scorecardresearch

City WRV અને Amaze ડિસેમ્બરમાં ખરીદવા પર હોન્ડા આપી રહ્યું છે આટલા હજારનું ડિસ્કાઉન્ટ

Honda Car Discount Offers December : હોન્ડા પોતાની જે કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે તેમાં Honda Amaze, Honda Jazz અને Honda WR-V સામેલ છે.

City WRV અને Amaze ડિસેમ્બરમાં ખરીદવા પર હોન્ડા આપી રહ્યું છે આટલા હજારનું ડિસ્કાઉન્ટ
(PHOTO : HONDA)

Honda Cars India એ ડિસેમ્બર મહિનામાં પોતાની કારનું વેચાણ વધારવા માટે અમુક સેલેકટેડ કાર પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી છે. જેમાં કંપની 72, 340 રૂપિયા સુધીનું બેનેફિટ્સ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટ ઓફરમાં રોકડ ડિસ્કાઉન્ટ સિવાય લોયલ્ટી બોનસ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે.

હોન્ડા પોતાની જે કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે તેમાં Honda Amaze, Honda Jazz અને Honda WR-V સામેલ છે. હોન્ડા કાર પર મળી રહેલ આ ડિસ્કાઉન્ટ 31 ડિસેમ્બર 2022 સુધી માન્ય છે.

Honda Cars Discount Full Details માં તમે જાણશો કે કાર પર મળતા ડિસ્કાઉન્ટની નાની મોટી ડિટેઇલ તેના પછી તમે તમારા સાચો વિકલ્પ પસંદ કરી શકો છો.

આ પણ વાંચો: નવા વર્ષે કાર ખરીદવી મોંઘી પડશે, મારૂતિ સુઝુકી તમામ વાહનોની કિંમત વધારશે

Honda City December Discount

હોન્ડા પર પોપ્યુલર સેડાન કાર હોન્ડા સીટી 5th જનરેશન (Honda City 5th Generation) પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે જે 72, 145 રૂપિયા સુધીનું છે. ડિસ્કાઉન્ટ આ સેડાનના બધા પેટ્રોલ વેરિએન્ટ પર પણ લાગુ થશે.

હોન્ડા સીટી 5th જનરેશન (Honda City 5th Generation) પર મળતા ડિસ્કાઉન્ટમાં 30 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ કે 32,145 રૂપિયાની મફત એક્સસેસરીઝનો વિકલ્પ અપાય છે. આ સિવાય 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 7 હજાર રૂપિયા હોન્ડા કર એક્સચેન્જ બોનસ, 5 હજાર રૂપિયા સુધીની લોયલ્ટી બોનસ અને 8 હજારનું કોર્પોરેટ ડીકાઉન્ટ અપાય છે.

આ પણ વાંચો: Electric cars 2023 : નવા વર્ષે ભારતમાં લોન્ચ થનાર ઇલેક્ટ્રિક કારની યાદી

Honda WR-V December Discount

ડિસેમ્બર મહિનામાં હોન્ડા ડબ્લ્યુ આર વી (Honda WR-V) ને ખરીદવા પર કંપની 30 હજારની નજીક છૂટ કે 35, 340 રૂપિયા સુધીના મફત એક્સસેસરીઝનો વિકલ્પ આપી રહી છે. સાથે 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ, 7 હજાર રૂપિયા સુધી કર એક્સચેન્જ બોનસ અને 5 હજાર રૂપિયા સુધીના લોયલ્ટી બોનસ અને 5 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Honda Amaze December Discount

હોન્ડા અમેઝ (Honda Amaze) કંપનીની બેસ્ટ સેલિંગ કારોમાં એક છે જેના પર ડિસેમ્બરમાં ગ્રાહકોને 43,144 રૂપિયા સુધીનો ફાયદો થઇ શકે છે. હોન્ડા અમેઝ પર મળી રહેલ ડિસ્કાઉન્ટમાં કંપની 10 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ કે 12,144 રૂપિયાની ફ્રી એક્સસેસરીઝની ઑફર કરી રહી છે આ સિવાય 20 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ,5 હજારનું એક્સચેન્જ બોનસ અને 6 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ અપાઈ રહ્યું છે.

Web Title: Honda car discount offers december city wrv and amaze news technology

Best of Express