એસીના ફિલ્ટરની કેટલા દિવસોમાં સફાઇ કરવી જોઈએ? એક ભૂલ પડી શકે છે મોંઘી

ગરમીમાં પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. લોકોના ઘરોમાં અને ઓફિસમાં એરકન્ડિશનર ચાલું થઇ ગયા છે. જો તમે પણ ઘરે એસી ચલાવવાનું શરૂ કરી દીધું છે અને તેને સારી રીતે ચલાવવું છે તો કેટલીક બાબતો ધ્યાન રાખવી પડે છે

Written by Ashish Goyal
May 06, 2024 21:16 IST
એસીના ફિલ્ટરની કેટલા દિવસોમાં સફાઇ કરવી જોઈએ? એક ભૂલ પડી શકે છે મોંઘી
ઉનાળાના દિવસોમાં એસી આખી સિઝનમાં યોગ્ય રીતે કામ કરતા રહેવા માટે આપણે એર કંડીશનરની પણ કાળજી લેવાની જરૂર છે (ફાઇલ ફોટો)

Utility News : ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીમાં પારો 40 ડિગ્રીથી ઉપર પહોંચી ગયો છે. લોકોના ઘરોમાં અને ઓફિસમાં એરકન્ડિશનર ચાલું થઇ ગયા છે. જો તમે પણ ઘરે એસી ચલાવવાનું શરૂ કરી દીધું છે અને તેને સારી રીતે ચલાવવું છે તો કેટલીક બાબતો ધ્યાન રાખવી પડશે.

ઉનાળાના દિવસોમાં એસી આખી સિઝનમાં યોગ્ય રીતે કામ કરતા રહેવા માટે આપણે એર કંડીશનરની પણ કાળજી લેવાની જરૂર છે. જો તમે એસીને સારી રીતે મેન્ટેન કરશો તો તમારું એસી પણ સારી ઠંડક આપશે અને સાથે જ તે તમને ઘણા વર્ષો સુધી ગરમીથી રાહત આપશે. સાફ સફાઇ નહીં કરો તો તેમને આર્થિક રીતે પણ મોંઘી પડી શકે છે.

ઠંડી હવા આપવામાં મદદ કરે છે

એસીની ઠંડી હવા દરેક માટે સારી હોય છે, પરંતુ જ્યાં સુધી તેનું ફિલ્ટર સારી રીતે કામ કરે ત્યાં સુધી જ તે સારી ઠંડી હવા આપી શકે છે. ઘણા લોકોને એસી ફિલ્ટર સાફ કરવા અંગે ઘણી મૂંઝવણ હોય છે. એસી ફિલ્ટરને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો ઠંડી હવા નહીં મળે અને તેનાથી એસીના ખરાબ થવાનો ખતરો પણ વધી જાય છે. તમે એસી ફિલ્ટર જેટલું ક્લીનર રાખશો, તેટલું જ કૂલર તમારું એસી હવા આપશે.

આ પણ વાંચો – 15000 રૂપિયાથી ઓછી કિંમતમાં iPhone 15 ખરીદવાની તક, જાણો શું છે ધમાકેદાર ડીલ

તમારું એસી ખરાબ થઈ શકે છે

ઘણા લોકો કેટલાક મહિનાઓ સુધી અથવા આખી સિઝન માટે તેમના એસી ફિલ્ટર્સને સાફ કરતા નથી. તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એસી ફિલ્ટર્સ ઠંડક પર ખૂબ અસર કરે છે. માટે તેની યોગ્ય કાળજી લેવી જોઈએ. એસીનું ફિલ્ટર એ એક માત્ર ભાગ છે જેમાંથી હવા પસાર થાય છે અને આપણને ઠંડી હવા મળે છે. જો એસી ફિલ્ટર પર ગંદકી એકઠી થાય તો હવા પસાર થઈ શકતી નથી અને એસી કોમ્પ્રેસર આપણને ઠંડી હવા આપી શકતું નથી. ફિલ્ટરમાં રહેલી ગંદકીને કારણે કોમ્પ્રેસર પર ભાર પડે છે અને તમારું એસી પણ ઝડપથી ખરાબ થઈ શકે છે.

કેટલા સમયમાં AC ફિલ્ટરને સાફ કરવું જોઈએ

એસી ફિલ્ટર ખરાબ થવાને કારણે એર ફ્લો બંધ થઈ જાય છે અને તેનાથી રૂમને ઠંડક મળતી નથી. જો તમે તમારા રૂમને ઝડપથી ઠંડો કરવા માંગો છો તો તમારે 4 થી 6 અઠવાડિયામાં એસી ફિલ્ટર સાફ કરતા રહેવું જોઈએ. તમારે આ કામ સ્પ્લિટ અને વિન્ડો એસી બંનેમાં કરવાની જરૂર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ