ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો

India First Billionaire Osman Ali Khan Net Worth : ભારત એક સમયે સોને કી ચીડિયા કહેવાતો હતો. હાલ મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. પણ શું તમને ભારતના પ્રથમ અબજોપતિનું નામ ખબર છે? તો ચાલો જાણીયે રસપ્રદ ઇતિહાસ

Written by Ajay Saroya
April 12, 2024 16:20 IST
ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો
હૈદરાબાદના સાતમાં નિઝામ ઉસ્માન અલી ખાન ભારતના પ્રથમ અબજોપતિ હતા. (wikipedia.org)

India First Billionaire Osman Ali Khan Net Worth : મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શિવ નાદર, રતન ટાટા, નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી જેવા અબજોપતિ બિઝનેસમેનના નામ તમે સાંભળ્યા જ હશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? આજે આપણે વાત કરીશું ભારતના પ્રથમ અબજોપતિ કહેવાતા હૈદરાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનની. નિઝામને એક સમયે માત્ર ભારત જ નહીં, પણ વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ ગણવામાં આવતા હતા.

હૈદરબાદના નિઝમ ઉસ્માન અલી ખાનની સંપત્તિ (Hyderabad Nizam Osman Ali Khan Net Worth)

ટાઇમ મેગેઝિને ઉસ્માન અલી ખાનને 1937માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની ઉપાધિ આપી હતી. રિપોર્ટ્સ અનુસાર હજી પણ બ્રિટેનની એક બેંકમાં તેમની 3 અબજ રૂપિયાથી વધારે સંપત્તિ છે. 1940ના દાયકામાં તેમની કુલ સંપત્તિ 17.5 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ફ્રીડમ એટ મિડનાઇટ અનુસાર હૈદરાબાદના નિઝામ પાસે તે સમયે 20 લાખ પાઉન્ડથી વધુ રોકડ રકમ હતી.

ઉસ્માન અલી ખાન 25 વર્ષે હૈદરાબાદના નિઝામ બન્યા

ઉસ્માન અલી ખાન 1911માં હૈદરાબાદના નિઝામની ગાદી પર બેઠા હતા, તે સમયે તેમની ઉંમર 25 વર્ષ હતી. હૈદારબાદના સાતમાં નિઝામ ઉસ્માન અલી ખાન તે સમયે ગોલકોન્ડા ખાણના માલિક હતા. અને તે યુગમાં તે હીરાના સૌથી મોટા સપ્લાયર હતા.

હૈદરાબાદના નિઝામ બન્યાના ત્રણ વર્ષ બાદ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. આઉટલુકના રિપોર્ટ અનુસાર, તેમણે આ યુદ્ધમાં બ્રિટનને સામગ્રી, સૈન્ય અને પૈસાની મદદ કરી હતી. ઉપરાંત તેમણે 1917માં ઉસ્માનિયા યુનિવર્સિટી બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તે હૈદરાબાદમાં આ પ્રકારની પહેલી હતી અને તે હજી પણ એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન ધરાવે છે.

ડીએનએના રિપોર્ટ અનુસાર, 1940ના દાયકાની શરૂઆતમાં જ્યારે નિઝામે રાજીનામું આપ્યું ત્યારે તેની કુલ સંપત્તિ લગભગ 1700 કરોડ રૂપિયા હતી. જે 2024માં લગભગ 29,5770 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.

osman ali khan | osman ali khan net worth | hyderabad nizam osman ali khan history | india first billionaire name | india first billionaire net worth |
ઉસ્માન અલી ખાન 25 વર્ષની ઉંમરે હૈદરાબાદના નિઝામ બન્યા હતા. (wikipedia.org)

દર વર્ષે 9 કરોડ પાઉન્ડની આવક (Hyderabad Nizam Osman Ali Khan Income)

મીડિયા રિપોર્ટ અનુસાર હૈદારબાદના નિઝામ મીર ઉસ્માન અલી ખાન ગોલકોન્ડા ખાણના માલિક હતા. આ ખાણ દુનિયાને 30 ટકાથી વધારે હીરાની સપ્લાય કરી હતી. જાણકારોના મતે, ગોલકોન્ડા ખાણથી નિઝામની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો અને તેમની વાર્ષિક આવક 9 કરોડ પાઉન્ડ કરતા વધી ગઇ હતી.

અમે કહ્યું તેમ, નિઝામ મીર ઉસ્માન અલી ખાન ગોલકોન્ડાની ખાણોનો માલિક હતો. આ ખાણમાં દુનિયાના 30 ટકાથી વધુ હીરાની સપ્લાય થતી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે ગોલકોન્ડા ખાણને કારણે નિઝામની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો અને તેની વાર્ષિક આવક 9 કરોડ પાઉન્ડથી પણ વધુ હતી.

જ્યારે નિઝામની ગોલકોન્ડા ખાણમાંથી નીકળ્યો કોહીનૂર હીરો (Kohinoor Diamond Found Golconda Mines)

ગોલકોન્ડાની ખાણમાંથી નીકળતા હીરા તેમની ચમકના કારણ અન્ય દેશના હીરા કરતા મોંઘા હતા. દુનિયાભરમાં પ્રસિદ્ધ કોહીનૂર ડાયમંડ પણ ગોલકોન્ડાની ખાણમાંથી જ નીકળ્યો હતો. કહેવાય છે કે તે દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો કહેવાય છે. આ ઉપરાંત આ ખાણમાંથી પિંક કલરનો ‘દરિયા-એ-નૂર’, લીંબુના આકારનો ‘જેકબ’ ડાયમંડ પણ અહીંથી જ નીકળ્યા હતા. જેકબ ડાયમંડનો ઉપયોગ નિઝામ પેપર વેઇટ તરીકે કરતા હતા.

ગોલકોન્ડાની ખાણમાંથી એક થી એક ચઢિયાતા કિંમતી હીરા નીકળ્યા હતા. દુનિયાના ચાર સૌથી મોટા ગુલાબી ડાયમંડ આ ગોલકોન્ડાની ખાણમાંથી જ નીકળ્યા હતા. થોડાક વર્ષો પહેલા અમેરિકામાં પિંક ડાયમંડ ‘પ્રિન્સ ડાયમંડ’ની 212 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. આ હીરા નિઝામની ગોલકોન્ડા ખાણમાંથી પણ નીકળ્યો હતો.

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલીનો મહેલ હીરા, રત્નો અને સોનાથી ભરેલો હતો.

ભારત અને નિઝામ વચ્ચે યુદ્ધ (India Hyderabad Nizam War)

હૈદરાબાદ હાલ ભારતનો એક ભાગ છે પરંતુ ભારત સાથે તેનું વિલિનિકરણ સરળ નહોતું. ઓપરેશન પોલો હેઠળ ભારતીય સેના હૈદરાબાદ ગઈ અને યુદ્ધ થયું હતુ. ત્યારબાદ ભારતમાં હૈદરાબાદનું વિલિનિકરણ થયું હતું.

osman ali khan | osman ali khan net worth | hyderabad nizam osman ali khan history | india first billionaire name | india first billionaire net worth |
ભારત સાથે હૈદરાબાદના વિલિનિકરણ વખતે ઉસ્માન અલી ખાન સાથે જવાહરલાલ નહેરુ અને મેજર જનરલ જયંતો નાથ ચૌધરી.

તમને જણાવી દઈએ કે હૈદરાબાદના નિઝામનો ઝુકાવ ભારત તરફ નહીં પરંતુ પાકિસ્તાન તરફ હતો, પરંતુ તેની પોતાની ઈચ્છા સ્વતંત્ર દેશની સ્થાપના કરવાની હતી. પરંતુ હૈદરાબાદની મોટાભાગની વસ્તી હિન્દુ હતી અને ભારતમાં જોડાવા માંગતી હતી, પરંતુ નિઝામને તે મંજૂર નહોતું. નિઝામે ભારત સરકાર મારફતે જોડાણના દ્સતાવેજ પર હસ્તાક્ષર કરવાની અનેક વિનંતીઓને નકારી કાઢી હતી. અને અંતે 36000 ભારતીય સૈનિકોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા અને પછી ઓપરેશન પોલો શરૂ થયું. નિઝામની સેનામાં 24000 સૈનિકો ઉપરાંત પઠાણ, રઝાકર સહિત અનેય લોકો હતા. યુદ્ધ થયું અને આખરે 5 દિવસમાં ભારતીય સેનાનો વિજય થયો અને નિઝામને ભારત સાથે જોડાવવાની શરત સ્વીકારવી પડી.

આ પણ વાંચો | પાન કાર્ડનો દુરૂપયોગ થયો છે કે નહીં કેવી રીતે જાણવું, ક્યાં ફરિયાદ કરવી? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ભારતના ભાગલા બાદ જ્યારે રજવાડાંઓનું વિલિનિકરણ વિલય થયુ ત્યારે હૈદરાબાદ રજવાડું પણ ભારતમાં ભળી ગયું હતું. હૈદરાબાદના વિલિનિકરણ બાદ ગોલકોન્ડાની ખાણ પણ ભારત સરકાર હસ્તક આવી ગઇ હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ