Income Tax Return Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો સમય આવી ગયો છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. પરંતુ તમે તેના પહેલા પણ તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. વ્યક્તિએ કેટલો ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે તે તેની આવક અને તેને લાગુ પડતા ઇન્કમ ટેક્સ સ્લેબ અનુસાર નક્કી કરવામાં આવે છે. નવી કર વ્યવસ્થાના અમલ સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમા નવી બાબતો પણ ઉમેરવામાં આવી છે.
નવી અને જૂની કર પ્રણાલીમાં સ્લેબ અને ટેક્સ રેટ અલગ છે. કરદાતા બંનેમાંથી કોઇ એક ટેક્સ રિઝિમ પસંદ કરી શકે છે. અહીં આ બંને ટેક્સ રિઝિમ સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેથી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ટેક્સ રિઝિમ પસંદ કરવામાં તમને સરળતા રહેશે.
આવકવેરાની ગણતરી કેવી રીતે કરવી?
આકારણ વર્ષ 2024-25 માટે આવકવેરાની ગણતરી હાલમાં ગયા વર્ષથી લાગુ થતા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે, કારણ કે 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીને કારણે સરકારે ફેબ્રુઆરી 2024માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેથી, તે બજેટમાં આવકવેરા કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જુલાઈમાં નવી સરકારની રચના બાદ નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

તેથી, ત્યાં સુધી જૂના કાયદા જ અમલમાં રહેશે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ આગામી થોડાક દિવસોમાં રજૂ થશે. કર જવાબદારીનો ચોક્કસ અંદાજ કાઢવા અને સ્ત્રોત પર કર કપાત (TDS) ઘટાડવા માટે યોગ્ય કર વ્યવસ્થા પસંદ કરવી મહત્વપૂર્ણ છે. અને આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમારી પાસે વર્તમાન નાણાકીય વર્ષમાં લાગુ આવકવેરા સ્લેબ વિશે સાચી માહિતી હોય. નીચે આપેલ કોષ્ટક નવી અને જૂની ટેક્સ રિઝિમ હેઠળ લાગુ થતા ટેક્સ સ્લેબ અને ઈન્કમ ટેક્સ રેટ વિશે માહિતી આપે છે:
નવી કર વ્યવસ્થામાં આવકવેરા સ્લેબ
| આવકવેરા સ્લેબ | આવકવેરા દર |
| 0 થી રૂ. 3,00,000 સુધી | 0 |
| રૂ. 3,00,001 થી રૂ. 6,00,000 | 5% |
| રૂ. 6,00,001 થી રૂ. 9,00,000 | 10% |
| રૂ. 9,00,001 થી રૂ. 12,00,000 | 15% |
| રૂ. 12,00,001 થી રૂ. 15,00,000 | 20% |
| રૂ. 15,00,001 અને તેથી વધુ | 30% |
જુની કર વ્યવસ્થામાં આવકવેરાના સ્લેબ (60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે)
| આવકવેરા સ્લેબ | આવકવેરા દર |
| 0 થી રૂ. 2,50,000 સુધી | 0 |
| રૂ. 2,50,001 થી રૂ. 5,00,000 | 5% |
| રૂ. 5,00,001 થી રૂ. 10,00,000 | 20% |
| રૂ. 10,00,001 અને તેથી વધુ | 30% |
નવી અને જૂની ટેક્સ રિલિઝમાં ઈન્કમ ટેક્સ સ્લેબની સરખામણી
જો તમે હજી પણ મૂંઝવણમાં છો, તો તમે નીચે આપેલા કોષ્ટકમાં નવી અને જૂની કર પ્રણાલી હેઠળ લાગુ પડતા ટેક્સ સ્લેબની તુલના કરીને તમારા માટે યોગ્ય ટેક્સ રિઝિમ પસંદ કરી શકો છો.
| કરપાત્ર આવક | જૂની કર પ્રણાલી | નવી કર પ્રણાલી |
| 0 થી રૂ. 2,50,000. | મુક્તિ | મુક્તિ |
| રૂ. 2,50,001 થી રૂ. 3,00,000 | 5% | મુક્તિ |
| રૂ. 3,00,001 થી રૂ. 5,00,000 | 5% | 5% |
| રૂ. 5,00,001 થી રૂ. 6,00,000 | 20% | 5% |
| રૂ. 6,00,001 થી રૂ. 9,00,000 | 20% | 10% |
| રૂ. 9,00,001 થી રૂ. 10,00,000 | 20% | 15% |
| રૂ. 10,00,001 થી રૂ. 12,00,000 | 30% | 15% |
| રૂ. 12,00,001 થી રૂ. 15,00,000 | 30% | 20% |
| રૂ. 15,00,001 અને તેથી વધુ | 30% | 30% |
નવી કર પ્રમાણી હેઠળ કેટલી આવક કર મુક્તિ છે?
નવી કર પ્રમાણી હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક તમામ કરદાતાઓ માટે કરમુક્ત છે, પછી કરદાતાની ઉંમર ગમે તે હોય. પરંતુ નવા ટેક્સ સિસ્ટમમાં ટેક્સ રિબેટને કારણે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ ઉમેરવામાં આવે તો આ મર્યાદા વાર્ષિક 7.5 લાખ રૂપિયા થઈ જાય છે.

આ પણ વાંચો | બેંક બચત ખાતામાં એક વર્ષમાં કેટલી થાપણ જમા કરાવી શકાય? જાણો ઇન્કમ ટેક્સના નિયમ
જુની કર પ્રમાણી હેઠળ કેટલી આવક કર મુક્તિ છે?
તો જુના ઇન્કમ ટેક્સ રિલિમ હેઠળ કર મુક્તિ આવક મર્યાદા વ્યક્તિની ઉંમર પર આધારિત છે. 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે 2.5 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત છે. 60 થી 80 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકો માટે 3 લાખ રૂપિયા સુધીની આવક કર મુક્ત છે. 80 વર્ષ અને તેથી વધુ વયના સુપર સિનિયર સિટીઝન માટે 5 લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્તિ રાખવામાં આવે છે.





