AC Servicing At Home: વરસાદ સતત વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં હવામાન ઠંડુ બની ગયું છે. મોટા ભાગના ઘરોમાં હવે માત્ર થોડા સમય માટે જ એસી ચલાવવામાં આવી રહ્યા છે. મોસમ પૂરી થયા પછી ઘણા લોકો એર કંડિશનરની સર્વિસ કરાવે છે જેથી આવતા વર્ષે તેનો સીધો ઉપયોગ કરી શકાય.
લોકોને એસીની સર્વિસ માટે ઇલેક્ટ્રિશિયનને બોલાવવા માટે 500થી 1000 રૂપિયા ખર્ચ કરવા પડે છે. સાથે જ તેમના અનુસાર સમય કાઢવાની પણ ઝંઝટ રહે છે. આવી સ્થિતિમાં તમે સિઝનના અંતે ઘરે એસીની બેઝિક સર્વિસિંગ સરળતાથી કરી શકો છો. આવો જાણીએ સરળ રીત.
એસીની સર્વિસિંગ કેવી રીતે કરવી?
- એસી સર્વિસ કરવા માટે સૌ પહેલા એસીનો પાવર ઓફ કરો.
- આ પછી તેના કવર અને ફિલ્ટરને રિમૂવ કરો.
- ઉપરનું કવર સૂકા કપડા વડે સાફ કરો. ત્યારબાદ તેમાં પાણી નાખીને સાફ કરી લો.
- સાંકડી જગ્યા સુધી પહોંચવા માટે બ્રશનો ઉપયોગ કરો. ધૂળ દૂર કરો.
- આ પછી બહારના યુનિટમાં પાઇપથી પાણી રેડો જેથી ગંદકી દૂર થાય.
- જ્યાં સુધી યુનિટમાંથી ગંદુ પાણી આવવાનું બંધ ન થાય ત્યાં સુધી આમ કરો.
આ પણ વાંચો – Realme 15T સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી, 7000mAh બેટરી અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ
આ પછી જ્યારે તમે એસી ચાલુ કરો છો ત્યારે તમને પહેલા કરતા વધુ ઠંડકનો અનુભવ થશે. જો તમે લાંબા સમયથી એસીની સર્વિસ ન કરી હોય તો મેકેનિકને કોલ કરીને સર્વિસ કરાવી લો.
સિઝનના અંતે એસીને સર્વિસ કરવાના ફાયદા
સિઝન શરૂ થાય તે પહેલાં અને સિઝન પૂરી થયા બાદ એસીની સર્વિસ કરવાથી એસીની ઠંડક પર અસર પડે છે. વધુ સારી ઠંડક માટે ફિલ્ટર સ્વચ્છ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.