WhatsApp Poll Supports Android, iOS: વૉટ્સએપએ Android અને iOS યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે વૉટ્સએપ યુઝર્સ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર પોલ (poll) ક્રિએટ કરી શકે છે. પરંતુ, હજુ વૉટ્સએપ વેબ પર પોલ ફીચર આવતું નથી પરંતુ આશા છે કે જલ્દી આ ફીચર વેબ પર પણ ઉપલબ્ધ થશે. વૉટ્સએપ પોલ ફીચર હવે ઈન્ડિવિઝ્યુઅલ અને ગ્રુપ ચેટમાં જોવા મળશે.
યુઝર્સ એક પોલમાં 12 ઓપ્શન સુધી રાખી શકે છે. આ સિવાય, યુઝર એક ઓપ્શનને 2 વખત ટાઈપ કરે છે તો વૉટ્સએપ યુઝર્સને તેની ચેતવણી આવશે.
આ પણ વાંચો: WhatsApp India Chief અને Facebook Public Policy Head એ છોડી કંપની, અભિજીત બોસે છટણી પહેલા આપ્યું રાજીનામું
જાણો iOs અને એન્ડ્રોઇડ પર વૉટ્સએપ પોલ ફીચર ઉપયોગ કરવાની રીત
- સૌથી પહેલા આ સુનિશ્ચિત કરવું કે વૉટ્સએપનું તમારી પાસે લેટેસ્ટ વર્ઝન હોય, તેના પછી એપમાં જવું અને ગ્રુપમાં કોઈ યુઝરની ચેટ ખોલવી.
- iOS પર ચેટ બોક્સ પાસે જ્યાં તમે મેસેજ ટાઈપ કરો છો, ત્યાં એક પ્લસ (+) સિમ્બલ દેખાશે.
- એન્ડ્રોઇડ પર ચેટ બોક્સમાં ‘paperclip’ સિમ્બોલ પ્રેસ કરવી.
- આ પછી IOS અને એન્ડ્રોઇડ પર એક મેનુ ખુલશે. હવે લિસ્ટમાં સૌથી છેલ્લે polls બટન દેખાશે.
- હવે વૉટ્સએપ તમને પોલના સવાલ અને જવાબ લખવા માટે કહેશે. વૉટ્સએપ યુઝર્સ પોલમાં જવાબ તરીકે 12 ઓપ્શન્સ ઉમેરી શકો છો.
- પોલ લખ્યા પછી sendનું બટન પ્રેસ કરવું. આ પછી ગ્રુપ ચેટના મેમ્બર કે સિંગલ યુઝર, પોલ પર ટેપ કરી તમારી પસંદગીનો જવાબ આપી શકો છો.
- પોલમાં નીચે વોટ વ્યુ કરવાનોઓપ્શન પણ મળે છે.
- વૉટ્સએપ ગ્રુપ આપણા માટે રોજિંદા જીવનો મુખ્ય ભાગ બની ગયું છે, ઘણા ગ્રુપ એડમીનને પોલ ફીચર ખુબજ ગમ્યું છે. કોઈ પ્લાન જેમકે લંચ કે મિટિંગ માટે ટાઈમ ફિક્સ કરવા જેવા કામો માટે આ પોલ ફીચર કામ આવી શકે છે.