E Passport in India 2025: ઇ પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી? જાણો ફી અને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા

E Passport in India 2025: ઈ પાસપોર્ટ સર્વિસ ભારતમાં શરૂ કરવામાં આવી છે. નવો ડિજિટલ પાસપોર્ટ મેળવવા શું કરવી? જાણો અહીં ઇ પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવા સહિત તમામ વિગત

Written by Ajay Saroya
June 27, 2025 16:29 IST
E Passport in India 2025: ઇ પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી? જાણો ફી અને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા
E Passport in India: ઇ પાસપોર્ટ માટે ભારત સરકાર દ્વારા સુવિધા શરૂ કરવામાં આવી છે. (Photo: @Ricky_900)

E Passport in India 2025: ભારતમાં ઈ-પાસપોર્ટને લઈને મોટું અપડેટ આવ્યું છે. 13મા પાસપોર્ટ સેવા દિવસના પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકરે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (પીએસ)માં મહત્વપૂર્ણ ઘટનાક્રમનો ખુલાસો કર્યો હતો અને ઇ-પાસપોર્ટને રાષ્ટ્રીય સ્તરે અપનાવવાની પુષ્ટિ કરી હતી. સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં, જયશંકરે ભારત અને વિદેશમાં પાસપોર્ટ અધિકારીઓની પ્રશંસા કરી હતી અને સેવા વિતરણમાં તેમના યોગદાનને છેલ્લા દાયકામાં નોંધપાત્ર પરિવર્તન ગણાવ્યું હતું.

પાસપોર્ટ સેવા કાર્યક્રમ (પીએસપી) 2.0ના ભાગરૂપે ઇ-પાસપોર્ટ પહેલની શરૂઆત ભારતમાં પાયલોટ પ્રોગ્રામના ભાગરૂપે કરવામાં આવી હતી. નાગપુર, ભુવનેશ્વર, જમ્મુ, ગોવા, શિમલા, રાયપુર, અમૃતસર, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, સુરત અને રાંચી ખાતેની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ હવે ઈ-પાસપોર્ટ જારી કરવા માટે સજ્જ છે અને વધુ વિસ્તરણની યોજના છે.

પાસપોર્ટ સેવાના આગામી તબક્કાની શરૂઆત

વિદેશ મંત્રીએ દેશવ્યાપી પાસપોર્ટ સેવા કાર્યક્રમ સંસ્કરણ 2.0 ની શરૂઆત કરી હતી. તેમાં અદ્યતન અને ઉભરતી ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે સિસ્ટમની કાર્યદક્ષતા અને પારદર્શકતા વધારશે.

ઈ પાસપોર્ટ શું છે?

ભારતીય ઇ-પાસપોર્ટ એક પેપર અને ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ હશે, જેમાં રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઇડી) ચિપ અને પાસપોર્ટના ઇનલેમાં એમ્બેડેડ એન્ટેના હશે. તેમાં પાસપોર્ટ હોલ્ડરની પર્સનલ અને બાયોમેટ્રિક જાણકારી હશે. તેમાં પાસપોર્ટના આગળના કવરની નીચે એક નાના પૂરક સોનેરી રંગના પ્રતીક તરીકે તરત જ ઓળખી લેવામાં આવશે.

ઈ પાસપોર્ટ શા માટે ફાયદાકારક છે?

ઇ-પાસપોર્ટનો મુખ્ય ફાયદો પાસપોર્ટ વપરાશકર્તાના ડેટાની અખંડિતતાને સુરક્ષિત રાખવાની ક્ષમતામાં વધારો છે. આમાં બુકલેટ પર ડેટા ઉમેરવાનો તેમજ ઇલેક્ટ્રોનિક ચિપમાં ડિજિટલ રીતે સહી કરેલો ડેટા ઉમેરવાનો સમાવેશ થાય છે, જેને ઇમિગ્રેશન સત્તાવાળાઓ દ્વારા સુરક્ષિત રીતે પ્રમાણિત કરી શકાય છે, જેથી નકલી અને બોગસ પાસપોર્ટ જેવી સંભવિત ગેરકાયદેસરની પ્રવૃત્તિઓથી સુરક્ષિત કરી શકાય છે, જ્યારે સરહદ નિયંત્રણો પર તેની અધિકૃતતાની પુષ્ટિ કરવામાં આવે છે.

ઇ પાસપોર્ટ માટે અરજી કેવી રીતે કરવી?

ઈ-પાસપોર્ટ મેળવવા માટે તમારે સત્તાવાર પાસપોર્ટ સર્વિસ પ્લેટફોર્મ પર જઈને નીચે આપેલી પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે.

  • https://services1.passportindia.gov.in/psp પાસપોર્ટ સેવાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • નવા યૂઝર્સે એકાઉન્ટ માટે સાઇન અપ કરવું પડશે અને હાલના યૂઝર્સ પોતાના ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને લોગ ઇન કરી શકે છે.
  • આ પછી તમારે સચોટ જાણકારી આપવી પડશે.
  • હવે તમારી સુવિધા અનુસાર નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રની પસંદગી કરો.
  • આ પછી તમારે ફી જમા કરાવવી પડશે, ઈ-પાસપોર્ટ ફી છે, પેમેન્ટ ઉપલબ્ધ પેમેન્ટ ઓપ્શન દ્વારા કરવાનું રહેશે.
  • પસંદ કરેલા સર્વિસ સેન્ટર માટે તારીખ અને ટાઇમ સ્લોટ પસંદ કરીને એપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરો.
  • બાયોમેટ્રિક કેપ્ચર અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નિર્ધારિત સમયે પીએસકે અથવા પીઓપીએસકેની મુલાકાત લો. આ પછી, તમારી અરજી પૂર્ણ થઈ જશે.

તમને જણાવી દઇયે કે, જૂના પાસપોર્ટને ઇ-પાસપોર્ટમાં કન્વર્ટ કરવાની કોઇ જરૂર નથી. જે નાગરિકો પાસપોર્ટ ઓફિસમાં અરજી કરે છે જે તકનીકી રીતે ઇ-પાસપોર્ટ જારી કરવામાં સક્ષમ છે, તેમને તેમનો ઇ-પાસપોર્ટ મળશે. ભારતભરની તમામ પાસપોર્ટ ઓફિસમાં તબક્કાવાર રીતે ઇ-પાસપોર્ટ શરૂ કરવામાં કેટલાક મહિનાનો સમય લાગી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ