House Renovation Loan Interest Rate And Financial Options Tips : ઘર એ મૂળભૂત જરૂરિયાત પૈકીની એક છે. ઘરનું આયુષ્ય વધારવા માટે તેને સારી સ્થિતિમાં રાખવું પણ જરૂરી છે. સામાન્ય રીતે સમય વીતવાની સાથે ઘર જૂનું દેખાવા લાગે છે અને આવી સ્થિતિમાં તેનો દેખાવ બદલવા માટે રિનોવેશન કરવાની જરૂર પડે છે. આવા સમયે હોમ રિનોવેશન લોન ઉપયોગી બને છે.
શું તમારા ઘરને રિપેરિંગ અથવા રિનોવેશન કરવાની જરૂર છે? તમારે ઘરમાં નવું ફ્લોરિંગ કરાવવું હોય કે રિપેર કરાવવું હોય, રિનોવેશન કરવાથી ઘરનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. રિનોવેશન ઘરને એક રીતે નવું જીવન આપી શકે છે. ઘરનું રિનોવેશન કરવા માટે અગાઉથી આયોજન કરવું જરૂરી છે, ખાસ કરીને નાણાકીય બાબતમાં. જો તમે ઘરના રિનોવેશન માટે ભંડોળની વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યાં છો, તો આજે ઘણા નાણાકીય વિકલ્પો ઉપલબ્ધ છે. ચાલો આ વિકલ્પો વિશે જાણીએ.
રિનોવેશન લોન દ્વારા નાણાંકીય ભંડોળની વ્યવસ્થા કરો (Securing A Loan)
વર્તમાનમાં ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓ ઘરના રિનોવેશન માટે ખાસ લોન આપે છે. આ લોન સામાન્ય રીતે સ્પર્ધાત્મક વ્યાજ દર અને ફેક્સિબક પેમેન્ટની શરતો સાથે આવે છે. જે લોકો તેમના ઘરનું રિનોવેશન કરવા માટે નાણાંકીય ભંડોળ શોધી રહ્યા છે તેઓ તમામ રિનોવેશન ખર્ચ જેમ કે માલસામાન, મજૂરી ખર્ચ વગેરેને આવરી લેવા માટે બેંકોની આ ઓફરનો ઉપયોગ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે આવી લોન પર વિવિધ બેંકોના વ્યાજ દર અને પરત પેમેન્ટના નિયમે અલગ અલગ હોય છે.
પર્સનલ લોન લઈ હોમ રિનોવેશન કરાવો (Personal Loans)
રિનોવેશન લોન ઉપરાંત, તમે તમારા ઘરનું રિપેરિંગ કરાવવા માટે પર્સનલ લોન વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈપણ કોલેટરલ કે જામીનગીરી વગર પર્સનલ લોન વિકલ્પ દ્વારા ટૂંકા સમયમાં ભંડોળની વ્યવસ્થા કરી શકાય છે. જો કે, આ વિકલ્પ હાઉસ રિનોવેશન લોન કરતાં ઊંચા વ્યાજ દરો સાથે આવી શકે છે.

લોન અગેઇન્ટ્સ પ્રોપર્ટી (Loan Against Property (LAP)
જો તમારી પાસે તમારી માલિકીની મકાન – ઘર જેવી સ્થાવર મિલકત છે, તો તમે તમારી મિલકત પર લોન એટલ કે લોન અગેઇન્ટ્સ લોન લઈ શકો છો. લોન અગેઇન્ટ્સ લોન (LAP) એ સિક્યોર કેટેગરીની લોન છે. LAP લોન વિકલ્પો સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં ઓછા વ્યાજ દર સાથે આવે છે. આ વિકલ્પ ધિરાણના રૂપમાં વધુ લોન આપી શકે છે. જો તમે ઈચ્છો તો, તમે લોન અગેઇન્ટ્સ લોન વિકલ્પ દ્વારા તમારા ઘરના રિનોવેશન પ્રોજેક્ટ માટે ભંડોળની વ્યવસ્થા કરી શકો છો.
આ પણ વાંચો | ટેક્સ સેવિંગ માટેના 5 વિકલ્પ, બહુ ઓછા લોકોને છે ખબર, તમે પણ ઉઠાવો ફાયદો
Bankbazaar.com ના સીઈઓ આદિલ શેટ્ટી કહે છે કે આ બધા વિકલ્પો ઉપરાંત જો તમારી હોમ લોન ચાલુ છે, તો તમે ટોપ-અપ લોન માટે અરજી કરવા પાત્ર છો. ટોપ-અપ લોન તમને તમારી હાલની હોમ લોનની રકમ પર અને તેનાથી વધુ વધારાનું ભંડોળ ઉછીનું લેવાની મંજૂરી આપે છે. આ ભંડોળનો ઉપયોગ ઘરના રિનોવેશન સહિત વિવિધ હેતુઓ માટે કરી શકાય છે.





