Cibil Score Tips: હોમ લોન માટે સિબિલ ક્રેડિટ સ્કોર સુધારવાની 7 ટીપ્સ, બેંક આપશે ઓછા વ્યાજે લોન

Credit Score Improve Tips For Home Loan: હોમ લોન માટે સિબિલ ક્રેડિટ સ્કોર નીચો હશે તો બેંક લોન મેળવવામાં મુશ્કેલી પડશે. અહીં 7 ટીપ્સ આપી છે, જે તમને સરળતાથી સિબિલ ક્રેડિટ સ્કોર સુધારવામાં મદદરૂપ થઇ શકે છો.

Written by Ajay Saroya
February 12, 2025 17:27 IST
Cibil Score Tips: હોમ લોન માટે સિબિલ ક્રેડિટ સ્કોર સુધારવાની 7 ટીપ્સ, બેંક આપશે ઓછા વ્યાજે લોન
CIBIL Credit Score Improve Tips: સિબિલ ક્રેડિટ સ્કોર ઉંચો રાખવાથી બેંક સરળતાથી લોન આપે છે. (Photo: Freepik)

Credit Score Improve Tips For Home Loan: હોમ લોન સરળથી ઘર ખરીદી શકાય છે. હોમ લોન હોય કે અન્ય કોઇ બેંક લોન દરેક પ્રકારની બેંક લોન માટે સિલિબ સ્કોર સારો હોવો જરૂરી છે. સિલિર સ્કોર વ્યક્તિની ધિરાણપાત્ર અને લોન ચૂકવવાની ક્ષમતા માપવાના માપદંડ તરીકે જોવામાં આવે છે. જો સિલિબ સ્કોર નીચો હોય તો લોન મળતી નથી અથવા તો ઉંચા વ્યાજદર પર લોન મેળવી પડે છે. આવી મુશ્કેલીથી બચવા માટે સિબિલ સ્કોર ઉંચો રાખવો જોઇએ. અહીં સિલિર સ્કોર ઉંચો કેવી રીતે રાખવા તેની 7 ટીપ્સ જણાવી છે.

લોન ઇએમઆઈ પેમેન્ટ સમયસર કરો

તમારો સિબિલ ક્રેડિટ સ્કોર સુધારવા માટે લોન ઇએમઆઇ પેમેન્ટ સમયસર કરવું જોઇએ.

એક થી વધુ લોન લેવાનું ટાળો

એક સાથે એક થી વધુ લોન લેવાનું ટાળવું જોઇએ પછી ભલેને વ્યાજદર નીચા હોય છે. ઘણી વખત સસ્તી લોન પણ સમસ્યા ઉભી શકે છે.

ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ સમયસર કરીને તમે તમારો સિબિલ ક્રેડિટ સ્કોર સુધારી શકો છો. જો બને તો ક્રેડિટ કાર્ડ લિમિટનો 50 ટકાથી વધુ ઉપયોગ કરવો નહીં. એક થી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. ક્રેડિટ કાર્ડના વ્યાજદર ઉંચા હોવાથી બિલ પેમેન્ટ મુશ્કેલ બની જાય છે.

લોન માટે વધુ ડાઉન પેમેન્ટ કરો

હોમ લોન પર ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ કરવું જરૂરી છે. મોટું ડાઉન પેમેન્ટ કરવાથી લોનની રકમ આપમેળે ઘટી જાય છે. આથી બને ત્યાં સુધી હોમ લોન માટે 20 થી 30 ટકા સુધીનું ડાઉન પેમેન્ટ કરો. બેંક તમને સરળતાથી લોન આપશે અને વ્યાજદર પણ નીચો રહેશે.

બે વ્યક્તિ સાથે મળીને લોન અરજી કરો

જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે, તો તમે તમારા પતિ, પત્ની કે પરિવારના કોઇ સભ્ય સાથે મળીને લોન માટે અરજી કરી શકો છો. તેનાથી લોન અરજી મંજૂર થવાની સંભાવના વધી જાય છે.

લોન પિરિયડ લાંબો રાખો

લોન પિરિયડ જો તમે 20 થી 25 વર્ષનો રાખો છો, તમારા લોન ઇએમઆઈ હપ્તો નાનો થઇ જશે. જેનાથી તમને લોનની ચૂકવણી કરવામાં સરળતા અને સગવડતા રહેશે.

નિયમિત આવકના સ્ત્રોત

લોન આપવાની પહેલા બેંક અરજીદાર વ્યક્તિની આવક કમાણીના સ્ત્રો જાણે છે. વ્યક્તિની નિયમિત છે કે નહીં તે પણ મહત્વપૂર્ણ બાબત છે. આથી જો તમે પગારદાર વ્યક્તિ છો, નોકરી દરમિયાન નિયમિત પગાર મળે છે તો તમને લોન મેળવવામાં સરળતા રહેશે. સેલેરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ અને ઈન્કમ ટેક્સ રિટર્ન જેવા દસ્તાવેજ લોન અરજી કરતી વખતે રજૂ કરવાના રહે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ