Honor Play 60 Plus Launched : ઓનરે ચીનમાં પોતાની એક્સ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Honor Play 60 Plus કંપનીનો નવો ફોન છે. ઓનરના આ લેટેસ્ટ ફોનમાં 6.77 ઇંચની મોટી સ્ક્રીન, 12 જીબી સુધીની રેમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 ચિપસેટ આપવામાં આવી છે. ચાલો અમે તમને નવા ઓનર પ્લે 60 પ્લસની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જણાવીએ.
ઓનર પ્લે 60 પ્લસના સ્પેસિફિકેશન્સ (Honor Play 60 Plus specifications)
ઓનર પ્લે 60 પ્લસ સ્માર્ટફોનમાં 6.77 ઇંચની એલસીડી સ્ક્રીન છે, જે એચડી + રિઝોલ્યુશન (720 x 1610 પિક્સલ) ઓફર કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ઓનરના આ ફોનમાં 12 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. ફોનમાં 512 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ઓનર પ્લે 60 પ્લસ ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જેન 2 ચિપસેટ દ્વારા સંચાલિત છે.
ઓનરના આ મિડ રેન્જ સ્માર્ટફોનમાં રિયરમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 6000mAh બેટરી આપવામાં આવી છે જે 35 ડબ્લ્યુ રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ખુશખબર, મેટા એઆઈ ફીચર્સ ભારતમાં લોન્ચ
Honor Play 60 Plus એન્ડ્રોઇડ 14 આધારિત મેજિક ઓએસ પર ચાલે છે. હેન્ડસેટમાં 8 જીબી વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 3.5mm ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે. હેન્ડસેટનું ડાઇમેંશન 166.9 x 76.8 x 8.24 એમએમ અને તેનું વજન 198 ગ્રામ છે. ઓનરનો આ ફોન IP64 રેટિંગ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને તે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે. આ ઉપરાંત આ ફોનને સ્વિસ એસજીએસ 5 સ્ટાર્ટ રેટિંગ પણ મળ્યું છે.
ઓનર પ્લે 60 પ્લસ કિંમત (Honor Play 60 Plus Price)
ઓનર પ્લે 60 પ્લસ સ્માર્ટફોનને ફેન્ટમ નાઇટ બ્લેક, મૂન શેડો વ્હાઇટ અને વન્ડરલેન્ડ ગ્રીન કલરમાં ચીનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,499 યુઆન (લગભગ 17,200 રૂપિયા), 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,699 યુઆન (લગભગ 19,500 રૂપિયા) છે.