How much money is enough to live comfortably in India : જ્યારે પૈસાની વાત આવે છે, ત્યારે કેટલાક લોકોને લાગે છે કે તેમની પાસે પૈસા ઓછા છે જ્યારે અન્ય લોકો પાસે તેમનો ખર્ચ પૂરો કરવા માટે પૂરતા પૈસા છે. જો કે, આપણા બધાની કેટલીક મૂળભૂત જરૂરિયાતો હોય છે જેના માટે આપણને ઓછામાં ઓછી ચોક્કસ રકમની જરૂર હોય છે જેથી આપણી જરૂરિયાતોને અને આકાંક્ષાઓ – ઇચ્છાઓને પૂરી કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જો કે, ભારતમાં રહેવા માટે તમારા માટે કેટલા પૈસા પૂરતા છે તેનું મૂલ્યાંકન કરવામાં સંતુલિત અને આરામદાયક જીવનશૈલીની ખાતરી કરવા માટે ઘણી બાબતોનો સમાવેશ થાય છે.
તમારી નાણાકીય જરૂરિયાતોને સમજવામાં મદદ કરવા માટે અહીંયા તબક્કાવાર માર્ગદર્શિકા આપવામાં આવી છે:
મૂળભૂત ખર્ચનું મૂલ્યાંકન કરો (Assess Basic Expenses)
પ્રથમ તમારે તમારા મૂળભૂત ખર્ચનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. તમારા આવશ્યક જીવન ખર્ચ નક્કી કરીને શરૂઆત કરો. આમાં ઘર (ભાડું અથવા લોન ), યુટિલિટીઝ, ખાદ્યચીજો કરિયાણા, પરિવહન, દવા-દવાખાના અને વીમોનો સમાવેશ થાય છે. તમારા ચોક્કસ શહેર અથવા પ્રદેશમાં રહેવાના ખર્ચને ધ્યાનમાં લેવા, કારણ કે તે આ ખર્ચાઓ પર નોંધપાત્ર અસર કરી શકે છે.

લાઇફ સ્ટાઈલ (Lifestyle Preferences)
તમારા વિવેકાધીન ખર્ચની ઓળખ કરો, જેમ કે મનોરંજન, જમવાનું, શોખ, પ્રવાસ અને અન્ય લાઇફ સ્ટાઈલ પસંદગીઓ. આ ખર્ચ વ્યક્તિગત પસંદગીઓના આધારે વ્યાપકપણે બદલાઈ શકે છે.
શિક્ષણ અને આરોગ્ય સંભાળ (Education & Healthcare)
જો જરૂર હોય તો તમારા અથવા તમારા આશ્રિતો માટે શિક્ષણ ખર્ચનો હિસાબ રાખો. ઉપરાંત વીમાનું પ્રિમીયમ, નિયમિત ચેક-અપ અને સંભવિત કટોકટીઓ સહિત આરોગ્યસંભાળ ખર્ચ માટેનું બજેટ બનાવો.
તમારું ભવિષ્ય સુરક્ષિત કરો (Secure Your Future)
તમારી આવકનો એક હિસ્સો બચત અને રોકાણ માટે ફાળવો. તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં લો, જેમ કે નિવૃત્તિનું આયોજન, મિલકત ખરીદવી અથવા ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવું અને તે મુજબ બચતની વ્યૂહરચના બનાવો.
મોંઘવારી અને આકસ્મિક કટોકટી (Inflation and Emergency)
ફુગાવો તમારા ખર્ચને અસર કરનાર મુખ્ય પરિબળ છે. ઉપરાંત અણધાર્યા ખર્ચ અથવા નાણાકીય મંદીને આવરી લેવા માટે ઈમરજન્સી ફંડ બનાવો.
Bankbazaar.com ના CEO અધિલ શેટ્ટી કહે છે, “અણધારી નાણાકીય કટોકટીનો ઉકેલ કરવા માટે 6 થી 12 મહિના સુધીના ખર્ચને આવરી લેતું ઈમરજન્સી ફંડ જાળવી રાખવાની ભલામણ કરવામાં આવે છે. ઘણા લોકો આ ભંડોળને ફિક્સ્ડ ડિપોઝિટ (FDs), રિકરિંગ ડિપોઝિટ (RDs) અથવા લિક્વિડ ફંડ્સ જેવા સુલભ વિકલ્પોમાં રાખવાનું પસંદ કરે છે. આ ફંડને તમારી વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર તૈયાર કરો. તે નોકરી ગુમાવવી, હેલ્થ ઇમરજન્સી અથવા અન્ય અણધારી પરિસ્થિતિઓમાં તમારા નિયમિત ખર્ચને પૂરતા પ્રમાણમાં આવરી લે તેટલું હોવું જોઇએ તેની ખાતરી કરો.”
દેવું અને જવાબદારીઓ (Debt and Liabilities)
તમારા બાકી દેવા અથવા નાણાકીય જવાબદારીઓનું મૂલ્યાંકન કરો અને તેને તમારા મૂલ્યાંકનમાં સામેલ કરો. તંદુરસ્ત નાણાકીય પરિસ્થિતિની ખાતરી કરવા માટે ઉંચા વ્યાજના દેવાની ચૂકવણીને પ્રાથમિકતા આપો.

વ્યક્તિગત આકાંક્ષાઓ (Personal Aspirations)
તમારી આકાંક્ષાઓ અને ધ્યેયો નક્કી કરો, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના બંને ધ્યેય ધ્યાનમાં રાખવા. તેમાં કરિયર ગ્રોથ, પર્સનલ ગ્રોથ વગેરે સંબંધિત અપેક્ષાઓનો સમાવેશ થઈ શકે છે.
નિયમિત એડજસ્ટમેન્ટ કરો (Adjust Regularly)
તમારી નાણાકીય પરિસ્થિતિની નિયમિત સમીક્ષા કરો અને તમારી જરૂરિયાતો અને ધ્યેયોનું ફરીથી મૂલ્યાંકન કરો. જીવનના સમય – સંજોગો બદલાય છે, અને ટ્રેક પર રહેવા માટે તમારી નાણાકીય યોજનામાં સમયાંતરે એડજસ્ટમેન્ટ કરતા રહો.
અમુક લોકો માટે જે પુરતું છે તે અન્ય માટે પૂરતું ન હોઈ શકે. ‘પર્યાપ્ત’ નાણાની વ્યાખ્યા , હકીકતમાં, વ્યક્તિએ વ્યક્તિએ તેમના વ્યક્તિગત સંજોગો, અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓના આધારે બદલાય છે. તમારે તમારી ભાવિ જરૂરિયાતો અને નાણાકીય જરૂરિયાતોને આધારે તમારા નાણાંનું રોકાણ અને બચત કરવી જોઈએ.





