HSRP Number Plate : હવે ઘરે બેઠા કાર કે બાઇક માટે એચએસઆરપી નંબર પ્લેટ ઓર્ડર કરો, જાણો ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ રીત

High Security Number Plate Online Registration: એચએસઆરપી નંબર પ્લેટ વગરના વાહનોને દેશના ઘણા રાજ્યોમાં દંડ થઇ શકે છે. તમારી જૂની કાર, બાઇક કે કોમર્શિયલ વ્હીકલ માટે હાઇ-સિક્યોરિટી નંબર પ્લેટ માટે ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર કરવાની સંપૂર્ણ વિગત અહીં જાણો

Written by Ajay Saroya
February 14, 2024 19:48 IST
HSRP Number Plate : હવે ઘરે બેઠા કાર કે બાઇક માટે એચએસઆરપી નંબર પ્લેટ ઓર્ડર કરો, જાણો ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ રીત
HSRP Number Plate : એચએસઆરપી નંબર પ્લેટનું પુરું નામ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ છે. (Express Photo)

High Security Number Plate Online Registration : થોડા વર્ષો પહેલા ભારત સરકારે એક નવા પ્રકારની વાહન નંબર પ્લેટ રજૂ કરી હતી. હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) ને કોઇ વાહનની ઓળખ સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓને દૂર કરવાના હેતુથી રજૂ કરવામાં આવી હતી. HSRP નંબર પ્લેટ્સમાં 3D હોલોગ્રામ, ઇન્સક્રિપ્શન સહિત રિફ્લેક્ટિવ ફિલ્મ જેવી ઘણી ખાસિયતો છે. આ ફિલ્મમાં India લખેલુ હોય છે. ઉપરાંત તેમાં લેઝરયુક્ત સીરિયલ નંબર હોય છે, જે તેને ટેંપર પ્રૂફ બનાવે છે. એટલે કે વ્હીકલ નંબર સાથે કોઇ પણ પ્રકારની છેડખાની કરી શકાતી નથી.

જુલાઈ 2022 પછી વેચાયેલા તમામ વાહનો હવે ડિફોલ્ટ રીતે HSRP નંબર પ્લેટ સાથે આવે છે. કર્ણાટક જેવા ઘણા રાજ્યોએ 17 ફેબ્રુઆરી, 2024 પહેલા ઉત્પાદિત તમામ જૂના વાહનોના માલિકો માટે નંબર પ્લેટ અપગ્રેડ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જે લોકો નંબર પ્લેટ અપગ્રેડ નહીં કરે તેમને વાહનના પ્રકારને આધારે 500 થી 1000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે.

HSRP નંબર પ્લેટ શું છે? (What Is An HSRP Number Plate?)

HSRP એટલે હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ. આ નંબર પ્લેટ ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડો અનુસરે છે કે, કોઇ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કેવી હોવી જોઈએ. તેમા ઘણા પ્રકારના સિક્યોરિટી ફીચર્સ જેવા કે ઇન્ટરનેશનલ રજિસ્ટ્રેશન કોડ, લેસરાઇઝ્ડ યુનિક સીરીયલ નંબર, અશોક ચક્રનો 3D હોલોગ્રામ વગેરે હોય છે. આ ઉપરાંત પોલીસ માટે આ નંબર પ્લેટોને ઓળખવી સરળ છે. ઉપરાંત કોઈ પણ વ્યક્તિ આવી વાહન નંબર પ્લેટ સાથે સરળતાથી ફેરફાર અથવા છેડછાડ કરી શકશે નહીં.

હાલ દેશમાં તમામ પ્રકારના વાહનો માટે એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત છે, જે સત્તાવાર રીતે રજિસ્ટર્ડ હોય છે. અમે તમને અહીં તમે કેવી રીતે તમારી બાઇક કે કાર માટે એચએસઆરપી નંબર પ્લેટ મેળવી શકો છો. દિલ્હી, યુપી, તમિલનાડુ જેવા રાજ્યોમાં હાલ કર્ણાટકની જેમ હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ માટે કોઇ ડેડલાઇન નથી.

HSRP નંબર પ્લેટ માટે કેવી રીતે અરજી કરવી? (Hwo to Apply For An HSRP Number Plate?)

હવે કોઈપણ વાહન માલિક સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ની સત્તાવાર વેબસાઈટ પર નવી અથવા બદલી HSRP નંબર પ્લેટ માટે અરજી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે આ ટોચની રાષ્ટ્રીય સંસ્થા છે.HSRP નંબર પ્લેટ માટે, તમારે વાહન નોંધણી નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબર જેવી વિગતોની જરૂર પડશે. ઉપરાંત તમારે એક ફોન નંબર પણ આપવો પડશે જેના પર પાસવર્ડ, ઈમેલ આઈડી, ઓટીપી વગેરે મેળવી શકાય. આ સાથે ઓનલાઈન પેમેન્ટ માટે UPI આઈડી, ક્રેડિટ કે ડેબિટ કાર્ડની પણ જરૂર પડશે.

HSRP નંબર પ્લેટ માટે અરજી કરવાની રીત (Guide To Apply For HSRP Number Plate)

સૌ પ્રથમ https://www.siam.in પર જાઓ અને પછી સૌથી ઉપર જમણી બાજુ ‘Book HSRP’ વિકલ્પ પર ક્લિક કરો.હવે નામ, વાહન નંબર, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, રાજ્ય અને જિલ્લો જેવી જરૂરી વિગતો દાખલ કરો. પછી Agree ચેકબોક્સ સિલેક્ટ કરો અને સબમિટ પર ક્લિક કરો.હવે આગામી પેજ પર જઇને એક વાર ફરી જિલ્લો પસંદ કરવો પડશે. હવે તમારા વાહનના પ્રકાર (ટુ વ્હીલર, 3-વ્હીલર, 4-વ્હીલર અથવા કોમર્શિયલ વાહન) સિલેક્ટ કરો.આ પછી તમારા ઓટો કંપની પસંદ કરો. હવે બ્રાન્ડ પર આધાર રાખીને, તમને નીચે દર્શાવેલ ચાર વેબસાઇટ્સમાંથી એક પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

bookmyhsrp.comorderyourhsrp.comgetmyhsrp.commakemyhsrp.com

હવે આગલા પેજ પર તમે વાહન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબર અને સરનામું, ફોન નંબર અને ઈમેલ એડ્રેસ વગેરે વિગત દાખલ કરો. તમારો ઓર્ડર પૂર્ણ કરવા માટે પેમેન્ટ કરવું જરૂરી છે. જો તમે ઇન-સ્ટોર ફિટિંગનો વિકલ્પ પસંદ કરો છો, તો તમારે એક ચોક્કસ તારીખ અને સમયનો સ્લોટ પસંદ કરવો પડશે.

નોંધનીય છે કે આ વેબસાઇટ્સ પર કોઈ કેશ ઓન ડિલિવરીની સુવિધા નથી. અને દરેક વ્યક્તિને HSRP નંબર પ્લેટ માટે પ્રી પેમેન્ટ જરૂર છે. એકવાર પેમેન્ટ સક્સેસ થઈ જાય, પછી તમને એક એક્નોલેજમેન્ટ સ્લિપ પ્રાપ્ત થશે. જે તમે સ્ટોરમાં HSRP નંબર પ્લેટ ફિક્સ કરાવવા જતી વખતે બતાવી શકો છો.

અમે તમને જણાવી દઈએ કે મોટાભાગના પ્લેટફોર્મ્સ કાં તો HSRP નંબર પ્લેટ ઘરે પહોંચાડે છે અથવા તમે તેને સરળ ઇન્સ્ટોલેશન પ્રક્રિયા માટે નજીકના શોરૂમ અથવા વાહન વર્કશોપમાં મોકલી શકો છો.

આ પણ વાંચો | નાની રકમ માટે કાર ઇન્શ્યોરન્સ ક્લેમ કરવો જોઇએ? જાણો તેના નફા – નુકસાન

નોંધનિય છે કે, જણાવી દઈએ કે ઘણા યુઝર્સે SIAM વેબસાઈટ પરથી HSRP નંબર પ્લેટ ઓર્ડર ન કરી શકવાની ફરિયાદ નોંધાવી છે. ઓનલાઈન અરજી ન કરવાના કિસ્સામાં, તમારે શોરૂમ અથવા રિજનલ ટ્રાન્સપોર્ટ સપોર્ટ ઓફિસ (RTO) જવું પડશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ