Income Tax Notices: ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, કરદાતાએ આઇટી નોટિસનો પ્રત્યુત્તર કેવી રીતે આપવો અને ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે? જાણો

Income Tax Notices respond: હાલના સમયમાં આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઇન્કમ ટેક્સની નોટિસ મોકલવામાં આવે છે

Written by Ajay Saroya
August 07, 2023 17:36 IST
Income Tax Notices: ઇન્કમ ટેક્સની નોટિસ આવે તો ગભરાશો નહીં, કરદાતાએ આઇટી નોટિસનો પ્રત્યુત્તર કેવી રીતે આપવો અને ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે? જાણો
કરદાતાઓ ઇન્કમ ટેક્સ નોટિસ આવતા ગભરાઇ જાય છે.

How to do respond of Income Tax Notices: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગમાં તમે બોગસ કર કપાત અથવા કર મુક્તિનો દાવો કરનાર કરદાતા મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તાજેતરમાં કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગ પગારદાર કરદાતાઓને નોટિસ મોકલી રહ્યું છે, જેમાં તેમના દ્વારા ITRમાં ક્લેમ કરાયેલા કર મુક્તિ અને કપાતનો પુરાવો માંગવામાં આવ્યા છે.

કરવેરાના નિયમો કરદાતાઓને નવી કર વ્યવસ્થા હેઠળ ઘણી કર મુક્તિઓ અને કર કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. જો કે, નિષ્ણાંતો કહે છે કે કરદાતાઓ તેમના આવકના રિટર્નમાં ખોટા અથવા બોગસ કપાતનો દાવો કરે છે તેઓ આવકવેરા વિભાગનું ધ્યાન ખેંચી શકે છે અને તેમને નોટિસ ફટકારવામાં આવી શકે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ વેદ જૈન એન્ડ એસોસિએટ્સના પાર્ટનર અંકિત જૈનનું કહેવુ છે કે, “આવકવેરા વિભાગ આજે ઘણા સ્ત્રોતમાંથી કરદાતાની આવક અને ખર્ચ વિશે વિપુલ માહિતી એકઠી કરી શકે છે. જ્યારે પણ કરદાતા દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં ફાઇલ કરવામાં આવેલી માહિતી અને સ્વતંત્ર સ્ત્રોતોમાંથી પ્રાપ્ત માહિતી વચ્ચે વિસંગતતા હોય ત્યારે આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવવાની શક્યતા વધી જાય છે.”

ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળ્યા પછી તમારે શું કરવું જોઈએ?

હાલના સમયમાં આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર નોટિસ મોકલવામાં આવે છે. ટેક્સ એક્સપર્ટ્સ કહે છે કે, પગારદાર વ્યક્તિઓએ આવકવેરા વિભાગની કોઈપણ નોટિસનો સમયસર જવાબ મોકલવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી નોટિસનો પ્રત્યુત્તરમાં આપવામાં વિલંબ એ તમારા કેસને બગાડી શકે છે.

ટેક્સ કન્સલ્ટન્સી ફર્મ આરએસએમ ઇન્ડિયાના સ્થાપક ડૉ સુરેશ સુરાના કહે છે કે, “જો કોઈ કરદાતાને ટેક્સ વિભાગ તરફથી આવી નોટિસ મળે છે, તો તેણે નોટિસમાં ઉલ્લેખિત તમામ મુદ્દાઓનો નિર્ધારિત સમય મર્યાદામાં સમયસર જવાબ આપવાની ખાતરી કરવી જોઈએ. વધુમાં, કોઈપણ આકારણી કાર્યવાહીના કિસ્સામાં કરદાતાએ કોઈપણ સંબંધિત કપાત, મુક્તિ, ભથ્થાં અથવા રિબેટ વગેરેનો દાવો કરવા માટે સબુતના પુરાવા તરીકે કોઈપણ સંબંધિત રસીદો, વાઉચર્સ, ઇન્વૉઇસેસ અથવા અન્ય કોઈપણ દસ્તાવેજ જેવા તમામ સહાયક દસ્તાવેજો રજૂ કરવા જોઈએ.”

આવકવેરાની નોટિસ ક્યારે આવે?

ટેક્સ એક્સપર્ટ્સના મતે, જો આવકવેરા વિભાગને તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં કોઈ ભૂલ જણાય તો તમને નોટિસ મળી શકે છે.

Tax2win ના CEO અને સહ-સ્થાપક અભિષેક સોની કહે છે, “જો તમે તમારા રિટર્નમાં ઉલ્લેખિત કપાત અને તમારા એમ્પ્લોયર તરફથી TDS સર્ટિફિકેટ (ફોર્મ16) વચ્ચે વિસંગતતા હશે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને આઇટી નોટિસ મોકલી શકે છે. જો તમારી કરપાત્ર આવક પાછલા વર્ષો કરતાં ઓછી હશે તો પણ નોટિસ મળી શકે છે.”

આવકવેરા વિભાગની નોટિસનો પ્રત્યુત્તર કેટલા દિવસમાં આપવો?

આઇટી નોટિસ મળ્યા બાદ કરદાતાને જવાબ આપવા માટે સામાન્ય રીતે 15 દિવસનો સમય મળે છે. જો કરદાતા નિર્ધારિત સમયગાળામાં ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસનો પ્રત્યુત્તર ન આપી શકે તો તેઓ સ્થાનિક ઇન્કમ ટેક્સ ઓફિસરને સમયમર્યાદા વધારવા માટે વિનંતી કરી શકે છે.

ઇન્કમ ટેક્સ નોટિસનો પ્રત્યુત્તર આપવાની ટીપ્સ

ઇન્કમ ટેક્સ નોટિસને ક્યારે નજર અંદાજ કરવી નહીં : ટેક્સ નોટિસને અવગણવાથી ગંભીર પરિણામો આવી શકે છે. આઇટી નોટિસનો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ આપવાની ખાતરી કરો.

ઇન્કમ ટેક્સ નોટિસને ધ્યાનથી વાંચો : આવકવેરા વિભાગની ટેક્સ નોટિસ શેના વિશે છે તે સમજો. આઇટી નોટિસમાં ઉલ્લેખિત વિસંગતતાઓ અથવા સમસ્યાઓ સંબંધિત ચોક્કસ વિગતો ચકાશો.

જરૂરી દસ્તાવેજો એક્ઠાં કરો : આઇટી નોટસનો પ્રત્યુત્તર આપવા માટે સૌથી પહેલા નોટિસમાં જે વિસંગતતાઓ દર્શાવી છે અથવા તો પ્રશ્નનો ઉઠાવ્યા છે, તે બાબતો વિશેના સંબંધિત દસ્તાવેજો અને માહિતી એક્ત્ર કરો, જે તમારા પક્ષને મજબૂત બનાવી શકે છે.

ટેક્સ પ્રોફેશનલની સલાહ લો: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કે જેઓ આવકવેરાની બાબતોમાં એક્સપર્ટ્સ હોય તેમની પાસેથી સલાહ લેવી યોગ્ય રહેશે. તેઓ તમને સમસ્યાને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરી શકે છે અને યોગ્ય પ્રત્યુત્તર તૈયાર કરવામાં તમને માર્ગદર્શન આપી શકે છે.

પ્રત્યુતરનો ડ્રાફ્ટ તૈયાર કરોઃ જો તમે તમારી રીતે આઇટી નોટિસનો પ્રત્યુત્તર આપવાનું પસંદ કરો છો, તો નોટિસમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સંબોધતા પ્રત્યુત્તરનો કાળજીપૂર્વક મુસદ્દો તૈયાર કરો. આઇટી નોટિસનો પ્રત્યુત્તર સ્પષ્ટ અને સંક્ષિપ્ત રાખવો અને જો જરૂરી હોય તો પુરાવા પણ સબમિટ કરો.

આઇટી નોટિસનો પ્રત્યુત્તર સબમિટ કરો: ઇન્કમ ટેક્સ નોટિસનો પ્રત્યુતર સબમિટ કરવા માટે નોટિસમાં આપેલી સૂચનાઓને અનુસરો. સામાન્ય રીતે આઇટી નોટિસનો પ્રત્યુતર આવકવેરા પોર્ટલ પર ઑનલાઇન સબમિટ કરવો જરૂરી છે.

રેકોર્ડ્સ રાખો: તમામ સંદેશાવ્યવહારની નકલો સાચવી રાખવાની ખાતરી કરો, જેમાં મૂળ સૂચના અને તમારો પ્રત્યુત્તર, સહાયક દસ્તાવેજોને સાચવી રાખવા.

આ પણ વાંચો | માત્ર 12 કલાકમાં ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું, વહેલું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના અઢળક ફાયદા

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે વકીલની સલાહ લેવી જોઈએ?

નિષ્ણાતોનું માનવું છે કે આવકવેરા વિભાગની નોટિસનો જવાબ આપવા માટે કરદાતાઓએ વ્યાવસાયિક માર્ગદર્શન લેવું જોઈએ.

ડૉ. સુરાના કહે છે કે, “કરદાતાઓને પ્રોફેશનલ એક્સપર્ટ્સની મદદ અને સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આવી આવકવેરાની નોટિસનો યોગ્ય રીતે જવાબ ન આપવાથી કર અને દંડ થવાનો જોખમ રહે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ