AY 2023-24 માટે ITR ફાઇલિંગ: નાણાકીય વર્ષ 2022-23માં મેળવેલી આવક માટે 14,65,641 ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 12 લાખથી વધુ રિટર્નની ચકાસણી કરવામાં આવી હતી જ્યારે 3834માં વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ લખાય છે ત્યાં સુધી આ માહિતી આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી પ્રાપ્ત થઈ છે. પગારદાર કર્મચારીઓ 15 જૂન સુધીમાં તેમના એમ્પ્લોયર પાસેથી ફોર્મ 16 પ્રાપ્ત કર્યા પછી ટૂંક સમયમાં આકારણી વર્ષ 2023-24 માટે તેમના રિટર્ન ફાઇલ કરી શકશે.
ITR-1 શું છે?
ટેક્સ ભરવાની મોસમ શરૂ થઈ ગઈ છે, તેથી નીચે આપેલા પગલાંઓ અનુસરીને પગારદાર કરદાતાઓ ખૂબ સરળતાપૂર્વક પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે. મોટાભાગના પગારદાર કર્મચારીઓ ITR-1 (સહજ) માટે પાત્ર હશે. ITR-1 તેવી વ્યક્તિ દ્વારા ફાઇલ કરવામાં આવે છે જેઓ પગાર, એક ઘરની મિલકત અને અન્ય સ્ત્રોતો જેવા કે વ્યાજ વગેરેમાંથી 50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવે છે.
આ પણ વાંચોઃ આવકવેરા વિભાગની નોટિસનો જવાબ ન આપનાર કરદાતાઓ પર તવાઇ આવશે, નવા ગાઇડલાઇન જારી
આ પગલાંઓ અનુસરીને ITR ફાઇલ કરો
- આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ https://www.incometax.gov.in/iec/foportal/ ની મુલાકાત લો
- યુઝર આઈડી (PAN), પાસવર્ડ, કેપ્ચર કોડ દાખલ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગિન કરો
- ‘ઈ-ફાઈલ’ મેનુ પર ક્લિક કરો અને પછી ‘ઈન્કમ ટેક્સ રિટર્ન’ લિંક પર ક્લિક કરો.
- બધી વિગતો ભર્યા પછી, ‘ચાલુ રાખો’ પર ક્લિક કરો.
- આ પગલામાં બધી સૂચનાઓને ધ્યાનથી વાંચો અને ઓનલાઈન ITR ફોર્મની ફરજિયાત વિગતો દાખલ કરો. ઉપરાંત, સેશન ટાઇમ -સમાપ્ત થવાને કારણે ડેટા લોસથી બચવા માટે ‘સેવ ડ્રાફ્ટ’ બટન પર ક્લિક કરો.
- મહત્તમ કર લાભની ખાતરી કરવા માટે કુલ આવક, કપાત, ચૂકવેલ કર અને કર જવાબદારી (જો કોઈ હોય તો) સંપૂર્ણ રીતે તપાસો.
- આ પછી તમારું ITR સબમિટ કરો. તમારા મોબાઈલ પર એક OTP આવશે. તે દાખલ કરીને પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન વેરિફાઇ કરો.
Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીંં વાંચી શકો છો.