Activate Your EPFO UAN: પીએફ સભ્ય ફટાફટ કરે આ જરૂરી કામ, EPFO દ્વારા માર્ગદર્શિકા જારી

EPFO UAN Activation Guide : ઇપીએફઓ દ્વારા યુએએન (UAN) નંબર એક્ટિવ કરવાની માર્ગદર્શિકા જારી કરી છે. હવે પીએફ સભ્ય ઘરે બેઠાં ઓનલાઇન યુએએન સક્રિટ કરી ઇપીએફઓ સેવાનો લાભ ઉઠાવી શકે છે.

Written by Ajay Saroya
July 02, 2025 14:21 IST
Activate Your EPFO UAN: પીએફ સભ્ય ફટાફટ કરે આ જરૂરી કામ, EPFO દ્વારા માર્ગદર્શિકા જારી
EPFO: ઇપીએફઓ. (Express File Photo)

UAN Number Online Activation EPFO Guide: ઇપીએફઓ દ્વારા UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેટ કરવા નવી માર્ગદર્શિકા જારી કરી છે. હવે ઇપીએફ મેમ્બર ઘર બેઠા પીએફ બેલેન્સ ચેક, પીએફ ક્લેમ અને પાસબુક ડાઉનલોડ કરવી જેવી પીએફ સેવાઓ મેળવી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ પણે ડિજિટલ છે. જો તમે પીએફ સભ્ય છો અને તમારું UAN એક્ટિવ કરવાનું બાકી છે, તો ચિંતા ન કરો અહીં UAN એક્ટિવ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જણાવી છે.

UAN એક્ટિવ કરવું કેમ જરૂરી છે?

UAN એટલે યુનિવર્સલ એકાઉન્ટ નંબર જે 12 આંકડાનો હોય છે. આ નંબર ઇપીએફઓ દ્વારા પીએફ ખાતાધારકને જારી કરવામાં આવેછે. તે કર્મચારીના તમામ પીએફ ખાતાને એક સ્થાન પર લિંક કરે છે. જ્યારે કોઇ પીએફ સભ્ય નોકરી બદલે છે, તો તેનું નવું પીએફ એકાઉન્ટ UAN થી લિંક થઇ જાય છે. તેનાથી પીએફ બેલેન્સ ચેક કરવું, પાસબુક જોવી, કેવાયસી અપડેટ કરવું અને પીએફ ક્લેમ કરવું સરળ બની જાય છે.

UAN એક્ટિવ ન હોય તો પીએફ ખાતાધારક પોતાનું બેલેન્સ ચેક કે ઓનલાઇન પીએફ ક્લેમ કરી શકતા નથી. આથી UAN એક્ટિવ કરવું માત્ર જરૂરી નહીં, પરંતુ ફરજિયાત છે.

UAN એક્ટિવેશન કેવી રીતે કરવું?

EPFO એ UAN એક્ટિવ કરવાની પ્રક્રિયા 6 સરળ પગલાંમાં સમજાવી છે. :

  1. સૌથી પહેલા EPFO ની સત્તાવાર વેબસાઇટ epfindia.gov.in ઓપન કરો
  2. હવે Important Links સેક્શનમાંજઇ Activate UAN પર ક્લિક કરો
  3. તમારો UAN નંબર, આધાર નંબર, પુરું નામ, જન્મ તારીખ અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર દાખ કરો
  4. હવે OTP વેરિફિકેશન માટે સહમતિ આપો
  5. ત્યાર પછી Get PIN પર ક્લિક કરો
  6. તમારા મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરો
  7. OTP દાખલ કરતા જ UAN એક્ટિવ થઇ જશે
  8. હવે તમારું પીએફ એકાઉન્ટ EPFOની ઓનલાઇન સેવાનો ઉપયોગ કરવા માટે તૈયાર છે

UAN એક્ટિવ કરતી વખતે આટલું ધ્યાન રાખો

  • UAN એક્ટિવ કરતી વખતે આધાર કાર્ડ સાથે લિંક નંબર જ દાખલ કરો
  • બધી વિગત આધાર કાર્ડ મુજબ જ દાખલ કરો, નહીંત્તર OTP મળશે નહીં
  • એક વખત UAN એક્ટિવેટ થયા બાદ લોગીન માટે પાસવર્ડ સેટ કરો અને તેને યાદ રાખો

ઇપીએફઓ ડિજિટલ સર્વિસ પર વધુ ધ્યાન આપી રહ્યું છે, જેથી પીએફ સભ્યને સરળ અને ઝડપી સેવા ઉપલબ્ધ થાય. EPFO પહેલા થી જ UAN ને આધાર નંબર, PAN નંબર અને બેંક એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજિયાત બનાવ્યું છે. હવે UAN એક્ટિવેશન પ્રક્રિયા વધુ સરળ બનવાથી વ્યાપક પ્રમાણમાં પીએફ સભ્યોને ફાયદો થશે. જો UAN એક્ટિવ કરતી વખતે કોઇ સમસ્યા આવે છે તો તમે EPFO Helpdesk કે EPFO ટ્વિટર હેન્ડલ @socialepfo થી સંપર્ક કરી મદદ માંગી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ