Health Insurance Buying Guide: હેલ્થ ઇન્શ્યોરન્સ આજના અનિશ્ચિત સમયમાં જરૂરી છે. સતત મોંઘી થતી મેડિકલ સારવાર અને મોંઘવારી વચ્ચે અચાનક આવી પડેલી બીમારીના ખર્ચને પહોંચી વળવામાં હેલ્થ ઇન્શ્યોરન્સ મદદરૂપ થાય છે. કોરોના મહામારી બાદ લોકોમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે જાગૃતિ વધી છે. બજારમાં હાલ ઘણી બધી કંપનીઓ વિવિધ પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીઓ વેચે છે. જો કે આ બધા માંથી તમારા માટે શ્રેષ્ઠત્તમ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી ખરીદવી મુશ્કેલ કેમ છે.
અહીં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 7 બાબતો વિશે જાણકારી આપી છે. જેથી જરૂરીયાતના તમને તાત્કાલિક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલીસીનો પુરતો લાભ ઉઠાવી શકાય.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી પ્રીમિયમ
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે સૌથી પહેલા તમારે કેટલી રકમનો હેલ્થ પ્લાન કવર જોઇયે છે તેનું વિશ્લેષ્ણ કરો. બજારમાં ન્યુનત્તમ રકમ થી લઇ લાખો રૂપિયા સુધીના હેલ્થ પ્લાન ઉપલબ્ધ છે. તમારી ખર્ચ ક્ષમતા અને સંભવિત બીમારીના જોખમનું વિશ્લેષ્ણ કરી હેલ્થ પ્લાન ખરીદવું જોઇએ.
જરૂરિયાત મુજબ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદો
બજારમાં વિવિધ પ્રકારની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ઉપલબ્ધ છે, જેમા વ્યક્તિગત અને ફેમિલી હેલ્થ પ્લાન છે. તમારે સિંગલ છો તો ઇન્ડિવિઝ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લા ખરીદો. તમે ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પણ ખરીદી શકો છો, જેમા તમારા માતા પિતા, પત્ની અને બાળકોનો સમાવેશ કરી શકાય છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીની તુલના કરો
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલા બજારમાં ઉપલબ્ધ વિવિધ કંપનીઓના હેલ્થ પ્લાનની તુલના કરવી જોઇએ. જેમા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, કઇ કઇ બિમારીઓ કવરેજ થાય છે અને નો ક્લેમ બોનસ જેવી સુવિધા વિશે પુરતી જાણકારી મેળવો અને તુલનાત્મક અભ્યાસ કરી તમારી માટે શ્રેષ્ઠ હેલ્થ પ્લાન ખરીદો.
ક્લેમ સેટલમેન્ટ રેશિયો
ક્લેમ સેટલમેન્ટ રેશિયો કંપની દ્વારા કેટલા ક્લેમની પતાવટ કરવામાં આવી છે જેના સંકેત આપે છે. ક્લેમ સેટલમેન્ટ રેશિયો જેટલો ઉંચો તેટલી ક્લેમ સેટલમેન્ટની સંભાવના વધારે રહે છે. ઉંચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીધારક માટે ફાયદાકારક હોય છે. હંમેશા 95 ટકા કે તેનાથી ઉંચો ક્લેમ સેટલમેન્ટ રેશિયો ધરાવતી કંપનીની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવી જોઇએ.
હેલ્થ ઇન્શ્યોરન્સના કવરેજ
હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં કઇ કઇ મેડિકલ સર્વિસ સામેલ છે, જેની પુરતી જાણકારી મેળવવી જોઇએ. હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ ઉપરાંત ઓપીડી ખર્ચ, દવા, હોમ કેર, ટેલી કન્સલ્ટેશન જેવી સેવા હેલ્થ પ્લાનમાં આવરી લેવામાં આવી શકે છે કે નહીં તેની જાણકારી મેળવો. Comprehensive પ્લાન પસંદ કરવાથી વધારે ફાયદો થશે.
કઇ કઇ બિમારી કવરેજ થશે
દરેક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં અમુક બિમારી Exclude હોય છે એટલે કે તેમાં હેલ્થ પ્લાન મળતો થી. આથી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં કઇ કઇ બીમારી સામેલ છે અને કઇ નહીં તેની સંપૂર્ણ યાદી ચેક કરી લો. જુની બીમારી હોય તો હેલ્થ પ્લાનના શું નિયમ છે તે બરાબર વાંચી લેવા જોઇએ.
પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન કવરેજ
હેલ્થ પ્લાન એવા ખરીદવા જોઇએ, જેમા હોસ્પિટલમાં દાખલ થવાની પહેલા અને ડિસ્ચાર્જ કર્યા પછીનો પણ ખર્ચ આવરી લેવામાં આવ્યો હોય. આદર્શ સ્થિતિમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં 60 થી 90 દિવસનો પ્રી અે 120 થી 180 દિવસનો પોસ્ટ હોસ્પિટલ કવરેજ હોવો જોઇએ.





