Income Tax Refund Status Check Online: ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2024 હતી. 7.5 કરોડથી વધુ લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ થયા છે. અને હવે ઘણા લોકો તેમના ટેક્સ રિફંડ માટે રાહ જોઈ રહ્યા છે. જે કરદાતાના ટીડીએસ અથવા સરપ્લસ એડવાન્સ ટેક્સ કાપવામાં આવ્યા હતા, તેમને હવે આઇટીઆર ફાઇલ કર્યા પછી રિફંડ મળશે. જો તમે પણ તમારા ઇનકમ ટેક્સ રિફંડ મળવાની રાહ જોઇ રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો.

આઇટીઆર રિફંડ સ્ટેટસ ચેક કરવાની રીત (ITR Refund Status Check Online)
- સૌથી પહેલા ઇનકમ ટેક્સ ઇ-ફાઇલિંગ https://www.incometax.gov.in પોર્ટલ પર જાવ
- હવે તમારા યુઝર આઇડી (PAN નંબર) અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો. જો તમે હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તમારે પહેલા રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવાની રહેશે.
- ત્યાર પછી My Account સેક્શનમાં જાઓ
- હવે ડ્રોપડાઉન મેનુમાંથી રિફંડ / ડિમાન્ડ સ્ટેટ્સ સિલેક્ટ કરો
- હવે તમને તે પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે રિફંડ સ્ટેટ્સ ચેક કરી શકો છો. આ પેજ પર તમને એસેસમેન્ટ યર, પેમેન્ટ મોડ, રેફરન્સ નંબર અને તમારા રિફંડનું સ્ટેટસ ચેક કરવા જેવા ઓપ્શન મળશે.
- ત્યાર પછી તમને Refund Issued, Refund Not Determined કે Refund failed જેવા ટર્મ દેખાશે. દરેક સ્ટેટ્સ તમને તમારી રિફંડ પ્રક્રિયાનું કરન્ટ સ્ટેટ્સ દેખાડશે.
એનએસડીએલ પોર્ટલ પર રિફંડ સ્ટેટ્સ ચકાસો (Tax Refund Status Check Online On NSDL)
- જો તમે ઇ-ફાઇલિંગ પોર્ટલને એક્સેસ કરવામાં અસમર્થ છો, તો તમે એનએસડીએલ વેબસાઇટ પર જઇને રિફંડ સ્ટેટ્સ પણ ચકાસી શકો છો.
- સૌથી પહેલા NSDL ની વેબસાઇટ https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ની મુલાકાત લો.
- આ પછી તમારા પાન કાર્ડની માહિતી દાખલ કરો, આકારણી વર્ષ પસંદ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
- હવે રિફંડ સ્ટેટ્સ ચકાસવા માટે પ્રોસિડ (Proceed) ઓપ્શન પર ક્લિક કરો.
આ પણ વાંચો | 31 જુલાઈ બાદ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા કેટલો દંડ થશે? કોણ બિલેટેડ ITR ફાઈલ કરી શકે છે? જાણો નિયમ
જો રિફંડમાં વિલંબ થાય તો શું કરવું? (What To Do If Refund Delayed)
- જો તમારા ઈન્કમ ટેક્સ રિફંડમાં વિલંબ થાય છે, તો તમે 1800 103 4455 નંબર પર સંપર્ક કરી શકો છો અથવા તમે ask@incometax.gov.in પર મેઇલ પણ કરી શકો છો.
- જો તમે ઇચ્છો તો તમે લોકલ ઇનકમ ટેક્સ ઓફિસમાં પણ જઇ શકો છો. ત્યાં જઈને તમે સંબંધિત અધિકારીઓ પાસેથી રિફંડ સંબંધિત જાણકારી મેળવી શકો છો.
- જો આ બધું કરવા છતાં, તમારા રિફંડમાં વિલંબ થાય છે, તો તમારે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર e-Nivaran સેક્શન હેઠળ ફરિયાદ દાખલ કરવી પડશે. તમારી સમસ્યાની જાણ કરવાની આ ઔપચારિક રીત છે.
Read More





