સામાન્ય રીત જ્યારે આપમે બજાર જઇયે છીએ ત્યારે વિવિધ પ્રકારની શાકભાજી જોઇયે છીએ. જેમાં કેટલીક શાકભાજી તેમના ભાવ અનુસાર ખરીદયે છીએ તો કેટલીક તેના સ્વાદ અનુસાર. દુનિયામાં ઘણા પ્રકારની શાકભાજીઓ વેચાય છે, અને એક શાકભાજીનો પોતાનો એક વિશિષ્ટ સ્વાદ અને વિશેષતા હોય છે. આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી શાકભાજી વિશે જણાવીશું, જેનો 1 કિગ્રાનો ભાવ જ 85,000 રૂપિયા છે.
હોપ શૂટ્સ (hop shoots) - દુનિયાની સૌથી મોંઘી શાકભાજી
હોપ શૂટ્સને દુનિયાની સૌથી મોંઘી શાકભાજી માનવામાં આવે છે. આ શાકભાજીનો 1 કિગ્રાનો ભાવ જ 85,000 રૂપિયા છે. એટલે કે આટલી રકમમાં 15 ગ્રામ સોનું ખરીદી શકાય છે. આ શાકભાજી યુરોપિયન દેશોમાં જોવા મળે છે. હોપ શૂટ્સ લીલા કલરના શંકુ આકારમાં એક પ્રકારના ફળ જેવુ હોય છે. તેનો ઉપયોગ બિયર બનાવવામાં થાય છે.
ભારતમાં પણ ઉગતી હતી આ શાકભાજી
વિશ્વની સૌથી મોટી શાકભાજી મનીતા હોપ શૂટ્સ અગાઉ ભારતના હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવતી હતી. આ શાકભાજી ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ શાકભાજી ઉગવામાં બહું લાંબો સમય લાગે છે અને તેમાં 3 વર્ષે પાક લાગે છે. ઉપરાંત આ શાકભાજીને તોડવી પણ બહુ જ મુશ્કેલ છે. આ શાકભાજીના જે ફૂલ હોય છે તેને તેને ‘હોપ કોન્સ’ કહેવામાં આવે છે, તેમાંથી બિયર બનાવવામાં આવે છે. જ્યારે તેના પાન અને ડાળખીમાંથી શાક બનાવાય છે. આ શાકભાજી સ્વાદમાં બહુ તીખી હોય છે. તેને કાચી પણ ખાઇ શકાય છે અને તેમાંથી અથાણું બનાવવામાં આવે છે.

શા માટે આટલી મોંઘી છે?
મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા મેડિકલ રિસર્ચમાં કહેવાયુ છે કે હોપ શૂટ્સ શાકભાજીને ટીબીની બીમારની વિરુદ્ધમાં એન્ટિબોડી બનાવવામાં વપરાય છે. તે ઉપરાંત તણાવ, અનિંદ્રા, ગભરાટ, બેચેની અને ડેફિસિટ – હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડરની સારવારમાં આ શાકભાજીનો ઉપયોગ કરાય છે.
ભૂતકાળમાં ટેક્સ લાગતો હતો
હોટ શૂટ્સના ઔષધીય ગુણોની ઓળખ સદીઓ પહેલા થઇ ગઇ હતી. તેની આજના સમયથી નહીં પણ ઇ.સ. 1700થી થઇ રહી છે. બ્રિટન અને જર્મની જેવા યુરોપિયન દેશોમાં તેની ખેતી સૌથી વધારે થાય છે. હાલ ઇંગ્લેન્ડમાં તેની સૌથી વધારે ખેતી કરાય છે. આ શાકભાજીની વિશેષતાઓને ધ્યાનમાં રાખતા 18મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં તેના પર કરવેરો લાદવામાં આવ્યો હતો.