Hero VIDA VX2 Go Launch Price : હીરો મોટોકોર્પ કંપની (Hero MotoCorp) એ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર VIDA VX2 Go લોન્ચ કર્યું છે. જે હીરો મોટોકોર્પના VIDA VX2 ઇલેક્ટ્રિક સ્કૂટરનું નવા વેરિયન્ટ છે. જે 3.4 kWh બેટરી પેક સાથે આવે છે. ભારતના કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં VIDA VX2 Go રજૂ કરવામાં આવ્યા છે. પાવરફુલ બેટરી રેન્જ અને આકર્ષક લૂક VIDA VX2 Go બજેટ ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં મજબૂત સ્થાન બનાવી શકે છે.
VX2 Go 3.4 kWh ફીચર્સ અને દેખાવ
VIDA ના નવા Evooter VX2 Go 3.4 kWh વેરિયન્ટમાં ડ્યુઅલ રિમૂવેબલ બેટરી સિસ્ટમ આવે છે, જે એક વખત ફુલ ચાર્જ થયા બાદ 100 કિમી સુધી રિયલ વર્લ્ડ રેન્જ આપે છે. આ સ્કૂટર 6 kW નું પીક પાવર અને 26 Nm ટોર્ક જનરેટ કરે છે, જેનાથી શહેરના રોડ પર આરામદાયક અને વિશ્વાસપાત્ર ડ્રાઇવિંગ રેન્જ મળે છે.
ચાલકને તેમા Eco અને Ride મોડનો વિકલ્પ મળે છે, જ્યારે તેની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિઝાઇન ભારતીય રસ્તાઓને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે, જેમા ફ્લેટ ફ્લોરબોર્ડ, મોટી સીટ અને 27.2 લીટરનું અંડર સીટ સ્ટોરેજ સામેલ છે, જે તેને એક ફેમિલિ ફ્રેન્ડલી ઇ સ્કૂટર બનાવે છે.
BaaS મોડલ થી સસ્તી થશે ઇ રાઇટ
VIDA એ પોતાની Battery as a Service (BaaS) મોડલ દ્વારા ઇવી સ્વીકાર્યતાને વધુ સરળ બનાવી છે. ગ્રાહક ઇચ્છે તો બેટરી ખરીદવાના બદલે સબ્સક્રાઇબ કરી શકે છે. તેનાથી વાહનની આરંભિક કિંમત (upfront cost) ઘટી જાય છે. આ સાથે જ મેઇન્ટેનન્સ અને ચાર્જિંગ માટે ફેક્સિબિલિટી મળે છે.
હીરો મોટોકોર્પ કંપનીના મતે VIDA પાસે હાલ 4,600+ ચાર્જિંગ પોઇન્ટ્સ 700+ સર્વિસ ટચપોઇન્ટનું નેટવર્ક છે, જે દેશભરમાં ઝડપથી વિસ્તરણ પામી રહ્યું છે.
VIDA VX2 Go કિંમત
VIDA Evooter VX2 Go 3.4 kWh ની કિંમત 1,02,000 રૂપિયા (એક્સ શો રૂમ ) રાખવામાં આવી છે. તો BaaS વિકલ્પ લેવા પર આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 60,000 રૂપિયાથી શરૂ થાય છે, જેમા પ્રતિ કિમી ખર્ચ 90 પૈસા રાખવામાં આવ્યો છે. આ ઇલે સ્કૂટર નવેમ્બર 2025 થી તમામ VIDA ડીલરશીપ પર ઉપલબ્ધ થશે.





