Honor 90 5G Launch: ભારતમાં 200MP કેમેરા સાથે Honor 90 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Honor 90 5G લૉન્ચ: Honor 90 5G સ્માર્ટફોન ભારતમાં 12 GB રેમ અને 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે, વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
September 15, 2023 10:07 IST
Honor 90 5G Launch: ભારતમાં 200MP કેમેરા સાથે Honor 90 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Honor 90 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે

Honor 90 5G Launch : HTechએ આખરે ભારતમાં તેનો બહુચર્ચિત Honor 90 5G સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. ગુરુવાર (14 સપ્ટેમ્બર 2023) ના રોજ આયોજિત એક ઇવેન્ટમાં, Honorના આ સ્માર્ટફોને દેશમાં લેટેસ્ટ 5G હેન્ડસેટ લોન્ચ કર્યો હતો. Honor 90 5Gમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર સેન્સર, 6.7 ઈંચ ક્વાડ-કર્વ્ડ ફ્લોટિંગ ડિસ્પ્લે અને 8 GB રેમ જેવી સુવિધાઓ છે. આ Honor ફોનની કિંમત અને ફીચર્સ વિશે બધું જાણો…

Honor 90 5G કિંમત

Honor 90ના 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટને 27,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 29,999 રૂપિયામાં ખરીદવા માટે ઉપલબ્ધ હશે. કંપનીનું કહેવું છે કે આ પ્રારંભિક વેચાણ કિંમત છે. બાદમાં બંને વેરિઅન્ટને અનુક્રમે ₹ 37,999 અને ₹ 39,999માં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: Apple iPhone 15 : આઈફોન 15ના લોન્ચિંગ બાદ એપલના જુના સ્માર્ટફોનની કિંમત ઘટી, iPhone 14 અને 13 કેટલા સસ્તા થયા જાણો

ICICI અને SBI કાર્ડ ધરાવતા ગ્રાહકો ફોન ખરીદવા પર 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે. ફોનનું પહેલું વેચાણ 18 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. એમેઝોન ઈન્ડિયા ઉપરાંત, હેન્ડસેટ રિલાયન્સ સ્ટોર્સ અને મોટા સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની ફોન સાથે ફ્રી TWS આપી રહી છે. આ સિવાય 30 દિવસની અંદર ફોન બદલવાની પોલિસી પણ છે. ફોન નો-કોસ્ટ EMI સાથે પણ મેળવી શકાય છે.

Honor 90 5G ફીચર્સ

Honor 90 5G સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોસેસર છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 13 આધારિત મેજિક ઓએસ 7.1 સાથે આવે છે. Honorના આ ફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે 1.5K રિઝોલ્યુશન (2664 x 1200 પિક્સેલ્સ) આપે છે. સ્ક્રીન 120Hz સુધીનો રિફ્રેશ દર આપે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1600 nits સુધી છે. ફોનને 12 જીબી રેમ અને 512 જીબી સુધીના ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Honor Ram Turbo ફીચર દ્વારા રેમને 7GB સુધી વધારી શકાય છે.

Honor 90 સ્માર્ટફોનમાં ઓનર ઈમેજ એન્જિન સપોર્ટ સાથે 200-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર સેન્સર છે. હેન્ડસેટમાં 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2-મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ છે. ફોનમાં ડિસ્પ્લે પર હોલ-પંચ કટઆઉટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

આ પણ વાંચો: whatsapp channels : વોટ્સઅપ ચેનલ, બોલિવુડ સ્ટાર્સ, ભારત ક્રિકેટ ટીમ સહિતની હસ્તીઓને કરો ફોલો, આ રીતે નવા ફીચરનો કરો ઉપયોગ

આ Honor સ્માર્ટફોનને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 66W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે. હેન્ડસેટનું વજન 183 ગ્રામ છે. Honor દાવો કરે છે કે ફોન 20 કલાક સુધીનો વીડિયો પ્લેબેક સમય આપશે. કનેક્ટિવિટી માટે, Honor 90 5Gમાં 5G, 4G LTE, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.2, NFC અને GPS જેવા ફીચર્સ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ