Huawei Mate XTs Launch Price : Huawei કંપનીએ 1 નહીં 2 નહીં 3 સ્ક્રીન વાળો Huawei Mate XTs ફોન લોન્ચ કર્યો છે. ટ્રિપલ સ્ક્રીન ફોલ્ડેબલ Huawei Mate XTs ચીનમાં લોન્ચ થવાની સાથે ધમાલ મચાવી દીધી છે. સ્ટાઇલિશ લૂક અને એડવાન્સ ફીચર્સથી સજ્જ આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોન Kirin 9020 પ્રોસેસરથી સંચાલિત થાય છે અને તેમા 16GB RAM આવે છે. Huawei કંપનીનો આ બીજો ટ્રિપલ ફોલ્ડેબલ ફોન છે. ચાલો જાણીયે Huawei Mate XTs ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
Huawei Mate XTs : ફીચર્સ અને સ્પેસિફિકેશન
Huawei Mate XTs સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ડિસ્પ્લે સિંગલ સ્ક્રીન મોડલમાં આવે છે. તો ડ્યુઅલ સ્ક્રીન મોડમાં 7.9 ઇંચની ડિસ્પ્લે અને 10.2 ઇંચની ડિસ્પ્લે ફોનને સંપૂર્ણપણે અનફોલ્ડ કરવા પર મળે છે. આ ડિસ્પ્લે LTPO OLED પેનલમાં આવે છે.
Huawei Mate XTs ફોન Kirin 9020 પ્રોસેસર સાથે આવે છે, જેમા 16GB RAM અને 1TB સુધી સ્ટોરેજ મળે છે. આ ડિવાઇસ HarmonyOS 5.1 બેઝ્ડ છે તેમા M-Pen 3 સ્ટાયલસ સપોર્ટ આવે છે. તેનો ઉપયોગ રિમોટ જેમ પણ કરી શકાય છે.
આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનમાં 50MP પ્રાયમરી કેમેરા, 40MP અલ્ટ્રા વાઇટ એંગલ લેન્સ અને 12MP પેરિસ્કોપ લેન્સ આવે છે. તો ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. સ્માર્ટફોનમાં 5600mAhની બેટરી છે, જે 66W વાયર્ડ અને 50W વાયરલેસ છે. ઉપરાંત 7.5W નું રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ કરે છે.
Huawei Mate XTs : કિંમત
Huawei Mate XTs ફોન હાલ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, આથી આ ટ્રિપલ સ્ક્રીન ફોન માત્ર ચીનના બજારમાં જ ઉપલબ્ધ છે. આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનના 16GB RAM + 256GB સ્ટરેજ વેરિયન્ટની કિંમત 17,999 યુઆન (લગભગ 2,22,300 રૂપિયા) છે.
તો 16GB + 512GB સ્ટોરેજ વેરિયન્ટ 19,999 યુઆન (લગભગ 2,47,100 રૂપિયા) અને 16GB + 1TB સ્ટોરેજ વેરિયન્ટ 21,999 યુઆન (લગભગ 2,71,900 રૂપિયા)માં ઉપલબ્ધ છે. આ ટ્રિપલ સ્ક્રીન ફોલ્ડેબલ સ્માર્ટફોન બ્લેક, પર્પલ, રેડ અને વાઇટ કલરમાં ઉપલબ્ધ છે.