ખરીદવા પર 4.30 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ પછી, આ બાઇકની નવી ડિસ્કાઉન્ટેડ કિંમત રૂ. 10.69 લાખ (એક્સ-શોરૂમ) થઈ જશે, જે ડિસ્કાઉન્ટ પહેલા રૂ. 14.99 લાખ (એક્સ-શોરૂમ) હતી.

આ પણ વાંચો | નવું TVS જુપીટર 125 સ્માર્ટએક્સનેક્ટ લોન્ચ, સ્કૂટરના એડવાન્સ કનેક્ટિવિટી ફિચર અને કિંમત સહિત તમામ વિગત જાણો

(મહત્વપૂર્ણ નોંધ: જો તમે હાર્લી ડેવિડસનની આ ત્રણ બાઈક પર ઉપલબ્ધ ઑફર્સ સાથે આ બાઈક ખરીદવાનું પણ આયોજન કરી રહ્યાં છો, તો તમારા માટે એ નોંધવું અગત્યનું છે કે આ ડિસ્કાઉન્ટ ઑફર્સ મર્યાદિત સમયગાળા માટે જ માન્ય છે અને મોડલ 2022 માટે લાગુ થશે.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ