Report On Google Maps And Mapple : ગુગલ મેપ્સ અને મેપલ પર વરસાદી મોસમમાં અકસ્માતો, બંધ રસ્તાઓ અને પાણી ભરવા જેવી માહિતી કેવી રીતે રિપોર્ટ કરવી? અહીં જાણો

Report On Google Maps And Mapple : ગૂગલ મેપ્સ અને મેપલ જેવી લોકપ્રિય નેવિગેશન એપ્લિકેશનો યુઝર્સને સંભવિત ક્રેશ, રસ્તા બંધ અને અવરોધિત રૂટ વિશે અન્ય લોકોને ચેતવણી આપે છે.

Written by shivani chauhan
Updated : July 10, 2023 09:28 IST
Report On Google Maps And Mapple : ગુગલ મેપ્સ અને મેપલ પર વરસાદી મોસમમાં અકસ્માતો, બંધ રસ્તાઓ અને પાણી ભરવા જેવી માહિતી કેવી રીતે રિપોર્ટ કરવી? અહીં જાણો
Google Maps અને Mapps પર તમે માર્ગ અકસ્માતો અને પાણી ભરાવા વિશે અન્ય લોકોને કેવી રીતે ચેતવણી આપી શકો છો તે અહીં છે.

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે, અને છેલ્લા કેટલાક દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે અનેક લોકોના જીવ ગયા છે. વરસાદના લીધે રસ્તાઓને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે, જે લોકોની એક જગ્યાએથી બીજા સ્થાને નેવિગેટ કરવાની ક્ષમતાને અસર કરે છે.

ગૂગલ મેપ્સ અને મેપલ જેવી લોકપ્રિય નેવિગેશન એપ્લિકેશનો યુઝર્સને સંભવિત ક્રેશ, રસ્તા બંધ અને અવરોધિત રૂટ વિશે અન્ય લોકોને ચેતવણી આપે છે. આ એપ્સ પર સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો અને આવી ઘટનાઓ વિશે અન્ય લોકોને ચેતવણી કેવી રીતે આપવી તે અહીં છે,

આ પણ વાંચો: McDonalds manu Tomato price : મેકડોનાલ્ડ્સના મેનુમાંથી ટામેટા ગાયબ, 1 કિલો ટામેટાના ભાવ રેકોર્ડ બ્રેક 250 રૂપિયા

Report On Google Maps And Mapple
Report On Google Maps And Mapple

ગૂગલ મેપ્સ પર ઘટનાઓની જાણ કેવી રીતે કરવી?

  • જો તમે આવી સમસ્યાઓની જાણ કરવા માંગતા હો, તો એક સ્થાનથી બીજા સ્થાને નેવિગેટ કરતી વખતે દેખાતી નીચેની પટ્ટીમાંથી ઉપરની તરફ સ્વાઇપ કરો અને તમને ‘એક એડ રિપોર્ટ’ બટન દેખાશે.

  • તેના પર ટેપ કરો, તમે જે ઘટનાની જાણ કરવા માંગો છો તે પ્રકાર પસંદ કરો અને ગુગલ નજીકમાં મુસાફરી કરતા યુઝર્સઓને ચેતવણી આપશે.

  • ગુગલ મેપએ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી નેવિગેશન એપમાંની એક છે. થોડા વર્ષો પહેલા, ટેક જાયન્ટે રસ્તાના બંધ, ક્રેશ, ભીડ, રોડવર્ક, રસ્તા પરની વસ્તુઓ અને અટકેલા વાહનોની જાણ કરવાની ક્ષમતા ઉમેરી હતી.

Report On Google Maps And Mapple
Report On Google Maps And Mapple

મેપલ્સ પર રિપોર્ટ્સ કેવી રીતે ઉમેરવો?

  • મેપ્સ, મેપમાયઇન્ડિયાની અન્ય લોકપ્રિય નેવિગેશન એપ્લિકેશન પણ યુઝર્સઓને અન્ય લોકો સાથે ટ્રાફિક અને સલામતી ચેતવણીઓની જાણ કરવા અને શેર કરવા દે છે.

  • રોડ બંધ, બ્રેકડાઉન, જામ, વોટર લોગિંગ અને અન્યની જાણ કરવા માટે, તમારા ફોન પર એપ ખોલો અને સ્ક્રીનના અડધા ભાગમાં દેખાતા ‘ક્વિક એક્સેસ’ વિભાગમાંથી ‘નકશા પર પોસ્ટ કરો’ આયકનને ટેપ કરો.

આ પણ વાંચો: Threads : ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી કહે છે કે થ્રેડ્સએ ‘હાર્ડ ન્યૂઝ’ માટે નથી અને ટ્વિટરને બદલશે નહિ

  • અહીં, તમે ટ્રાફિક, સેફ્ટી અને ટ્રાફિક વાયોલેશન જેવી અનેકસિરીઝ જોશો. કેટેગરી પર ટેપ કરો અને તમે જે ઘટનાની જાણ કરવા માંગો છો તે પ્રકાર પસંદ કરો.

  • હવે, ‘નકશામાંથી સ્થાન શોધો અથવા પસંદ કરો’ વિકલ્પની જમણી બાજુના એડિટિંગ બટન પર ક્લિક કરો અને સ્થાન પસંદ કરો. યુઝર્સ જે ઘટનાની જાણ કરવા માંગે છે તેનું વર્ણન અને ઇમેજ પણ ઉમેરી શકે છે અને તેમના નામ પણ છુપાવી શકે છે.

  • તમે માહિતી ઉમેર્યા પછી, ‘ડન(done) ‘ બટન પર ટેપ કરો અને મેપલ્સ તેને અન્ય લોકો સાથે શેર કરવાનું શરૂ કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ