ફરવાનો ક્રેઝ! 27% ભારતીયો લઇ રહ્યા છે ‘હોલિડે લોન’, શું રજાઓ માટે દેવામાં ફસાવવું યોગ્ય છે?

Holiday Loans : લોકોને લોન લેવા માટે મજબૂર કરી રહ્યું છે તો તેનું એક કારણ છે સોશિયલ મીડિયાનું દબાણ છે. રજાઓ હવે માત્ર આરામ માટે રહી નથી આ સ્ટેટસ અપડેટ્સ છે. આ દબાણ લોકોને બચત કરતા વધુ ખર્ચ કરવા અને ઉધારના પૈસા પર નિર્ભર રહેવા માટે દબાણ કરે છે.

Written by Ashish Goyal
August 19, 2025 15:59 IST
ફરવાનો ક્રેઝ! 27% ભારતીયો લઇ રહ્યા છે ‘હોલિડે લોન’, શું રજાઓ માટે દેવામાં ફસાવવું યોગ્ય છે?
એક રિપોર્ટ અનુસાર ઘણા લોકો રજાઓમાં ફરવા માટે પર્સનલ લોન લે છે (Image: unsplash)

Holiday Loans : જો તમને સતત 3-4 દિવસની રજાઓ મળે છે, તો સૌથી પહેલા તમારા મનમાં હરવા-ફરવાનો વિચાર આવે છે. હમણાં હમણાં સુધી લોકો નજીકના પ્રવાસન સ્થળો કે પહાડો પર ફરવા માટે જતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. હવે લોકો નાના-નાના બ્રેકમાં પણ વિદેશની ફ્લાઈટ પકડી રહ્યા છે. વીઝા પ્રોસેસિંગ પ્લેટફોર્મ Atlys ના જણાવ્યા અનુસાર વીઝાની માંગણી એક સામાન્ય વીકેન્ડની સરખામણીએ 32 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર ઘણા લોકો રજાઓ પર પર્સનલ લોન લે છે. પરંતુ શું મુસાફરી માટે વ્યક્તિગત લોન લેવી યોગ્ય છે?

રજાઓ માટે લોન!

જો તમે બિઝનેસ લોન લઇ રહ્યો છો તો બિઝનેસથી તમારી કમાણી વધી શકે છે. જો તમે કાર લોન લો લઇ રહ્યા છો તો તેનાથી તમને સુવિધા મળે છે અને ક્યારેક ક્યારેક તમારી પ્રોડક્ટિવિટી પણ વધી શકે છે. હોમ લોન એક એવી પ્રોપર્ટી બનાવે છે જે દાયકાઓ સુધી ચાલે છે. પણ વેકેશન માટે લોન? પૈસાબજારના એક સર્વે અનુસાર, લગભગ 27 ટકા ભારતીયો હવે રજાઓ માટે જે પર્સનલ લોન લે છે તેનો ઉપયોગ કરે છે. આ સંખ્યા મેડિકલ ખર્ચ અથવા ઘરના સમારકામ માટે લોન લેનારા લોકો કરતા વધારે છે.

ફરવા માટે પર્સલન લોન પર કેટલું વ્યાજ?

પૈસાબજારના એક સર્વે અનુસાર ઘણા લોકો ફરવા કરવા માટે પર્સનલ લોન લે છે, પરંતુ તમે જાણો છો કે પર્સનલ લોન પર કેટલું વ્યાજ લેવામાં આવે છે. જો નહીં, તો અહીં જાણો. અમે તમને આના પર 5 મોટી બેંકોની પર્સનલ લોન વિશે માહિતી આપી રહ્યા છીએ. આ બેંકોમાં પર્સનલ લોનના વ્યાજ દર વાર્ષિક 9.99 ટકાથી શરૂ થઇને 24 ટકા સુધી જાય છે. આ વ્યાજદરો 5 ઓગસ્ટ 2025 ના રોજ અપડેટ કરેલા છે.

લોકોને પ્રવાસ કરવા માટે લોન લેવાની ફરજ પાડતી કઈ બાબતો છે?

ઘણા લોકો અચાનક જ 3-4 દિવસની રજાઓમાં વિદેશ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે, તેથી તરત જ પ્લાન બનાવવાના કારણે ઘણા લોકો પાસે મુસાફરી કરવાનું બજેટ નહીં હોય તે સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં તેઓ લોનનો સહારો લે છે. જો અમે તમારી સાથે વાત કરીએ કે લોકોને લોન લેવા માટે મજબૂર કરી રહ્યું છે તો તેનું એક કારણ છે સોશિયલ મીડિયાનું દબાણ છે.

આ પણ વાંચો – RO વોટર પ્યૂરીફાયરના ફિલ્ટરને ઘરમાં ક્લિન કરવાની રીત, સર્વિસ માટે મિકેનિક બોલાવવો નહીં પડે

ઘણા લોકો યુરોપ અથવા બાલીમાં તેમના મિત્રોની તસવીરો જુએ છે અને વિચારે છે કે તમે પણ તેના હકદાર છો. રજાઓ હવે માત્ર આરામ માટે રહી નથી આ સ્ટેટસ અપડેટ્સ છે. આ દબાણ લોકોને બચત કરતા વધુ ખર્ચ કરવા અને ઉધારના પૈસા પર નિર્ભર રહેવા માટે દબાણ કરે છે.

આ કારણે જ હોલિડે લોન ખતરનાક છે. જ્યારે તમે તેમને લો છો, ત્યારે તેઓ લોન જેવા દેખાતા નથી. આ સ્વતંત્રતાની ટિકિટ લાગે છે. પરંતુ એકવાર તમે ઉપાડો પછી આ શાંતિથી મહિનાઓ અને મહિનાઓ સુધી તમારા એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં રહે છે, જ્યાં સુધી તમારો ઉત્સાહ ઓછો ન થાય ત્યાં સુધી.

ફરવા માટે લોન તમારા નાણાકીય હેલ્થ માટે લોન કેટલી સાચી અને ખોટી છે?

ભારતમાં ક્રેડિટ કાર્ડ વાર્ષિક 30 ટકાથી વધુ વ્યાજ લાગી શકે છે. પર્સનલ લોન લગભગ 15% પણ સસ્તી લાગી શકે છે, પરંતુ તેમાં પણ ભારે ખર્ચ આવે છે.

જો આપણે ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો જો તમે રજાઓમાં 2 લાખ રૂપિયા ખર્ચ કરો છો અને વર્ષના અંત સુધીમાં આ રકમ ન ચૂકવો તો તમારા 2 લાખ, 2.60 લાખ રૂપિયા થઇ જાય છે. એટલે કે તમારે 2 લાખ રૂપિયામાં 60 હજાર રૂપિયા વધારે ચૂકવવા પડી શકે છે. તેમાં લેટ ફીનો પણ સમાવેશ થઇ શકે છે.

સાથે જ જો પર્સનલ લોનની વાત કરીએ તો જો તમારી પાસે પર્સનલ લોન છે અને તમે તેને EMIમાં કન્વર્ટ કરો છો તો તેમાં તમને વધારાના 40-50 રૂપિયા મળે છે, એટલે કે વિદેશથી યાત્રા કર્યા બાદ આર્થિક બોજ વધી શકે છે અને ઘણા લોકોની આર્થિક સ્થિતિ પણ બગડી શકે છે.

મુસાફરી માટે લોન લેતા પહેલા તમારી જાતને આ પ્રશ્ન પૂછો!

જો તમે તમારા વિશે વાત કરો છો, તો શું હું મુસાફરી કરવા માટે વ્યક્તિગત લોન લઈશ, તો જવાબ છે, ના. જો મારી પાસે ફરવા માટે બચત છે, તો હું તેની આસપાસ મુસાફરી કરી શકું છું. પરંતુ પર્સનલ લોન લઇને ફરવું ક્યારેક આર્થિક સ્થિતિ ખરાબ કરી શકે છે.

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તમારી જાતને એક પ્રશ્ન પૂછો. શું હું આજની કિંમતે આવતીકાલ માટે ચૂકવણી કરવા તૈયાર છું?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ