ટોલ ટેક્સ વધારો : લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મુસાફરી મોંઘી થઈ, એક્સપ્રેસ વે અને હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો

Toll Tax Rate Increase Expressway, ટોલ ટેક્સ રેટ : અમુલ દૂધના ભાવમાં વધારાની સાથે સાથે હવે એક્સપ્રેસ વે અને હાઈવે પર ટોલ ટેક્સના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઇ જવાના છે.

Written by Ankit Patel
June 03, 2024 09:35 IST
ટોલ ટેક્સ વધારો : લોકસભા ચૂંટણી પરિણામ પહેલા મુસાફરી મોંઘી થઈ, એક્સપ્રેસ વે અને હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો
ટોલ ટેક્સ ભાવ વધારો - Express photo

Toll Tax Rate Increase Expressway, ટોલ ટેક્સ વધારો : લોકસભાની ચૂંટણી પરિણામના એક દિવસ પહેલાથી જ સામાન્ય લોકોને મોંઘવારીનો ડબલ ડોઝ મળ્યો છે. અમુલ દૂધના ભાવમાં વધારાની સાથે સાથે હવે એક્સપ્રેસ વે અને હાઈવે પર ટોલ ટેક્સના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઇ જવાના છે. 2 જૂનની મધ્યરાત્રિથી દેશના તમામ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ કાર, બસ અને ટ્રક માટેના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કર્યો છે.

NHAI અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોલ ટેક્સના ભાવમાં વધારો એ વાર્ષિક પ્રક્રિયા છે. આચારસંહિતાના અમલને કારણે ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો હતો કે ટોલ ટેક્સના દરમાં હજુ વધારો ન કરવો જોઈએ. આ પછી NHIAએ દેશભરમાં ટોલ ટેક્સ વધારવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. NHI અધિકારીએ આ માહિતી આપી હતી.

તમારે કેટલું ચૂકવવું પડશે?

મેરઠ-બાગપત નેશનલ હાઈવે પર સૌથી ઓછો ટોલ 45 રૂપિયા અને સૌથી વધુ ટોલ 295 રૂપિયા હશે. દિલ્હી-સહારનપુર નેશનલ હાઈવે પરના જીવાના ટોલ પર લઘુત્તમ ટોલ 90 રૂપિયા અને સૌથી વધુ ટોલ 890 રૂપિયા હશે. ઝાંસી-કાનપુર હાઈવે દ્વારા ઝાંસી આવતા વાહનોને સેમરી ટોલ પ્લાઝા પર 5 થી 1500 રૂપિયા વધુ ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-હાપુર એક્સપ્રેસવે અને ગાઝિયાબાદ અલીગઢ હાઈવે પર ટોલ વસૂલવાની જવાબદારી ખાનગી કંપનીઓને આપી છે. પરંતુ માત્ર NHAI જ ટોલના ભાવમાં વધારો કરી શકે છે.

ટોલ ટેક્સ વધારો : ચૂંટણીના કારણે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે, સોમવાર એટલે કે 3 જૂનથી લગભગ 1,100 ટોલ પ્લાઝા પર ટોલના ભાવમાં 3 ટકાથી 5 ટકા સુધીનો વધારો કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા બાદ ટોલના દરમાં વધારો થતો અટકાવી દેવામાં આવ્યો હતો. જોકે હવે ફરી ટોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- અમૂલ દૂધના ભાવમાં વધારો, આજથી નવી કિંમત લાગૂ થશે

ટોલ પ્લાઝા પર વધતી કિંમતો ઘણી ચર્ચાનો વિષય છે અને રાજકીય પક્ષો પણ આ મુદ્દાને અવાજ ઉઠાવી રહ્યા છે. NHAIનું કહેવું છે કે તેમના રોડ પ્રોજેક્ટ માટે ટોલના ભાવમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. તે જ સમયે, વિરોધ પક્ષો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ નાખવા માટે NHAIના આ પગલાની ટીકા કરી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ