Stocks Tips for Short Term: ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. શેરબજાર સતત નેગેટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. હાલમાં, રોકાણકારો માટે સમજદારીપૂર્વક તેમના નાણાંનું રોકાણ માત્ર મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતા શેરમાં જ કરવું શાણપણભર્યુ રહેશે. માર્કેટ્સની આ ઉથલપાથલમાં, કેટલાક શેર એવા છે કે જેમણે તાજેતરમાં બ્રેકઆઉટ કર્યું છે અને તે ટેકનિકલ ચાર્ટ પર મજબૂત દેખાઈ રહ્યા છે.
દિવાળીના મહિનામાં આવી રહેલી સેન્ટિમેન્ટલ તેજીમાં પણ આ શેરો સારો દેખાવ કરી શકે છે. બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝે પણ આવા કેટલાક શેરની યાદી આપી છે, જેમાં તાજેતરમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ શેર્સ ટેકનિકલ ચાર્ટ પર મજબૂત દેખાઈ રહ્યા છે અને ભૌગોલિક રાજકીય તણાવ પછી પણ માત્ર 3 થી 4 અઠવાડિયામાં 13 થી 19 ટકાનું વળતર આપી શકે છે. આ શેરમાં એચસીએલ ટેક્નોલોજીસ, કેનેરા બેંક, એલ્કેમ લેબ અને સ્વાન એનર્જીનો સમાવેશ થાય છે.
એલ્કેમ લેબોરેટરીઝ શેર (Alkem Laboratories Share)
CMP : 3680 રૂપિયાખરીદો : 3660-3588 રૂપિયાસ્ટોપ લોસ : 3505 રૂપિયાસંભવિત તેજી : 7 ટકા – 10 ટકાથી
એલ્કેમ લેબએ સાપ્તાહિક ચાર્ટ પર 3550 રૂપિયાના લેવલની આસપાસ મધ્ય-ગાળાના ડાઉન ટ્રેન્ડમાંથી બ્રેકઆઉટ કર્યું છે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે થયું છે, જે વધતી ભાગીદારીનો સંકેત છે. સ્ટોક ડાઉન ટ્રેન્ડ લાઇનના અપર લેવલ સ્પર્શ્યો, અને ત્યાંથી તીવ્ર ઉછાળો દર્શાવ્યો. આ સ્ટોક હાલમાં સાપ્તાહિક ચાર્ટ પર હાયર અને લોઅર પેટર્ન દેખાડે છે અને અપવાર્ડ સ્લોપિંગ ટ્રેન્ડલાઇન બનાવે છે. વીકલી સ્ટ્રેન્થ ઇન્ડીકેટર RSI પણ બુલિશ મોડમાં છે. શેર ટૂંક સમયમાં 3865-4000 રૂપિયાનું લેવલ સ્પર્શી શકે છે.
કેનેરા બેંક શેર (Canara Bank Share)
CMP : 380 રૂપિયાખરીદો : 372-366 રૂપિયાસ્ટોપ લોસ : 350 રૂપિયાસંભવિત તેજી : 10 ટકાથી – 13 ટકા
કેનેરા બેંકના સ્ટોક્સે સાપ્તાહિક ચાર્ટ પર સપ્ટેમ્બરના મધ્યમાં 348 રૂપિયાના સ્તરે મલ્ટિપલ રેઝિસ્ટન્સ ઝોનમાંથી બ્રેકઆઉટ કર્યું છે અને 387 રૂપિયાના લેવલ સુધી વધ્યો. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે થયું છે, જે વધતી ભાગીદારીનો સંકેત છે. બ્રેકઆઉટ ઝોનને રિટેસ્ટ કર્યા પછી, તે ઝડપથી પરત ફર્યો, જેનાથી તેજી આગળ વધવાના સંકેત મળ્યા છે. આ શેર સાપ્તાહિક ચાર્ટ પર હાયર હાઇ એન્ડ લો પેટર્ન દર્શાવે છે અને અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડલાઇન બનાવી રહ્યું છે. વીકલી સ્ટ્રેન્થ ઇન્ડિકેટર RSI પણ બુલિશ મોડમાં છે. શેર ટૂંકા ગાળામાં 407 – 418 રૂપિયાનો ભાવ દેખાડી શકે છે.
એચસીએલ ટેક્નોલોજીસ શેર (HCL Technologies Share)
CMP : 1267 રૂપિયોખરીદો : 1260-1236 રૂપિયાસ્ટોપ લોસ : 1210 રૂપિયાસંભવિત તેજી : 6 ટકા – 10 ટકા
એચસીએલ ટેકનોલોજીસનો શેર સપ્ટેમ્બરમાં સાપ્તાહિક ચાર્ટ પર રેઝિસ્ટન્સ ઝોન 1200 રૂપિયા લેવલને પાર કરી 1311 રૂપિયાના લેવલે સુધી પહોંચી ગયો હતો. બ્રેકઆઉટ લેવલને સફળતાપૂર્વક રિટેસ્ટ કર્યા પછી, શેરમાં તીવ્ર રિબાઉન્ડ જોવા મળ્યું છે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે થયું છે, જે વધતી ભાગીદારીના સંકેત આપે છે. શેર હાલમાં વધતી બુલિશ પેટર્નને અનુસરી રહ્યો છે અને તાજેતરમાં ચેનલના લોઅર બેન્ડ પર સપોર્ટ મેળવ્યો છે. સ્ટોક તેની મૂવિંગ એવરેજ 20, 50, 100 અને 200 દિવસની SMA થી ઉપર ટકેલો છે. વીકલી સ્ટ્રેન્થ ઇન્ડિકેટર RSI પણ બુલિશ મોડમાં છે. આ શેર ટૂંકાગાળામાં 1325 – 1375 રૂપિયાને સ્પર્શી શકે છે.
સ્વાન એનર્જી શેર (Swan Energy Share)
CMP : 373 રૂપિયાખરીદો : 360-354 રૂપિયાસ્ટોપ લોસ : 333 રૂપિયાસંભવિત ઉછાળો : 13 ટકા – 19 ટકા
આ પણ વાંચો | રિલાયન્સના શેરમાં 14થી 28 ટકા ઉછાળાની આગાહી, જાણો બ્રોકરેજ હાઉસે કયો ટાર્ગેટ આપ્યો
સ્વાન એનર્જીનો શેર દૈનિક ચાર્ટ પર કપ અને હેન્ડલ પેટર્નની ઉપર બ્રેકઆઉટ કર્યુ છે, જે બુલિશ સેન્ટિમેન્ટ દર્શાવે છે. આ બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે થયું છે, જે વધતી ભાગીદારીના સંકેત આપે છે. આ શેર હાલમાં સાપ્તાહિક ચાર્ટ પર હાયર હાઇ અને લો લેવલ બનાવી રહ્યો છે, જે તેજીના સંકેત છે. વીકલી સ્ટ્રેંથ ઇન્ડિકેટર RSI પણ બુલિશ મોડમાં છે. શેર ટૂંકા ગાળામાં 1325 – 1375 રૂપિયા સુધી વધી શકે છે.
(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ફાઈનાન્સિયલ એક્સપ્રેસના મંતવ્યો નથી. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી)





